/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/leopard-attack.jpg)
Leopard Attack : (પ્રતિકાત્મક તસવીર)
Leopard Attack : અમરેલી જિલ્લામાં દીપડાઓનો આંતક સતત વધી રહ્યો છે. અમરેલીના ગીર ગઢડાના કોદીયા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ફળિયામાં રમતી 4 વર્ષીય બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. બાળકીના મોતથી તેમના પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું હતું.
બાળકી ફળીયામાં રમતી હતી અને દીપડાએ હુમલો કર્યો
કોદીયા ગામે માલધારીની માનવ વસવાટમાં રહેતાં વાધાભાઈ ભકાભાઈ જોગરાણા પરીવાર સાથે ભોજન લેવાની તૈયારી કરતા હતા. આ સમયે તેમની ચાર વર્ષની દિકરી ધ્રુવી ફળીયામાં રમતી હતી. આ દરમિયાન માનવભક્ષી દીપડો અચાનક આવી ચડી ધ્રુવી પર હુમલો કરીને ગળા અને છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી.
અચાનક ઘટના બનતા ત્યાં હાજર રહેલા લોકોએ દોડી ધ્રુવીને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ દીપડાના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલી બાળકી બચી શકી ન હતી. વન્ય વિભાગના અધિકારી રેસકયૂ ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતક ધ્રુવીને ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી હતી.
આ પણ વાંચો - મેટ્રો ટ્રેન હવે અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડશે, તસવીરોમાં જુઓ મેટ્રો સ્ટેશનનો જોરદાર નજારો
ધારીના જળજીવડી ગામના દીપડો ઘરના માળીયામાં ચડી ગયો
બીજી તરફ અમરેલીમાં ધારીના જળજીવડી ગામના દીપડો ઘરમાં ઘુસી ગયો હતો. દીપડો ગામમાં બે પશુનું મારણ કરી એક ઘરમાં ઘુસી ગયો હતો અને માળીયા ચડી બેસી ગયો હતો. ઘરમાલિકે સમયસૂચકતા વાપરીને દરવાજા-બારી બંધ કરી દીધા હતા. વન વિભાગે ટ્રાન્ક્વિલાઈઝર ગનથી દીપડાને બેભાન કરી માળીયેથી ઉતારી પાંજરે પૂર્યો હતો.
(અહેવાલ -યશપાલ વાળા, અમરેલી )


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us