રાજુલાના કોવાયા ગામે મોડી રાત્રે રહેણાંક મકાનમાં સિંહ ઘૂસ્યો, જુઓ VIDEO

Amreli : રાજુલાના કોવાયા ગામમાં મોડી રાત્રે સિંહ ઘરની અંદર પ્રવેશતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

Amreli : રાજુલાના કોવાયા ગામમાં મોડી રાત્રે સિંહ ઘરની અંદર પ્રવેશતા અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
lion, સિંહ

રાજુલાના કોવાયા ગામે એક ઘરમાં મોડી રાત્રે સિંહ ઘૂસી આવ્યો હતો (તસવીર - યશપાલ વાળા)

Amreli : અમરેલીના રાજુલાના કોવાયા ગામે મોડી રાતે રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના સામે આવી છે. રાજુલાના કોવાયા ગામમાં મકાન પરથી સિંહ અંદર પ્રવેશતા અફરાતફરી મચી ગઇ હતી. મોડી રાત્રે એક ઘરમાં સિંહ ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. રાજુલા વનવિભાગ ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડયો હતો. જેથી રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisment

સિંહો શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પણ પ્રવેશી રહ્યા છે. આવી જ એક ઘટના રાજુલાના કોવાયા ગામે બની હતી. એક ઘરમાં મોડી રાત્રે સિંહ ઘૂસી આવ્યો હતો. જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો.

https://twitter.com/IeGujarati/status/1907813214630658438

સિંહ રહેણાંક મકાનમાં પ્રવેશ કરતા પરીવારજનોના જીવ તાટવે ચોંટયા હતા. રાજુલા વનવિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

અમરેલી ગુજરાતી ન્યૂઝ ગુજરાત