Bharuch Lok Sabha Election Result : લોકસભા ચૂંટણી પરિણામ 2024 માટે આજે મત ગણતરી 4 જૂને હાથ ધરવામાં આવી ત્યારે બધાની નજર ભરૂચ બેઠક પર હતી. જોકે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ભાજપના મનસુખ વસાવાની સતત સાતમી વખત જીત થઈ છે. જ્યારે આપ નેતા ચૈતર વસાવાનું લોકસભામાં જવાનું સપનું તૂટી ગયું છે.
ભરૂચ લોકસભા બેઠક પરિણામ 2024
ભરૂચ લોકસભા બેઠક પરિણામ 2024 જાહેર થઈ ગયું છે. ભાજપના છ વખતના સાંસદ મનસુખ વસાવાએ 608157 મત મેળવ્યા તો આપ નેતા ચૈતર વસાવાને 522461 મત મળતા મનસુખ વસાવા 85696 મતની લીડ સાથે સાતમી વખત વિજેતા થયા છે.
ઉમેદવાર પાર્ટી કેટલા મત મળ્યા જીત-હાર મનસુખ વસાવા ભાજપ 608157 જીત (લીડ – 85696 મત) ચૈતર વસાવા આપ 522461 હાર NOTA – 23283 –
ભરૂચ ઉમેદવારો કોને કેટલા મત મળ્યા
તમને જણાવી દઈએ કે, ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં હતા. જોકે, ખરાખરીનો જંગ ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા અને આપ ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે હતો. જેમાં મનસુખ વસાવાની શાનદાર જીત થઈ છે. આ સિવાય અન્ય કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તેની વાત કરીએ તો, ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાને 10014 મત, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ચેતનભાઈ વસાવાને 6324 મત, માલવા કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન માછીને 2764 મત, અપક્ષ ઉમેદવાર સાજિદ મુનશીને 9937 મત, અપક્ષ નવીનભાઈ પટેલને 3453, અપક્ષ યુસુફ હસનઅલીને 3247 મત, અપક્ષ મિતેશ પઢિયારને 2459, અપક્ષ અબીદબેદ મિરઝાને 2050 મત, ઈસ્માઈલ પટેલને 1902 મત, નારાયણભાઈ રાવલ 1583 મત અને ધર્મેશ વસાવાને 1330 મત મળ્યા છે.
ભરૂચ લોકસભા બેઠક પર કેવું મતદાન થયું?
ભરૂચ લોકસભા બેઠક પર આ વખતે 68.75 ટકા મતદાન નોંધાયું છે. તો અગાઉની ત્રણ ચૂંટણીના મતદાન પર નજર કરીએ તો, 2009 માં 57.14 ટકા, 2014માં 74.85 ટકા તો 2019માં 73.55 ટકા મતદાન નોંધાયું હતુ. આ સિવાય ભરૂચ લોકસભા બેઠક અંતર્ગત આવતી સાત વિધાનસભામાં અંકલેશ્વરમાં 64.74 ટકા, ભરૂચમાં 60.43 ટકા, ડેડિયાપાડામાં 83.94 ટકા, જંબુસરમાં 65.42 ટકા, ઝગડિયામાં 77.36 ટકા, કરજણમાં 67.04 ટકા અને વાઘરામાં 67.52 ટકા મતદાન નોંધાયું હતુ
ભરૂચ લોકસભા બેઠક 2019 પરિણામ
ભરૂચ બેઠક પર 2019 ના પરિણામની વાત કરીએ તો, ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 6,37,795 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણને 3,03,581 મત મળ્યા હતા. આ બાજુ બીટીપીના છોટુ વસાવાને 1,44,083 ટકા મત મળ્યા હતા.
ઉમેદવાર પાર્ટી કેટલા મત મળ્યા જીત-હાર મનસુખ વસાવા ભાજપ 6,37,795 જીત શેરખાન પઠાણ કોંગ્રેસ 3,03,581 હાર છોટુ વસાવા બીટીપી 1,44,083 હાર NOTA – 6,321 –
ભરૂચ લોકસભા બેઠક 2014 પરિણામ
ભરૂચની લોકસભા બેઠક પર 2014 ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 5,48,902 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર જયેશભાઈ પટેલને 3,95,629 મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના અનિલ ભગતને 49,289 ટકા મત મળ્યા હતા.
ઉમેદવાર પાર્ટી કેટલા મત મળ્યા જીત-હાર મનસુખ વસાવા ભાજપ 5,48,902 જીત જયેશભાઈ પટેલ કોંગ્રેસ 3,95,629 હાર અનિલ ભગત જેડી(યુ) 49,289 હાર NOTA – 23,615 –
ભરૂચ લોકસભા બેઠક 2009 પરિણામ
ભરૂચની લોકસભા બેઠક પર 2009 ના ચૂંટણી જંગમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાને 311,018 ટકા મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવાર અઝિઝ ટંકારવી ને 283,787 મત મળ્યા હતા. આ બાજુ જેડી(યુ) ના છોટુ વસાવાને 63,660 ટકા મત મળ્યા હતા.
