અમરેલી : રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે 1 સિંહનું મોત, રેલવે સેવકની તકેદારીથી ત્રણ સિંહનો બચાવ

lion death train accident amreli : અમરેલીના રાજુલા (Rajula) તાલુકામાં પીપાવાવા ટ્રેક (Pipavav track) પર ટ્રેનની અડફેટે એક નર સિંહનું મોત થયું છે. જ્યારે એક સિંહ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

lion death train accident amreli : અમરેલીના રાજુલા (Rajula) તાલુકામાં પીપાવાવા ટ્રેક (Pipavav track) પર ટ્રેનની અડફેટે એક નર સિંહનું મોત થયું છે. જ્યારે એક સિંહ ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
lion death train accident amreli

પીપાવાવ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહનું મોત (ફોટો - યશપાલ વાળા)

અમરેલી : રાજુલા તાલુકાના ઉંચૈયા ગામ પાસે પીપાવાવ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે 1 સિંહનું મોત થયું છે, જ્યારે એક ઘાયલ થયો છે. સિંહનું ટોળુ રેલવે ટ્રેક પસાર કરી રહ્યું હતું ત્યારે માલગાડી આવી ચઢી અને અકસ્માત સર્જાયો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, પીપીવાવા ટ્રેક પર રેલવે ક્રોસિંગ પાસેથી સિંહ પરિવારના ચાર સભ્યો પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક ગુડ્સ ટ્રેન આવી ગઈ, રેલવે કર્મચારીની નજર પડી, તુરંત તેમણે ટ્રેનના પાયલોટને ટોર્ચ લાઈટ મારી સાવધાન રહેવા ઈશારો કર્યો, ટ્રેનના પાયલોટે સિંહને બચાવવા ઈમરજન્સી બ્રેક મારી, જેને પગલે બે સિંહ ટ્રેક પરથી નીચે ઉતરવામાં સફળ રહ્યા, ત્યારે એક સિંહ ઈજાગ્રસ્ત થયો, તો એક સિંહનું કમકમાટીભર્યું મોત થયું હતું.

lion death train accident amreli
ટ્રેનની અડફેટે નર સિંહનું મોત (ફોટો - યશપાલ વાળા)

ઘટનાની જાણ વન વિભાગને થતા ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને સિંહ અને ધટનાને લઇ સ્થળ પર અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો સિંહો ક્યાં વિસ્તાર માંથી રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા જેને લઇને વિવિધ દિશાઓમા તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગના સૂત્રો અનુસાર, અકસ્માતમાં એક નર સિંહનું મોત થયું છે. જ્યારે એક ઈજાગ્રસ્ત થતા તેને જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ રેલ્વે ટ્રેકની ફેનસિંગનમા કર્યા હોવા છતાંપણ અકસ્માતની ધટના બની. આ ધટનાને લઈ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. તમને જણાવી દઈએ કે, સાવરકુંડલા રાજુલા પીપાવાવ પોર્ટ સુધી ગુડ્સ ટ્રેન ૨૪ કલાક દોડતી હોય છે અને આવા સમયે સિંહો ટ્રેક ઉપર આવી જવાના કારણે અકસ્માત સર્જાયાની ધટના બનવા પામતી હોય છે.

આ પણ વાંચો - ગુજરાત વરસાદ આગાહી: શનિવારે ભાવનગર-વલસાડમાં અતિશય, તો અમદાવાદ સહિત આ 6 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના

આ ધટના પગલે રાજુલા રેન્જઆર.એફ.ઓ. યોગરાજસિંહ રાઠોડએ જણાવ્યુ હતુ કે, વન્યપ્રાણી હતા જેમાં 2 સિંહોને રેલવે સેવકોએ બચાવી લીધા હતા, અને ઇમરજન્સી બ્રેક મારી રેલવે સેવકોએ જેના કારણે 2 નો બચાવ થયો અને 1 નું મોત થયું છે. અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ અમારી ટીમ ધટનાની તપાસ કરી રહી છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અકસ્માત રેલવે