વડોદરાની સોસાયટીમાં મુસ્લિમ મહિલાને આપવામાં આવેલા ફ્લેટનો વિરોધ, મહિલાએ કહ્યું – ‘મારું સપનું તૂટી રહ્યું’

Local News Vadodara : વડોદરામાં એક મુસ્લિમ મહિલાને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત હિન્દુ સોસાયટીમાં ફ્લેટ ફાળવવા બાબતે હરણી વિસ્તારની એક સોસાયટીના રહિશોએ વિરોધ નોંધાવ્યો છે.

Written by Kiran Mehta
Updated : June 14, 2024 15:06 IST
વડોદરાની સોસાયટીમાં મુસ્લિમ મહિલાને આપવામાં આવેલા ફ્લેટનો વિરોધ, મહિલાએ કહ્યું – ‘મારું સપનું તૂટી રહ્યું’

વડોદરાના હરણીમાં એક સોસાયટીમાં મુસ્લિમ મહિલાને આપવામાં આવેલા ફ્લેટનો વિરોધ થઈ રહ્યો છે. સોસાયટીના 33 રહેવાસીઓએ ત્યાં રહેતા એક ‘મુસ્લિમ’ સામે વાંધો ઉઠાવતા જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓને લેખિત ફરિયાદ મોકલી છે.

મુસ્લિમ મહિલા ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ મંત્રાલયમાં કામ કરે છે અને VMC એ તેમને આ ફ્લેટ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવ્યો હતો. અધિકારીઓનું કહેવું છે કે, આ મહિલા સોસાયટીમાં એકમાત્ર મુસ્લિમ છે.

વડોદરાના કમિશનર દિલીપ રાણા આ અંગે ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ નહોતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અને સોસાયટીના રહિશ નિલેશકુમાર પરમારે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

લાંબા સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે

મુસ્લિમ મહિલા તેના એક બાળક સાથે અહીં શિફ્ટ થઈ ગઈ હતી. 44 વર્ષની મહિલાનું કહેવું છે કે, આ વિરોધ સૌપ્રથમ 2020 માં શરૂ થયો હતો, જ્યારે અહીંના રહેવાસીઓએ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને પત્ર લખીને તેમના ઘરની ફાળવણીને અમાન્ય કરવાની માંગ કરી હતી. જો કે, ત્યારબાદ હરણી પોલીસ સ્ટેશને તમામ સંબંધિત પક્ષકારોના નિવેદનો નોંધ્યા હતા અને કેસનો નિકાલ કર્યો હતો. આ જ મુદ્દે તાજેતરનો વિરોધ 10 જૂને થયો હતો.

‘મારા સપના તૂટી રહ્યા છે’ : મુસ્લિમ મહિલા

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મુસ્લિમ મહિલાએ કહ્યું કે, હું વડોદરાના મિશ્ર વિસ્તારમાં મોટી થઈ છું. હું હંમેશા ઇચ્છતી હતી કે મારો પુત્ર સારા વિસ્તારમાં મોટો થાય, પરંતુ મારા સપના ચકનાચૂર થઈ ગયા કારણ કે લગભગ છ વર્ષ થઈ ગયા છે અને હું જે સંઘર્ષ-વિરોધનો સામનો કરી રહી છું, જેનો કોઈ ઉકેલ નથી. મારો પુત્ર હવે 12મા ધોરણમાં છે અને આ શું ચાલી રહ્યું છે તે સમજવા હવે લાગ્યો છે. આ ભેદભાવ તેને માનસિક રીતે અસર કરશે.”

આ પણ વાંચો – જામનગર : બૂટલેગરે સરકારી હોસ્પિટલમાં જઈ પાડોશીને ચપ્પાના ઘા મારી પતાવી દીધો

મોટનાથ રેસીડેન્સી કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસીસ સોસાયટી લિમિટેડના મેમોરેન્ડમમાં લખ્યું છે, “VMC એ માર્ચ 2019 માં લઘુમતી (મુસ્લિમ મહિલા) ને ઘર નંબર K204 ફાળવ્યો છે. અમે માનીએ છીએ કે, હરણી વિસ્તાર હિંદુ બહુમતી શાંતિપૂર્ણ વિસ્તાર છે અને લગભગ ચાર કિલોમીટરના મુખ્ય વિસ્તારમાં મુસ્લિમોની કોઈ વસાહત નથી. VMC દ્વારા આ ફાળવણી 461 પરિવારોના શાંતિપૂર્ણ જીવનમાં આગ લગાડવા સમાન છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