/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Today-Gujarat-Weather-forecast.jpg)
ગુજરાતમાં આજની હવામાન વિભાગની આગાહી, Express photo
Gujarat Weather Forecast, Gujarat Weather Updates, Heat wave alert, ગુજરાત વેધર : ગુજરાતમાં ઉનાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. જોકે હજી પણ રાજ્યમાં ગરમીનો પારો 40ની ઉપર છે. જોકે, ધીમે ધીમે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. બીજી તરફ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં ધૂળની ડરમીઓ સાથે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાન ઘટના ગરમીમાંથી આંશિક રાહત મળી છે. આગઝરતી ગરમી હળવી થઈ છે.
અમદાવાદમાં બે ડિગ્રી જેટલી ગરમી ઘટી
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે બુધવારે અમદવાદામાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું હતું. બે ત્રણ દિવસ પહેલા અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ જોતા અમદાવાદમાં બે ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર 42.5 ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
Gujarat Weather Forecast : આજે અમદાવાદમાં કેવી રહેશે ગરમી?
AccuWeather.com પ્રમાણે આજે 30 મે 2024, ગુરુવારના રોજ ગઈ કાલ કરતા ગરમી ઘટશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાર રહેવાની ધારણા છે. જ્યારે લઘુતમ તાપમાન 32 ડિગ્રી રહેવાનું અનુમાન છે. પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જ્યારે હવાની ગુણવત્તા સ્વાસ્થ માટે હાનિકારક છે. ગરમી ઘટશે પરંતુ ભારે ઉકળાટનો અનુભવ થશે.
બુધવારે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| અમદાવાદ | 42.8 | 29.0 |
| ડીસા | 39.3 | 26.6 |
| ગાંધીનગર | 42.5 | 29.0 |
| વલ્લભ વિદ્યાનગર | 40.7 | 28.6 |
| વડોદરા | 39.6 | 27.8 |
| સુરત | 34.4 | 29.5 |
| વલસાડ | 36.4 | 00 |
| દમણ | 35.2 | 29.0 |
| ભુજ | 37.0 | 27.8 |
| નલિયા | 36.6 | 29.1 |
| કંડલા પોર્ટ | 35.1 | 29.2 |
| કંડલા એરપોર્ટ | 37.9 | 29.2 |
| અમરેલી | 39.0 | 28.0 |
| ભાવનગર | 40.7 | 29.6 |
| દ્વારકા | 32.0 | 28.8 |
| ઓખા | 34.2 | 28.8 |
| પોરબંદર | 34.8 | 28.6 |
| રાજકોટ | 39.9 | 26.4 |
| વેરાવળ | 34.6 | 29.1 |
| દીવ | 33.8 | 28.1 |
| સુરેન્દ્રનગર | 41.8 | 29.0 |
| મહુવા | 35.8 | 28.1 |
| કેશોદ | 35.8 | 28.5 |
આ પણ વાંચોઃ-નાસાએ પૃથ્વીના ધ્રુવોમાંથી ગરમી માપવા એક નાનો ઉપગ્રહ લોન્ચ કર્યો? સમજો – શા માટે?
Gujarat Weather Forecast : હવામાન વિભાગની આજની આગાહી
હવામાન વિભાગની આજની આગાહીની વાત કરીએ તો આજે 30 મે 2024, ગુરુવારના દિવસે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં ધૂળની ડરમીઓ સાથે પવન ફૂંકાશે. પવનની ગતિ ઓછામાં ઓછી 40 કિલોમીટર પ્રતિકલાકની રહેશે. આજે તાપમાન થોડું ઘટનાવી સંભાવના પણ હવામાન વિભાગે સેવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us