Congress Announced 11 Candidates From Gujarat : લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 11 ઉમેદવારો પણ સામેલ છે. ગુજરાતમાં આ પહેલા કોંગ્રેસના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે કોંગ્રેસે 26 માંથી કુલ 18 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. ત્રીજી યાદીમાં કોંગ્રેસે અરુણાચલ પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની 57 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા
- પાટણથી ચંદનજી ઠાકોર
- સાબરકાંઠાથી ડૉ. તુષાર ચૌધરી
- આણંદથી અમિત ચાવડા
- અમરેલીથી જેનીબેન ઠુમ્મર
- ગાંધીનગરથી સોનલ પટેલ
- જામનગરથી જે પી મારવિયા
- ખેડાથી કાળુસિંહ ડાભી
- પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ
- દાહોદથી પ્રભાબેન તાવિયાડ
- છોટાઉદેપુરથી સુખરામ રાઠવા
- સુરતથી નિલેશ કુંબાની
આ પણ વાંચો – લિકર પોલિસી કેસમાં ઇડીની મોટી કાર્યવાહી, અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી
બહેરામપુર બેઠક પરથી અધીર રંજન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા
મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધા કૃષ્ણને કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી અધીર રંજન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. અધીર રંજન ચૌધરીનો ભારતના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સામે મુકાબલો થશે. આ બેઠક પર ટીએમસીએ યુસુફ પઠાણને ટિકિટ આપી છે. આ સિવાય કોંગ્રેસે ઉત્તર કોલકાતાથી પ્રદીપ ભટ્ટાચાર્ય, પુરુલિયાથી નેપાલ મહતો અને મહારાષ્ટ્રના સોલાપુરથી પરિણીતી શિંદેને ટિકિટ આપી છે.
પહેલા કોંગ્રેસે ગુજરાતના સાત ઉમેદવારના નામ જાહેર કર્યા હતા
આ પહેલા કોંગ્રેસે ગુજરાતના સાત ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. જેમાં કચ્છ (SC) બેઠક નીતિશ લાલન, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમ (SC) બેઠક ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી (ST) સિદ્ધાર્થ ચૌધરી અને વલસાડ (ST) બેઠક પર અનંત પટેલ અને અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જોકે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ અંગત કારણોસર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.