વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ વડનગરને સમાવતો મહેસાણા લોકસભા મત વિસ્તાર ભાજપ માટે ખાસ છે. ભાજપની વિકાસ ગાથામાં મહેસાણા સુવર્ણ અક્ષરે લખાયેલું છે. મહેસાણા બેઠકે દેશને પ્રથમ ભાજપી સાંસદ આપ્યા છે. જે પછી દેશમાં ભાજપનો સુવર્ણ કાળ શરુ થયો છે. મહેસાણા લોકસભા મત વિસ્તાર ભાજપનો ગઢ છે. લોકસભા ચૂંટણી 2024 માટે પણ જંગી બહુમત સાથે જીતવા ભાજપ પ્રબળ દાવેદાર છે. આવો જાણીએ મહેસાણા લોકસભા બેઠક ચૂંટણી પરિણામ અને ઈતિહાસ.
મહેસાણા જિલ્લામાં મહેસાણા, કડી, ઊંઝા, વિસનગર, ખેરાલુ, બેચરાજી અને વિજાપુર એમ સાત વિભાનસભા મત વિસ્તાર છે. મહેસાણા લોકસભા મત વિસ્તારની વાત કરીએ તો ખેરાલુ વિસ્તાર પાટણ બેઠકમાં સમાવિષ્ટ છે તો ગાંધીનગરના માણસા મત વિસ્તાર મહેસાણા લોકસભા બેઠક મત વિસ્તારમાં સમાવિષ્ટ છે.
મહેસાણાની તમામ બેઠકો પર હાલ ભાજપનો ભગવો લહેરાય છે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસના સી જે ચાવડા વિજેતા થયા હતા. જોકે એમણે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે. લોકસભા ચૂંટણીની સાથોસાથ આ પેટા ચૂંટણી પણ થઇ રહી છે. વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સી જે ચાવડા ભાજપના ઉમેદવાર છે.
મહેસાણા લોકસભા બેઠક મત વિસ્તાર – ભાજપનો ભગવો
ક્રમ વિધાનસભા બેઠક જિલ્લો ધારાસભ્ય પાર્ટી 1 ઊંઝા મહેસાણા કે કે પટેલ ભાજપ 2 વિસનગર મહેસાણા ઋષિકેશ પટેલ ભાજપ 3 બેચરાજી મહેસાણા સુખાજી ઠાકોર ભાજપ 4 કડી મહેસાણા કરશનભાઇ સોલંકી ભાજપ 5 મહેસાણા મહેસાણા મુકેશ પટેલ ભાજપ 6 વિજાપુર મહેસાણા સી જે ચાવડા રાજીનામું આપી ભાજપમાં જોડાયા 7 માણસા ગાંધીનગર જ્યંતિભાઇ પટેલ ભાજપ
મહેસાણા લોકસભા ચૂંટણી 2024 ભાજપ કોંગ્રેસ સહિત 6 ઉમેદવાર
લોકસભા ચૂંટણી 2024 મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર સહિત કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય હરીભાઇ પટેલ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર પણ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાટીદાર અનામત આંદોલન સમયે ઠાકોર સેનાના નેતા તરીકે લાઇમ લાઇટમાં આવ્યા હતા.
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 હરીભાઇ પટેલ ભાજપ 2 રામજી ઠાકોર કોંગ્રેસ 3 અમૃતલાલ મકવાણા બસપા 4 પ્રકાશકુમાર ચૌહાણ અખિલા વિજય પાર્ટી 5 વિક્રમસિંહ ઝાલા રાષ્ટ્ર નિર્માણ પાર્ટી 6 મનુભાઈ પટેલ અપક્ષ
મહેસાણા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2019 : શારદાબેન પટેલ વિજેતા
લોકસભા ચૂંટણી 2019 માં મહેસાણા બેઠક પર ભાજપે ગુજરાતના પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલ પટેલના પત્ની શારદાબેન પટેલ ને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા. શારદાબેન પટેલ વિજયી બન્યા હતા. તેમણે કોંગ્રેસના એ જે પટેલને અઢી લાખ કરતાં વધુની લીડ સાથે હરાવ્યા હતા. શારદાબેન પટેલને 60.96 ટકા જન મત એટલે કે 6,59,525 મત મળ્યા હતા. જ્યારે હરીફ કોંગ્રેસ ઉમેદવાર એ જે પટેલને 36.94 ટકા એટલે કે 3,78,006 મત મળ્યા હતા.
