ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, પ્રચંડ બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત

Ankleshwar GIDC blast : કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. બ્લાસ્ટની ઘટના બનતાં દોડધામ મચી જવા પામી હતી

Ankleshwar GIDC blast : કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. બ્લાસ્ટની ઘટના બનતાં દોડધામ મચી જવા પામી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ankleshwar GIDC blast, Ankleshwar GIDC

Ankleshwar GIDC blast: ભરૂચની અંકલેશ્વર GIDCમાં બ્લાસ્ટ થતા ચારનાં મોત (તસવીર - સોશિયલ મીડિયા)

Ankleshwar GIDC blast : ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. મળતી માહિતી પ્રમાણે ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચારનાં મોત થયાના અહેવાલ છે. પોલીસ અને ફેક્ટરી ઈન્સપેક્ટરની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Advertisment

બ્લાસ્ટ થતા દોડધામ મચી

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતાં દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનો અંદાજ

કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવાયું છે. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા વડોદરામાં IOCLમાં બ્લાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યાં હતા.

Advertisment
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ગુજરાત