scorecardresearch

મનસુખ માંડવિયા રાજકીય સફર: ભાજપના કાર્યકરથી લઈ કોવિડ સમયમાં આયોજક અને આરોગ્ય મંત્રી સુધી ‘વિનમ્ર’

Mansukh Mandaviya political journey : મનસુખ માંડવીયા ભાજપ (BJP) ના એક વિનમ્ર કાર્યકરની છાપ ધરાવે છે, અને ઝડપી પ્રગતિ કરનાર નેતા છે. તો જોઈએ તેમની વિદ્યાર્થી નેતા (Student Leader) થી લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી (central Health Minister) સુધીની સફર

મનસુખ માંડવિયા રાજકીય સફર: ભાજપના કાર્યકરથી લઈ કોવિડ સમયમાં આયોજક અને આરોગ્ય મંત્રી સુધી ‘વિનમ્ર’
મનસુખ માંડવીયા – કેન્દ્રીય આરોગ્ય મંત્રી (Express file photo by Amit Mehra)

ગોપાલ કટેસિયા : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને વિવાદનો સામનો કરવો પડ્યો હતો, તેમને તેમની ભારત જોડો મુલાકાત દરમિયાન “તમામ COVID-19 માર્ગદર્શિકા” નું પાલન કરવા અથવા “રાષ્ટ્રીય હિતમાં” આ મુલતવી રાખવા જણાવ્યું હતું. 50 વર્ષીય માંડવિયા હાલમાં ખુબ ચર્ચામાં છે કારણ કે ચીન અને અન્ય દેશોમાં વધતા કોરોનાવાયરસ કેસને પગલે દેશમાં સંભવિત કોવિડ ખતરો વધવાની શક્યતા છે.

રસપ્રદ વાત એ છે કે, માંડવિયા તેમના પાલીતાણા મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય (2002-2007) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બે પદયાત્રાઓને કારણે ગુજરાતમાં પ્રથમ વખત પ્રસિદ્ધિ પામ્યા હતા. 2002માં ગુજરાત વિધાનસભામાં સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ, માંડવીયાએ 2004માં પાલિતાણાના 45 ગામોમાં કન્યા કેળવણી અંગે જાગૃતિ લાવવા માટે 123 કિલોમીટરની કન્યા કેળવણી જ્યોત પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે 2006માં તેમના મતવિસ્તારમાં આ જ રીતે ડ્રગ્સના દુરુપયોગ સામે આવી જ પદયાત્રા કરી હતી. 2019 માં, કેન્દ્રીય મંત્રી તરીકે, તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે બીજી પદયાત્રાનું નેતૃત્વ કર્યું, જેમાં તેમના ગૃહ ભાવનગર જિલ્લાના 150 ગામોને આવરી લેવામાં આવ્યા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા, માંડવિયા 40 વર્ષની ઉંમરે રાજ્યસભાના સભ્ય બન્યા. તેમણે 2015 માં સંયુક્ત રાષ્ટ્રસંઘના કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેમણે ટકાઉ વિકાસ પર ભાષણ આપ્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં રશિયા-યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી, માંડવિયા, જેઓ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સના કેન્દ્રીય પ્રધાન પણ હતા, જેને પગલે 25મી આંતરરાષ્ટ્રીય આર્થિક મંચમાં હાજરી આપવા માટે સેન્ટ પીટર્સબર્ગમાં હતા. તેઓ ગુજરાતી ઉદ્યોગપતિઓને “તત્કાલ તક ઝડપી લેવા” સલાહ આપવા પાછા ફર્યા હતા કારણ કે યુરોપિયન કંપનીઓ રશિયામાંથી બહાર નીકળી રહી હતી.

ગુજરાતના ભાવનગર જિલ્લાના હનોલ ગામના ખેડૂત પુત્ર, માંડવીયાએ 1992માં આરએસએસની વિદ્યાર્થી પાંખ એબીવીપી અને 1996માં ભાજપ યુવા મોરચામાં જોડાયા ત્યારથી જબરદસ્ત પ્રગતિ કરી છે.

