scorecardresearch

મલ્લિકાર્જુન ખડગેની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તાજપોશી, ગુજરાતમાં થશે ‘અગ્નિ પરિક્ષા’, 10 પોઈન્ટ્સ

કોંગ્રેસના અધ્યક્ષપદ (Congress President) નો આજે સત્તાવાર રીતે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ કાર્યભાર સંભાળી લીધો છે. હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election) અને હિમાચલ પ્રદેશની ચૂંટણી (Himachal Pradesh Election) માં કોંગ્રેસને જીત અપાવવી એક તેમના માટે અગ્નિપરીક્ષા રહેશે.

મલ્લિકાર્જુન ખડગેની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તાજપોશી
મલ્લિકાર્જુન ખડગેની કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તાજપોશી

Mallikarjun Kharge Congress President: મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે (26 ઓક્ટોબર, 2022) લગભગ અઢી દાયકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ બિન-ગાંધી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો. પદ સંભાળતા પહેલા ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તો, ખડગેના રાજ્યાભિષેક પર પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલે કહ્યું કે, ખડગેની નીતિઓ પંડિત જવાહરલાલ નેહરુની નીતિઓ જેવી હશે. આપણે લોકશાહી અને સમાજવાદને મજબૂત બનાવવો પડશે, જાતિ પ્રથાને ખતમ કરવી પડશે. આમાં કેટલીક નવી નીતિઓનો પણ સમાવેશ થઈ શકે છે. ગયા અઠવાડિયે યોજાયેલી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ખડગેએ શશિ થરૂર સામે મોટા અંતરથી હરાવીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી કબજે કરી હતી. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીનું સ્થાન લેશે.

1. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, હું પાર્ટીના નવા અધ્યક્ષ ખડગે જીને અભિનંદન આપું છું. પરિવર્તન એ વિશ્વનો નિયમ છે. કોંગ્રેસને ભૂતકાળમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મને ખાતરી છે કે, અમે સમસ્યાઓનો ઉકેલ લાવીશું. તેમણે કહ્યું કે, સૌથી મોટો સંતોષ એ છે કે જેઓ પ્રમુખ તરીકે ચૂંટાયા છે તેઓ અનુભવી અને ડાઉન ટુ અર્થ લીડર છે. એક સાધારણ કાર્યકર તરીકે કામ કરીને તેઓ પોતાની મહેનત અને સમર્પણથી આ ઊંચાઈએ પહોંચ્યા છે.
2. ખડગેએ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ મોદી અને સરકારને પડકારી શકે છે. તેમણે કહ્યું કે, આજે એક નવી શરૂઆત છે. અમે મલ્લિકાર્જુન ખડગેને અભિનંદન આપીએ છીએ અને પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરીશું. ગેહલોતે કહ્યું કે, સોનિયાજીએ જે નિર્ણય લીધો કે બિન-ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બને અને ખડગેજી બન્યા, તો તેને સફળ બનાવવા અને પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી આપણા બધાની છે.
3. કાર્યક્રમ પહેલા કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ તેમની સાથે થોડો સમય વિતાવવા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાને ગયા હતા. પીટીઆઈ અનુસાર, ખડગેના સુરક્ષા કર્મચારીઓ અને કાર્યકરોએ કોંગ્રેસ અધ્યક્ષના કાર્યાલય અને AICC મુખ્યાલયના લૉનમાં છેલ્લી ઘડીની વ્યવસ્થા કરી હતી.
4. 2024ની લોકસભા ચૂંટણી પહેલા 11 રાજ્યોમાં ચૂંટણી યોજાશે અને ખડગે સમક્ષ પાર્ટી માટે ઓછામાં ઓછા મોટા રાજ્યો જીતવા સૌથી મોટી પરીક્ષા હશે. હિમાચલ અને ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ શું છે. પાર્ટીના નવા અધ્યક્ષ ખડગે આ અંગે શું પગલાં ભરે છે. આના પર પણ તમામની નજર રહેશે.
5. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, હું ઉદયપુર ઘોષણાપત્ર જાહેર કરીશ. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે તો તેઓ યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓના પ્રશ્નો હલ કરવાનો પ્રયાસ કરશે.
6. કોંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે પદભાર સંભાળશે. તેઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં સવારે 10:30 વાગ્યે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલયમાં અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે.
7. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં શશિ થરૂરે મલ્લિકાર્જુન ખડગે સામે દાવો કર્યો હતો. આ ચૂંટણીમાં ખડગેએ શશિ થરૂરને 6,825 મતોથી હરાવ્યા હતા.
8. ખડગેને 7897 મત મળ્યા. જ્યારે શશિ થરૂરના ખાતામાં 1072 વોટ આવ્યા. મલ્લિકાર્જુન ખડગેમાં કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહાર અધ્યક્ષ મળ્યો છે.
9. અગાઉ સીતારામ કેસરી કોંગ્રેસના બિન-ગાંધી અધ્યક્ષ હતા. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં પ્રમુખ પદ માટે 6ઠ્ઠી વખત ચૂંટણી યોજાઈ હતી.
10. કર્ણાટકમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. અહીં ભાજપ આંતરિક કલહથી લડી રહી છે. આવી સ્થિતિમાં મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષ બનવાથી પાર્ટીને કોંગ્રેસને ફાયદો થઈ શકે છે.

Web Title: Mallikarjun kharge congress president gujarat election agni pariksha 10 points

Best of Express