ક્રમ ઉમેદવાર પાર્ટી મળેલ મત ટકા 1 શારદાબેન પટેલ ભાજપ 6,95,525 60.96 2 એ જે પટેલ કોંગ્રેસ 3,78,006 36.94 3 નોટા 12,067 1.12 4 ચૌહાણ પ્રહલાદભાઇ નટુભાઇ બસપા 9,512 0.88 5 રાઠોડ ગુલાબસિંહ અપક્ષ 5221 0.48
આઝાદી પછી દેશમાં કોંગ્રેસનું શાસન હતું. ગુજરાત સહિત દેશમાં ભાજપનું જાણે કોઇ નામો નિશાન નહતું. પરંતુ લોકસભા ચૂંટણી 1984 માં ભારતીય જનતા પાર્ટીને દેશમાંથી બે બેઠક પર વિજય મળ્યો છે. જેમાં એક બેઠક મહેસાણા બેઠક હતી. મહેસાણા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ઉમેદવાર એ કે પટેલ હરીફ કોંગ્રેસના ઉમેદવાર સાગર રાયકા સામે જીત્યા હતા. એ.કે. પટેલની આ જીત સાથે દેશમાં પણ ભાજપનો દબદબો ઉત્તરોત્તર વધતો હતો.
ક્રમ ચૂંટણી વર્ષ વિજેતા પાર્ટી 1 1952 ( બે સભ્યો માટે ચૂંટણી) કિલાચંદ તુળશીદાસ (મહેસાણા પશ્વિમ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શાંતિલાલ પરીખ (મહેસાણા પૂર્વ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 2 1957 પુરષોત્તમદાસ રણછોડદાસ પટેલ સ્વતંત્ર 3 1962 માનસિંહ પૃથ્વીરાજ પટેલ કોંગ્રેસ 4 1967 આર જે અમીન સ્વતંત્ર પક્ષ 5 1971 નટવરલાલ અમૃતલાલ પટેલ કોંગ્રેસ 6 1977 મણીબેન વલ્લભાઇ પટેલ જનતા પાર્ટી 7 1980 મોતીભાઇ ચૌધરી જનતા પાર્ટી 8 1984 એ કે પટેલ ભાજપ 9 1989 એ કે પટેલ ભાજપ 1991 એ કે પટેલ ભાજપ 1996 એ કે પટેલ ભાજપ 1998 એ કે પટેલ ભાજપ 1999 આત્મારામ મગનભાઇ પટેલ કોંગ્રેસ 2002 પૂંજાજી સદાજી ઠાકોર ભાજપ 2004 જીવાભાઇ અંબાલાલ પટેલ કોંગ્રેસ 2009 જયશ્રી બેન પટેલ ભાજપ 2014 જયશ્રી બેન પટેલ ભાજપ 2019 શારદાબેન પટેલ ભાજપ
મહેસાણા લોકસભા બેઠક ચૂંટણી પરિણામ 2014
ક્રમ ઉમેદવાર પાર્ટી મળેલ મત મત ટકા 1 જયશ્રીબેન પટેલ ભાજપ 5,80,250 56.63 2 જીવાભાઇ અંબાલાલ પટેલ કોંગ્રેસ 3,71,359 32.59 3 કેવલજી ઠાકોર બસપા 9,766 0.95 4 નોટા 20,333 1.98
મહેસાણા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2009
ક્રમ ઉમેદવાર પાર્ટી મળેલ મત મત ટકા 1 જયશ્રીબેન પટેલ ભાજપ 3,34,598 48.31 2 જીવાભાઇ અંબાલાલ પટેલ કોંગ્રેસ 3,13,033 45.15 3 લાલજીભાઇ પટેલ અપક્ષ 12,063 1,74 4 ઝાલા રુદ્રદત્તસિંહ વનરાજસિંહ બસપા 9,065 1.31





