BJP Gujarat Candidates List : લોકસભાની ચૂંટણી 2024 માટે ભાજપે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે જાહેર કરેલા 111 ઉમેદવારમાં ગુજરાતના 6 ઉમેદવારોના પણ સમાવેશ થાય છે. આ સાથે જ ભાજપે ગુજરાતના તમામ 26 બેઠકો પરથી ઉમેદવાર જાહેર કરી દીધા છે. બીજી તરફ કોંગ્રેસે 17 ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરુચ અને ભાવનગર એમ બે સીટો પર ચૂંટણી લડવાની છે અને બન્નેના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
ભાજપે ગુજરાતના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા
લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ગુજરાતના છ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, અમરેલીથી ભરત સુતરીયા, વડોદરાથી ડૉ.હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી છે. જેમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યાં છે. વડોદરા સીટ માટે પહેલા જાહેર રંજન ભટ્ટની ટિકિટ આપી હતી. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને ટિકીટ આપી હતી.
આ પણ વાંચો – ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, મંડીથી અભિનેત્રી કંગના રનૌત, મેરઠથી અરુણ ગોવિલને ટિકિટ
ભાજપે તમામ 26 ઉમેદવારોની યાદી જાહેર કરી
બેઠક ભાજપ કોંગ્રેસ આપ ગાંધીનગર અમિત શાહ સોનલબેન પટેેલ નવસારી સીઆર પાટીલ ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી ભરુચ મનસુખ વસાવા – ચૈતર વસાવા જામનગર પૂનમ માડમ જેપી મારવિયા કચ્છ વિનોદ ચાવડા નિતેશ લાલન પાટણ ભરતજી ડાભી ચંદનજી ઠાકોર આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા દાહોદ જસવંતસિંહ ભાભર પ્રભાબેન તાવિયાડ બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી પંચમહાલ રાજપાલસિંહ જાધવ ગુલાબસિંહ ચૌહાણ છોટા ઉદેપુર જસુભાઇ રાઠવા સુખરામ રાઠવા વલસાડ ધવલ પટેલ અનંત પટેલ સુરત મુકેશ દલાલ નિલેશ કુંભાણી સાબરકાંઠા શોભનાબેન બારૈયા તુષાર ચૌધરી અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા વડોદરા ડૉ.હેમાંગ જોષી રાજકોટ પુરુષોત્તમ રુપાલા પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા બનાસકાંઠા રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર ભાવનગર નિમુબેન બંભાણિયા – ઉમેશ મકવાણા અમરેલી ભરત સુતરીયા જેનીબેન ઠુમ્મર મહેસાણા હરિભાઇ પટેલ સુરેન્દ્રનગર ચંદુભાઇ શિહોરા જૂનાગઢ રાજેશ ચુડાસમા
અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી ઉમેદવાર
બીજેપીની વાત કરીએ તો અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી, દેવુસિંહ ચૌહાણ ખેડાથી, મનસુખ વસાવા ભરૂચથી, પૂનમ માડમ જામનગરથી, વિનોદ ચાવડા કચ્છથી, ભરતજી ડાભી પાટણથી, પ્રભુ વસાવા બારડોલીથી ચૂંટણી લડશે. પુરષોત્તમ રૂપાલા રાજકોટથી, મનસુખ માંડવીયા પોરબંદરથી, દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમથી, રેખા ચૌધરી બનાસકાંઠાથી અને રાજપાલસિંહ જાધવ પંચમહાલથી બીજેપીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.
કોંગ્રેસ ઉમેદવાર – ગાંધીનગરથી સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા
કોંગ્રેસની વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, પોરબંદરથી લલિત વસોયા, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, ગાંધીનગરથી સોનલ પટેલ, અને કચ્છથી નિતેષ લાલન ચૂંટણી લડશે.