ઉમેદવાર પાર્ટી કેટલા મત મળ્યા જીત-હાર મનસુખ વસાવા ભાજપ 311,018 જીત અઝિઝ ટંકારવી કોંગ્રેસ 283,787 હાર છોટુ વસાવા જેડી(યુ) 63,660 હાર
ભરૂચ લોકસભા બેઠક ઈતિહાસ
લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો, 1957 થી અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી અહીં યોજાઈ છે. જેમાં સાત વખત કોંગ્રેસ તો 10 વખત ભાજપના ઉમેદવાર ચૂંટણી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે આ બેઠક પર અંતિમ 1984માં જીતનો સ્વાદ ચાખ્યો હતો, ત્યારબાદ 1989 થી સતત 35 વર્ષથી ભાજપ જીતતની આવી છે.
વર્ષ જીતેલા ઉમેદવાર પાર્ટી 1957 ચંદ્રશેખર ભટ્ટ કોંગ્રેસ 1962 છોટુભાઈ પટેલ કોંગ્રેસ 1967 માનસિંગ રાણા કોંગ્રેસ 1971 માનસિંગ રાણા કોંગ્રેસ 1977 અહેમદ પટેલ કોંગ્રેસ (આઈ) 1980 અહેમદ પટેલ કોંગ્રેસ (આઈ) 1884 અહેમદ પટેલ કોંગ્રેસ (આઈ) 1989 ચંદુભાઈ દેશમુખ ભાજપ 1991 ચંદુભાઈ દેશમુખ ભાજપ 1996 ચંદુભાઈ દેશમુખ ભાજપ 1998 ચંદુભાઈ દેશમુખ ભાજપ 1998 મનસુખભાઈ વસાવા ભાજપ 1999 મનસુખભાઈ વસાવા ભાજપ 2004 મનસુખભાઈ વસાવા ભાજપ 2009 મનસુખભાઈ વસાવા ભાજપ 2014 મનસુખભાઈ વસાવા ભાજપ 2019 મનસુખભાઈ વસાવા ભાજપ
ભરૂચ લોકસભા બેઠક 13 ઉમેદવારો
ભરૂચ લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં આ વખતે ભાજપના મનસુખ વસાવા અને આપ ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ખરાખરીનો જંગ છે. આ બંને નેતા આદિવાસી સમાજમાંથી આવે છે. તો આ સિવાય બસપા સહિતની અન્ય ચાર ઉમેદવારો પણ આદિવાસી સમાજના મેદાનમાં છે, તો ત્રણ લઘુમતિ સમાજના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી 2 મનસુખભાઈ વસાવા ભાજપા 3 ચેતનભાઈ વસાવા બસપા 4 ગીતાબેન માછી માલવા કોંગ્રેસ 5 દિલીપભાઈ વસાવા ભારત આદિવાસી પાર્ટી 6 ઈસ્માઈલ અહમદ પટેલ અપક્ષ 7 ધર્મેન્દ્રકુમાર વસાવા અપક્ષ 8 નવીનભાઈ પટેલ અપક્ષ 9 નારાયણભાઈ રાવલ અપક્ષ 10 આબિદબેગ મિર્ઝા અપક્ષ 11 મિતેશ પઢિયાર અપક્ષ 12 યુસુફ વલી હસનાલી અપક્ષ 13 સાજિદ મુનશી અપક્ષ
આ પણ વાંચો – Gujarat Exit Poll Result 2024 | ગુજરાત એક્ઝિટ પોલ 2024 : જુઓ ગુજરાત માટે એક્ઝિટ પોલમાં શું આગાહી કરવામાં આવી હતી.
ભરૂચ બેઠક પર ભાજપે નો રિપીટ થીયરી ફગાવી છ વખતના સાંસદ મનસુખ વાસાવાને ફરી મેદાનમાં ઉતાર્યા હતા, તો કોંગ્રેસ-આપ ગઠબંધનમાં આપના નેતા ચૈતર વસાવા સામે પક્ષે હરિફમાં હતા. ચૈતર વસાવાની ભરૂચ બેઠકમાં લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી ભાજપે કોઈ રીક્સ ન લેવાનું વિચારી મનસુખ વસાવા પર જ ફરી ભરોસો કર્યો હતો, અને મનસુખ વસાવા તે ભરોસા પર ખરા ઉતર્યા અને ભરૂચ બેઠક ફરી એકવાર જીતીને બતાવી..
તમને જણાવી દઈએ કે, ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવાનો ખાસ દબદબો છે. ભાજપ અહીંથી સતત 1989 થી એટલે કે 35 વર્ષથી જીતતી આવી છે. 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ચૈતર વસાવાને ઓછા આંકવાની ભૂલ કરી હતી અને 40 ટકા વોટ શેરથી ચૈતર વસાવાની જીત થઈ હતી. જેને પગલે આ બેઠક પર આ વખતે રસાકસીનું પરિણામ રહેવાની આશા હતી. પરંતુ મનસુખ વસાવાએ 85696 મતના માર્જિનથી જીતી સાબિત કર્યું કે, દબદબો જરા પણ ઓછો થયો નથી.