લોકસભા ચૂંટણી 2024 : ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતાઓ સહિત અન્ય પક્ષના 1,500 નવા સભ્યો ભાજપમાં જોડાયા

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતમાં કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીમાંથી 1500 થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતમાં કોંગ્રેસ અને આપ સહિતની પાર્ટીમાંથી 1500 થી વધુ નેતાઓ ભાજપમાં જોડાયા

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Lok Sabha Elections 2024 | Congress Leader BJP Join

લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) : આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા નવા જોશ સાથે, ભાજપે બુધવારે ગાંધીનગરમાં રાજ્યના પક્ષના મુખ્ય મથક 'શ્રી કમલમ' ખાતે ગુજરાત પક્ષના વડા સીઆર પાટીલની હાજરીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોના લગભગ 1,500 પૂર્વ નેતાઓ ભાજપમાં જોડાતા તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું. મહુધાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ઈન્દરજીતસિંહ ઠાકોર, વિપુલ પટેલ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ યુથ કોંગ્રેસના નેતા સુધીર પટેલ પણ પક્ષ પલટો કરવામાં સામેલ છે.

Advertisment

ભાજપે આ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ ના પૂર્વ નેતાઓ સહિત 2,000 નવા સભ્યોને સામેલ કર્યા હતા. પાર્ટીના નવા સાથીદારોનું સ્વાગત કરતા પાટીલે બુધવારે કહ્યું, “તમે લોકો લોકોના હિતમાં કામ કરવા માંગો છો. તમને શક્તિશાળી માધ્યમ જોઈએ છે અને તેથી જ તમે અમારી સાથે આવ્યા છો. હું આપ સૌનું આદરપૂર્વક સ્વાગત કરું છું. તમે ભાજપમાં ક્યારેય નિરાશ થશો નહીં."

આ પ્રસંગે પાટીલે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પણ ઉલ્લેખ કર્યો હતો. પાટીલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાજિક સમરસતા જાળવી રાખવા માંગે છે અને તેથી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ તેમણે બધાને વિશ્વાસમાં લીધા અને પછી મંદિરનું નિર્માણ કરાવ્યું.

Congress Leader BJP Join
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા પાર્ટીમાં સભ્યોનું સ્વાગત (ફોટો - બીજેપી ગુજરાત ટ્વીટર)
Advertisment

ગુજરાત ભાજપના વડાએ જણાવ્યું હતું કે, "આ પ્રસંગમાં કોઈ શરારત કરવામાં આવી નથી અને તે દર્શાવે છે કે, સમગ્ર દેશ રામ મંદિર (નિર્માણ) સાથે એક દોરાના માધ્યમથી જોડાયેલો છે." ગુજરાત ભાજપે અન્ય પક્ષો અને વિવિધ વિસ્તારના લોકોને સામેલ કરવા માટે એક સ્પેશિયલ સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે.

લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ, આપ ના નેતાઓ ભાજપમાં જોડાયા

આ સમિતિના અધ્યક્ષ પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોગરા છે. બોગરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બુધવારે વિવિધ વિચારધારાના 1,500 થી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે, ભાજપમાં જોડાનારાઓમાં વિધાનસભાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસ અને AAP ના ઉમેદવારો, જિલ્લા અને તાલુકા પંચાયતોના સભ્યો, ગ્રામ પંચાયતો અને દૂધ સહકારી મંડળીઓના સભ્યોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે? CEO દિલ્હીનો પત્ર વાયરલ, ‘આ અંદાજીત તારીખ છે’

તેઓએ અન્ય પક્ષોના લોકોને શા માટે સામેલ કર્યા તે અંગેના પ્રશ્નના જવાબમાં બોગરાએ કહ્યું, “અમે વસુધૈવ કુટુમ્બકમની વિચારધારામાં માનીએ છીએ (વિશ્વ પરિવાર છે). જેઓ પોતાની પાર્ટીની વિચારધારાથી નિરાશ થઈને પોતાના લોકોના વિકાસના કામો માટે પોતાનો પક્ષ છોડે છે, તે તમામને અમે આવકારીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા જ "ઘણા લોકો અમારો સંપર્ક કરી રહ્યા છે કે, તેઓ પીએમ મોદીના નેતૃત્વમાં દેશની વિકાસ યાત્રામાં જોડાવા માંગે છે અને ભાજપ તેમનું સ્વાગત કરવા તૈયાર છે."

ગુજરાતી ન્યૂઝ ગુજરાત