લોકસભા ચૂંટણી 2024 : ગુજરાતમાં કોંગ્રેસે વધુ 3 ઉમેદવારની જાહેરાત કરી, જાણો કોને મળી ટિકિટ

લોકસભા ચૂંટણી 2024 : આ સાથે કોંગ્રેસે 20 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે હજુ 4 સીટો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. બીજી તરફ ભાજપે તમામ 26 સીટો પર પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે

લોકસભા ચૂંટણી 2024 : આ સાથે કોંગ્રેસે 20 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે હજુ 4 સીટો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. બીજી તરફ ભાજપે તમામ 26 સીટો પર પોતાના ઉમેદવાર જાહેરાત કરી દીધા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Congress Candidate List, Congress Candidate, lok sabha elections 2024

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)

Congress Candidate List: લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે વધુ 3 ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં સુરેન્દ્રનગરથી ઋત્વીક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવાને અને વડોદરાથી જશપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે કોંગ્રેસે 20 સીટો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસે હજુ 4 સીટો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. જેમાં નવસારી, રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે બે સીટ ઇન્ડિયા ગઠબંધન તરીકે આપને આપી છે. બીજી તરફ ભાજપે તમામ 26 સીટો પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.

Advertisment

અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી ઉમેદવાર

બીજેપીની વાત કરીએ તો અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી, દેવુસિંહ ચૌહાણ ખેડાથી, મનસુખ વસાવા ભરૂચથી, પૂનમ માડમ જામનગરથી, વિનોદ ચાવડા કચ્છથી, ભરતજી ડાભી પાટણથી, પ્રભુ વસાવા બારડોલીથી ચૂંટણી લડશે. પુરષોત્તમ રૂપાલા રાજકોટથી, મનસુખ માંડવીયા પોરબંદરથી, દિનેશ મકવાણા અમદાવાદ પશ્ચિમથી, રેખા ચૌધરી બનાસકાંઠાથી અને રાજપાલસિંહ જાધવ પંચમહાલથી બીજેપીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે.

ભાજપ-કોંગ્રેસ અને આપના ગુજરાતના લોકસભાના ઉમેદવાર

બેઠકભાજપકોંગ્રેસઆપ
ગાંધીનગરઅમિત શાહસોનલબેન પટેેલ
નવસારીસીઆર પાટીલ
ખેડાદેવુસિંહ ચૌહાણકાળુસિંહ ડાભી
ભરુચમનસુખ વસાવા-ચૈતર વસાવા
જામનગરપૂનમ માડમજેપી મારવિયા
કચ્છવિનોદ ચાવડાનિતેશ લાલન
પાટણભરતજી ડાભીચંદનજી ઠાકોર
આણંદમિતેશ પટેલઅમિત ચાવડા
દાહોદજસવંતસિંહ ભાભરપ્રભાબેન તાવિયાડ
બારડોલીપ્રભુ વસાવાસિદ્ધાર્થ ચૌધરી
પંચમહાલરાજપાલસિંહ જાધવગુલાબસિંહ ચૌહાણ
છોટા ઉદેપુરજસુભાઇ રાઠવાસુખરામ રાઠવા
વલસાડધવલ પટેલઅનંત પટેલ
સુરતમુકેશ દલાલનિલેશ કુંભાણી
સાબરકાંઠાશોભનાબેન બારૈયાતુષાર ચૌધરી
અમદાવાદ પૂર્વહસમુખ પટેલ
અમદાવાદ પશ્ચિમદિનેશ મકવાણાભરત મકવાણા
વડોદરાડૉ.હેમાંગ જોષીજશપાલસિંહ પઢિયાર
રાજકોટપુરુષોત્તમ રુપાલા
પોરબંદરમનસુખ માંડવિયાલલિત વસોયા
બનાસકાંઠારેખા ચૌધરીગેનીબેન ઠાકોર
ભાવનગરનિમુબેન બંભાણિયા-ઉમેશ મકવાણા
અમરેલીભરત સુતરીયાજેનીબેન ઠુમ્મર
મહેસાણાહરિભાઇ પટેલ
સુરેન્દ્રનગરચંદુભાઇ શિહોરાઋત્વીક મકવાણા
જૂનાગઢરાજેશ ચુડાસમાહીરાભાઇ જોટવા

આ પણ વાંચો - લોકસભા ચૂંટણી 2024 : સીઆર પાટીલે પેજ પ્રમુખોને આપી આવી સલાહ

Advertisment

મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, અમરેલીથી ભરત સુતરીયા, વડોદરાથી ડૉ.હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસની વાત કરવામાં આવે તો બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, પોરબંદરથી લલિત વસોયા, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, ગાંધીનગરથી સોનલ પટેલ, કચ્છથી નિતેષ લાલન, અમરેલીથી જેનીબેન ઠુમ્મર, સાબરકાંઠાથી તુષાર ચૌધરી, છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ, પાટણથી ચંદનજી ઠાકોર, જામનગરથી જેપી મારવિયા ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણી 2024 ગુજરાતી ન્યૂઝ ગુજરાત congress ભાજપ