/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/BJP-Congress.jpg)
ભાજપ, કોંગ્રેસ અને બીજા પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે (Express File Photo)
Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી હવે ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. ભાજપ, કોંગ્રેસ અને બીજા પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. ભાજપે અત્યાર સુધીમાં 267 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જ્યારે કોંગ્રેસે બે યાદી જાહેર કરી છે. જેમાં પ્રથમ યાદીમાં 39 અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે કુલ 82 ઉમેદવારની જાહેરાત કરી છે. બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરુચ અને ભાવનગર એમ બે સીટો પર ચૂંટણી લડવાની છે અને બન્નેના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી ઉમેદવાર
ગુજરાતની વાત કરીએ તો ભાજપે 26 બેઠકોમાંથી ભાજપે 22 ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપની વાત કરીએ તો અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી, દેવુસિંહ ચૌહાણ ખેડાથી, મનસુખ વસાવા ભરૂચથી, પૂનમ માડમ જામનગરથી, વિનોદ ચાવડા કચ્છથી, ભરતજી ડાભી પાટણથી, મિતેશ પટેલ આણંદથી, જસવંતસિંહ ભાભોર દાહોદથી, પ્રભુ વસાવા બારડોલીથી ચૂંટણી લડશે.
આ સિવાય પુરષોત્તમ રૂપાલા રાજકોટથી, મનસુખ માંડવીયા પોરબંદરથી, દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમથી, રેખા ચૌધરી બનાસકાંઠાથી અને રાજપાલસિંહ જાધવ પંચમહાલથી ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : ભાજપની બીજી યાદી જાહેર, અહીં જાણો કોને-કોને મળી ટિકિટ
| બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
| ગાંધીનગર | અમિત શાહ | ||
| નવસારી | સીઆર પાટીલ | ||
| ખેડા | દેવુસિંહ ચૌહાણ | ||
| ભરુચ | મનસુખ વસાવા | ચૈતર વસાવા | |
| જામનગર | પૂનમ માડમ | ||
| કચ્છ | વિનોદ ચાવડા | નિતેશ લાલણ | |
| પાટણ | ભરતજી ડાભી | ||
| આણંદ | મિતેશ પટેલ | ||
| દાહોદ | જસવંતસિંહ ભાભર | ||
| બારડોલી | પ્રભુ વસાવા | સિદ્ધાર્થ ચૌધરી | |
| પંચમહાલ | રાજપાલસિંહ જાધવ | ||
| છોટા ઉદેપુર | જસુભાઇ રાઠવા | ||
| વલસાડ | ધવલ પટેલ | અનંત પટેલ | |
| સુરત | મુકેશ દલાલ | ||
| સાબરકાંઠા | ભીખાજી ઠાકોર | ||
| અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | રોહન ગુપ્તા | |
| અમદાવાદ પશ્ચિમ | દિનેશ મકવાણા | ભરત મકવાણા | |
| વડોદરા | રંજનબેન ભટ્ટ | ||
| રાજકોટ | પુરુષોત્તમ રુપાલા | ||
| જામનગર | મનસુખ માંડવિયા | ||
| બનાસકાંઠા | રેખા ચૌધરી | ગેનીબેન ઠાકોર | |
| ભાવનગર | નિમુબેન બંભાણિયા | ઉમેશ મકવાણા | |
| પોરબંદર | લલિત વસોયા | ||
ભાજપે બીજી યાદીમાં ગુજરાતના વધુ 7 ઉમેદવારની જાહેરાત કરી
ભાજપે ગુજરાતના વધુ વધુ 7 ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ રિપીટ કરાયા છે. આ સિવાય છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા, વલસાડથી ધવલ પટેલ, સુરતથી મુકેશ દલાલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને ભાવનગરથી નિમુબેન બંભાણિયાને ટિકિટ આપવામાં આવી છે.
બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર
કોંગ્રેસની વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, પોરબંદરથી લલિત વસોયા અને કચ્છથી નિતેષ લાલણ ચૂંટણી લડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us