scorecardresearch

લોકસભા ચૂંટણી 2024: કેવી રીતે ચૂંટણી જીતવી? ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે નેતાઓ માટે ‘પાઠશાળા’નું આયોજન કર્યું

loksabha election 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાત (Gujarat) માં ભાજપા (BJP) એ તૈયારીઓ શરૂ કરી દીધી. ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે (CR Patil) વડોદરા (Vadodara) માં નેતાઓને પાઠ ભણાવ્યા કે, કેવી રીતે ચૂંટણીમાં મોટા વોટોના માર્જિનથી ચૂંટણી જીતી શકાય.

Gujarat BJP president CR Patil
સીઆર પીટીલે લોકસભા ચૂંટણી જીતવા નેતાઓનેમંત્ર આપ્યો

અદિતી રાજા : ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવા ઘણા રાજ્યો છે જ્યાં ભાજપ તમામ સીટો જીતવાનો પ્રયાસ કરી રહી છે. આમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, જ્યાં ભાજપનું લક્ષ્ય તમામ લોકસભા બેઠકો જીતવાનું છે. આ ક્રમમાં, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ) એ વડોદરામાં ‘સોશિયલ મીડિયા પાઠશાળા’ને સંબોધિત કરીને 5 લાખથી વધુ મતોના માર્જિનથી જીતવાનો મંત્ર સંભળાવ્યો હતો.

વડોદરાના એક હોલમાં એક કલાકનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં એક હજાર લોકોએ હાજરી આપી હતી અને તેનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. 2024ની લોકસભાની ચૂંટણીઓ પહેલા જે મોટા ધ્યેયની ચર્ચા કરવામાં આવી હતી, તે સુનિશ્ચિત કરવાનું હતું કે ભાજપની સમિતિઓ 74 લાખ પરિવારો અને 2.9 કરોડ મતદારો સુધી પહોંચે.”

ભાજપે 5 લાખથી વધુ મતોના માર્જિન સાથે લોકસભાની બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. યોગાનુયોગ વડોદરા લોકસભા બેઠક પર ભાજપ આ કામ કરી ચુક્યું છે. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી 5 લાખથી વધુ મતોથી જીત્યા હતા. વડોદરા છોડીને વારાણસી લોકસભા બેઠક જાળવી રાખ્યા પછી, ભાજપે ફરીથી વડોદરા માટે ઓક્ટોબર પેટાચૂંટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી અને પાર્ટીએ 2019 માં પણ તે જ પુનરાવર્તન કર્યું હતું.

ડિસેમ્બર 2022ની ચૂંટણીમાં, ભાજપે 156 બેઠકો સાથે ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી હતી. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, “ભાજપ પ્રબળ જાતિઓ અને સમિતિઓ તેમજ દરેક બૂથના મતદારોની અન્ય વિગતોથી પરિચિત હોવી જોઈએ. ગુજરાતમાં 1.45 કરોડ મકાનો છે. તેમાંથી અમે 71 લાખ પરિવારોમાંથી પેજ કમિટીના સભ્યો બનાવ્યા છે, જેમાંથી 2.01 કરોડ મતદાતાઓ છે, પરંતુ તેમાંથી આપણને (2022)માં 1.67 કરોડ વોટ મળ્યા છે. હવે આપણુ લક્ષ્ય વધારેમાં વધારે ઘરો સુધી પહોંચવાનું છે.

ઉદાહરણ તરીકે નવસારીમાં તેમની “ISO-પ્રમાણિત” અને “નિયમિત રીતે ઓડિટ કરાયેલ” ઓફિસના ચિત્રો બતાવતા, સીઆર પાટીલે જણાવ્યું હતું કે, કેવી રીતે ટીઆઈએન ઓપરેટરો ચૂંટણી ડેટા સાથે સ્ક્રીન પર દેખરેખ રાખે છે, અપડેટ કરે છે અને જરૂર પડ્યે પગલાં લે છે. તેમણે વધુમાં કહ્યું, “મારી પાસે મારા ફોન પર મારા સંસદીય ક્ષેત્રના 22 લાખ મતદારોનો ડેટા છે. કલેક્ટરની મતદાર યાદીમાં સુધારો થઈ શકશે નહીં, પરંતુ મારા રેકોર્ડમાં માહિતી અપડેટ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો હોય તો તેને પણ અપડેટ કરવામાં આવે છે.

આ પણ વાંચોકર્ણાટકમાં અમૂલ-નંદિની વિવાદ શું છે? ડેરી માર્કેટમાં બંને બ્રાન્ડની સરખામણી કેવી રીતે થાય છે?

સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, તેમની ઓફિસના રેકોર્ડમાં મતદારોના વ્યવસાયોની વિગતો પણ છે, જેમ કે તેઓ સહકારી મંડળીઓના સભ્યો છે કે શિક્ષકો, વેપારીઓ, ખેડૂતો, સામાજિક બૌદ્ધિકો, લેખકો અથવા તો કૂલી. સીઆર પાટીલે જણાવ્યું હતું કે, તેમના મતદારો સવારે 12.05 વાગ્યે સ્વયંસંચાલિત જન્મદિવસ અને વર્ષગાંઠની શુભેચ્છાઓ પ્રાપ્ત કરી શકે છે. તેણે તેમને કહ્યું કે, તે વ્યક્તિગત રીતે કૉલ્સ એટેન્ડ કરવાનો અને તેમને લખવાનો પણ પ્રયાસ કરે છે. સી.આર. પાટીલે કહ્યું કે, તેઓ પોતાની સીટ પર એકલા રહેતા ઓછામાં ઓછા એક લાખ મતદારોને લાગણીના સારા પત્રો મોકલે છે અને આ ડેટા સિસ્ટમ એક જાદુ છે. જ્યારે તમે ચૂંટણી લડવા માટે આવી વિગતો સાથે જાઓ છો, ત્યારે કોઈ તમને હરાવી શકશે નહીં.

Web Title: Lok sabha elections 2024 how win elections gujarat bjp president cr patil pathshala vadodara

Best of Express