મહુવા માલણ નદીમાં એક જ પરિવારના ચાર યુવકો ડુબ્યા: ત્રણના મોત, એકની શોધ ચાલુ, રૂપાવટી ગામમાં શોકનો માહોલ

Mahuva Malan river Four youths drowned death : મહુવાના નાનાજાદરા લખુપુરા વચ્ચે પસાર થઈ માલમ નદીમાં ચાર યુવકો નાહ્વા પડ્યા હતી અને ડુબી ગયા, ત્રણના મૃતદેહ મળ્યા એકની શોધ ચાલુ.

Mahuva Malan river Four youths drowned death : મહુવાના નાનાજાદરા લખુપુરા વચ્ચે પસાર થઈ માલમ નદીમાં ચાર યુવકો નાહ્વા પડ્યા હતી અને ડુબી ગયા, ત્રણના મૃતદેહ મળ્યા એકની શોધ ચાલુ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Mahuva Malan river Four youths drowned death

મહુવા માલણ નદીમાં ચાર યુવકો ડુબ્યા

ભાવનગરના મહુવાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહુવાની માલમ નદીમાં નાહ્વા પડેલા ચાર યુવકો ડુબી જતા ત્રમના મોત થયા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે. પોલીસ અધિકારીઓ સહિત વહીવટી અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવા તાલુકાના નાનાજાદરા અને લખુપુરા વચ્ચે ચાર યુવકો માલણ નદીમાં નાહ્વા પડ્યા હતા, અને અચાનક ડુબવા લાગ્યા. લોકો કઈ સમજે તે પહેલા જ ચારે ડુબી ગયા. તંત્રએ ત્રણ લોકોના મૃતદેહ શોધી કાઢ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, મહુવાના નાનાજાદરા લખુપુરા વચ્ચે પસાર થઈ માલમ નદીમાં ચાર યુવકો નાહ્વા પડ્યા હતા. વારાફરથી અચાનક બધા ડુબવા લાગ્યા, પરંતુ કોઈ બચાવે તે પહેલા જ પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોને જાણ થતા તંત્રને જાણ કરવામાં આવી. બચાવવ ટીમે તુરંત રેસક્યુ શરૂ કર્યું. હાલમાં ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધ ચાલુ છે.

સૂત્રો અનુસાર, ચારે યુવકો નજીકના રૂપાવટી ગામના હતા, અને નાહ્વા પડ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, મૃતકોમાં ત્રમ સગાભાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે એક પિતરાઈ ભાઈ છે, એટલે કે ચારે યુવકો એક જ પરિવારના હતા, અને બધા જ ડુબી જતા પરિવારમાં તથા રૂપાવટી ગામમાં શોકનો માહોલ છવાયો. ચારે લોકો મકાનના બાંધકામ કામ માટે આવ્યા હતા, અને નાહ્વા પડ્યા હતા.

Advertisment

આ પણ વાંચો - જામનગર મોટી દુર્ઘટના : સપડા ડેમમાં નાહ્વા પડ્યો પરિવાર, બે મહિલા સહિત પાંચના મોત

ઘટનાની જાણ થતા તાલુકા મામલતદાર સહિત ડીવાયએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. તમામ મૃતકને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારના યુવકોના મોત થતા પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ભાવનગર અકસ્માત ગુજરાત