/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Risking-Life-for-Make-a-Reel-video-Gujarat.jpg)
રીલ બનાવવાના ચક્કરમાં ગુજરાતના દરીયામાં મહિનદ્રા થાર સાથે યુવકો ફસાયા
VIDEO : ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે કંઈપણ અને જાત જાતનો વીડિયો બનાવવાની વધતી જતી ઘેલછા સાથે, કન્ટેન્ટ ક્રિએટર્સ નો એક વર્ગ તેમના જીવને જોખમમાં મૂકીને ના કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જીવલેણ કારના સ્ટંટથી લઈને ઈમારતો પર લટકવા સુધી, ઈન્ટરનેટ પર બધુ જ જોવા માળી રહ્યું છે.
ગુજરાતમાં બે મહિન્દ્રા થાર વાહનો સાથે સ્ટંટ કરવાનો પ્રયાસ કરતી વખતે દરિયામાં ફસાયેલા યુવાનોનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, આ ઘટના કચ્છના ભદ્રેશ્વરમાં બની હતી.
વાયરલ વીડિયોમાં લાલ અને સફેદ થાર વાહનો સાથે સમુદ્રના જોરદાર પ્રવાહમાં ફસાયેલા છોકરાઓના એક ગ્રુપને જોઈ શકાય છે. X પર વિડિયો શેર કરતાં યુઝર પ્રિયા સિંહે લખ્યું, “છોકરાઓનું આ ગ્રુપ દરિયામાં સ્ટંટ કરવા ગુજરાત આવ્યું હતું. પરંતુ જ્યારે સમુદ્રે તેનો જાદુ બતાવ્યો, ત્યારે તેઓ ફરીથી હોશમાં આવી ગયા. "ઘણી જહેમત બાદ, સ્થાનિક લોકોની મદદથી વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા."
વાયરલ વીડિયો અહીં જુઓ:
रील के चक्कर में इन्होंने अपनी थार मजधार में फँसा ली.
लड़कों का यह समूह गुजरात में समुद्र में स्टंट करने पहुंचा था. लेकिन जब समुद्र ने अपना खेल दिखाया तो इनका दिमाग़ ठिकाने आ गया. बहुत मशक्त के बाद स्थानीय लोगों की मदद से गाड़ियाँ निकाली गईं. pic.twitter.com/BAS477NOpo— Priya singh (@priyarajputlive) June 23, 2024
23 જૂનના રોજ શેર કરવામાં આવેલ આ વિડિયોને 70,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે કારણ કે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોમાં પોતાનો જીવ જોખમમાં મૂકવા બદલ છોકરાઓના ગ્રુપની ટીકા કરી હતી. તેના જવાબમાં એક યુઝરે લખ્યું કે, રીલ પર પ્રતિબંધ મુકવો જોઈએ. અન્ય યુઝરે ટિપ્પણી કરી, "જો તમે કુદરત સાથે મજાક કરો છો તો આવું જ પરિણામ આવે છે."
ત્રીજા યુઝર્સે જવાબ આપ્યો કે, જીવ જોખમમાં મુકતા લોકો સામે "જરૂરી પગલાં લઈ દાખલો બેસાડવો જોઈએ."
ગયા અઠવાડિયે, પુણેના જામભૂલવાડીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે એક ત્યજી દેવાયેલી ઇમારતમાં ખતરનાક સ્ટંટ કરી રહેલા યુવાનોનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં એક છોકરી છત પરથી લટકતી જોવા મળી રહી છે, જ્યારે એક નાનો છોકરો તેને પડવાથી બચાવવા માટે તેનો હાથ પકડી રહ્યો હતો.
આ પણ વાંચો - રીલ બનાવવાના ચક્કરમાં ગયો જીવ! Video વાયરલ, 23 વર્ષની છોકરી તેની કાર સાથે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી
આ સિવાય ચાર દિવસ પહેલા મહારાષ્ટ્રમાં એક યુવતી કાર ચલાવવાનો સ્ટંટ કરે છે, અને કાર ઊંડી ખીણમાં ખાબકે છે, જેમાં યુવતી જીવ ગુમાવે છે. આ ઘટના મહારાષ્ટ્રના ઔરંગાબાદના સંભાજીનગરનો હતો. આ સિવાય પણ ભૂતકાળમાં રીલ બનાવવાના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us