Mamlatdar Transfer - DY Mamlatdar Promotion : ગુજરાત રેવન્યુ વિભાગમાં મોટા પાયે ફેરફાર, 55 મામલતદારની બદલી, તો 162 નાયબ મામલતદારને પ્રમોશન

ગુજરાત સરકારે ગઈકાલે મોડી રાત્રે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં 55 મામલદારની બદલી અને 162 નાયબ મામલતદારના પ્રમોશનના ઓર્ડર આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા એક સાથે આટલા મોટા ફેરફારની ચર્ચા રાજ્યભરમાં શરૂ થઈ ગઈ છે.

ગુજરાત સરકારે ગઈકાલે મોડી રાત્રે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં 55 મામલદારની બદલી અને 162 નાયબ મામલતદારના પ્રમોશનના ઓર્ડર આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા એક સાથે આટલા મોટા ફેરફારની ચર્ચા રાજ્યભરમાં શરૂ થઈ ગઈ છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Mamlatdar transfer and dy mamlatdar promotion Order

55 મામલતદાર બદલી, 162 નાયબ મામલતદાર પ્રમોશન (ફાઈલ ફોટો)

Mamlatdar transfer and dy mamlatdar promotion Order : લોકસભા ચૂંટણી 2023 પહેલા ગુજરાત મહેસુલ વિભાગમાં મસ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે ગૃહ વિભાગ બાદ હવે રેવન્યુ વિભાગમાં બદલી અને બઢતીના ઓર્ડર કરી મોટા ફેરફાર કર્યા છે. જેમાં 55 મામલતદારોની બદલી કરવામાં આવી છે, તો 162 નાયબ મામલતદારોને પ્રમોશન આપવામાં આવ્યું છ, જેને પગલે કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારે ગઈકાલે મોડી રાત્રે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં 55 મામલદારની બદલી અને 162 નાયબ મામલતદારના પ્રમોશનના ઓર્ડર આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા એક સાથે આટલા મોટા ફેરફારની ચર્ચા રાજ્યભરમાં શરૂ થઈ ગઈ છે. 55 મામલતદાર (વર્ગ -2) અધિકારીઓની બદલી થઈ છે, જ્યારે 162 (વર્ગ-3) અધિકારીઓને (વર્ગ-20નું પ્રમોશન ફાળવવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, બનાસકાંઠામાં નાયબ મામલતદાર પંકજ બી. મોદીને બનાસકાંઠાથી સુરતના મજૂરા ખાતે મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું, તો છગનસિંહ ડોડિયાને પાટણ, નવિનચંદ્ર પટેલને સાણંદ, તેજાભાઈ ચૌધરીને સાબરકાંઠા વડાલી, કિશનભાઈ ચૌધરીને ગાંધીનગરના માણસામાં, રમેશભાઈ નોગાસને મહેસાણાના જોટાણામાં, દિનેશકુમાર પરમારને ગાંધીધામ, વસંતકુમાર પટેલને ચોટિલા, વિનોદકુમાર ગોકલાણીને કચ્છના માંડવી તો રેખાબેન રાવલની મહેસાણાના ઊંઝામાં મામલતદાર તરીકે પ્રમોશન આપી બદલી કરવામાં આવી છે, આ સિવાય લગભગ તમામ જિલ્લામાંથી નાયબ મામલતદારને વર્ગ-3માંથી વર્ગ-2માં પ્રમોશન આપવામાં આવ્યું છે.

162 નાયબ મામલતદાર બઢતી સાથે બદલી - જુઓ કોણ ક્યાં ગયા

55 મામલતદાર બદલી - જુઓ કોણ ક્યા ગયા

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 7 ઓક્ટોબરે 69 નાયબ કલેક્ટરની બદલી કરવામાં આવી હતી, જ્યારે 69 મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યા હતા. તે સમયે મહેસુલ વિભાગે 138 અધિકારીઓની બદલી કરી હતી. આજ સમયે મામલદારોની બદલી અને નાયબ મામલતદારોની બઠતીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી, જેનો ગઈકાલે આદેશ થતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે.

આ પણ વાંચો - Jio Space Fiber | રિલાયન્સ જિયોનો નવો ધડાકો : ‘Jio Space Fiber’ ટેક્નોલોજી લોન્ચ, ઉપગ્રહથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, ગીરના જંગલમાં પણ હાઈ-સ્પીડ ઈન્ટરનેટ મળશે

તો 27 જુલાઈના રોજ ગૃહ વિભાગે 65 સિનિયર આઈપીએસ સહિત 70પોલીસ અધિકારીઓની બદલી કરી હતી.

Advertisment
બનાસકાંઠા ગુજરાતી ન્યૂઝ Surat અમદાવાદ ગુજરાત