ગુજરાત ભાજપમાં ઘણા લોકો માંડવિયાની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન તરીકેની પદવીને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા મોદીના ગૃહ રાજ્યમાંથી નેતૃત્વની બીજી લાઇન બનાવવાની બિડ તરીકે, PM મોદીના તેમનામાં વધતા વિશ્વાસ સાથે જુએ છે. ગુજરાતમાં જ્યારે પણ નેતૃત્વ પરિવર્તનની ચર્ચા થાય છે ત્યારે માંડવીયાનું નામ સંભવિત મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સામે આવે છે.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, માંડવિયાની યુએસપી તેમની સંગઠનાત્મક કુશળતા અને ભગવા પક્ષના નેતૃત્વ સમક્ષ પોતાને “વિનમ્ર કાર્યકર” તરીકે રજૂ કરવાની તેમની ક્ષમતા છે. “પક્ષ રાજકીય ગણતરીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ટિકિટ આપે છે અને આ વાતાવરણમાં જીતી શકે તેવા લોકોને પસંદ કરે છે. આથી માંડવિયાને માત્ર એક જ વાર વિધાનસભા ચૂંટણી લડવાની તક મળી. જો કે, તેમણે પોતાને એક સારા આયોજક બનાવ્યા જે પાર્ટીનો વિશ્વાસ જીતી શકે.

વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, માંડવિયાએ અગાઉના કેશુભાઈ પટેલની સરકાર તેમજ નરેન્દ્ર મોદી યુગના ભાજપના નેતાઓનો વિશ્વાસ જીતવાની વ્યવસ્થા કરીને “અભૂતપૂર્વ અનુકૂલનક્ષમતા” દર્શાવી છે. તેમણે કહ્યું, “તેઓ પાર્ટીમાં ફિટ થઈ શકે જ્યારે નેતૃત્વ સંગઠનલક્ષી હતું અને કેશુભાઈ યુગ પછી ભાજપના બદલાયેલા સેટ-અપમાં મુખ્ય વ્યક્તિ તરીકે ઉભરી આવવા માટે નોંધપાત્ર અનુકૂલનક્ષમતા દર્શાવી હતી.” ગુજરાતમાં, જ્યારે પણ કોઈ પક્ષ તેના મુખ્ય પ્રધાનને બદલે છે, ત્યારે સંભવિત મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર પક્ષની અંદર જે મહત્વ ધરાવે છે તે દર્શાવે છે. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકેની તેમની પદવી એ ભાજપના નેતૃત્વમાં તેમના પરના વિશ્વાસનો પુરાવો છે.

PM મોદીએ જુલાઈ 2021 માં જ્યારે દેશ નવી કોવિડ લહેર સામે લડી રહ્યો હતો ત્યારે તેમના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કરીને માંડવિયાને આરોગ્ય પોર્ટફોલિયો ફાળવ્યો હતો. તેમને હર્ષવર્ધનના સ્થાને આરોગ્ય મંત્રી બનાવ્યા, જેમને કેબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. રાસાયણિક અને ખાતર રાજ્ય પ્રધાન તરીકેના તેમના અગાઉના કાર્યકાળથી માંડવિયાને કેબિનેટ રેન્કમાં પણ બઢતી આપવામાં આવી હતી.

ત્યારે તેમની પાસે આરોગ્ય ક્ષેત્રને સંભાળવાનો કોઈ અનુભવ નહોતો, પરંતુ રસાયણ અને ખાતર તેમજ બંદરો અને શિપિંગ રાજ્ય પ્રધાન તરીકે, માંડવિયાએ કોવિડ મહામારી દરમિયાન આવશ્યક દવાઓ અને ઓક્સિજનનો અવિરત પ્રવાહ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક કિસ્સો એ છે કે જ્યારે ગુજરાત 2021માં રિમડેસિવીરની અછતમાંથી પસાર થયું હતું, ત્યારે તેમણે ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ સાથે એન્ટિ-વાયરલ દવાનું વેચાણ ફરી શરૂ કરવા અને બાદમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે વાત કરી હતી. ઉપરાંત, બંદરોને ઓક્સિજન અને સંબંધિત સાધનો વહન કરતા જહાજો માટેના તમામ શુલ્ક માફ કરવા અને તેમના બર્થિંગને પ્રાથમિકતા આપવા માટે કહેવામાં આવ્યું હતું.

એક શાંત ભાજપના કાર્યકર તરીકે ઓળખવામાં આવતા, માંડવિયાને 2014માં ગુજરાત માટે પાર્ટીના સભ્યપદ અભિયાનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, જ્યારે રાજ્ય એકમે 1.14 કરોડ નવા સભ્યોની નોંધણી કરી હતી, જે કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે.

રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતક, માંડવિયા 2012 માં તેમની પ્રથમ મુદત માટે ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2018 માં રાજ્યમાંથી ઉચ્ચ ગૃહમાં ફરીથી ચૂંટાયા હતા. તેમને મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતા.

2016 માં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શિપિંગ અને કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી તરીકે. આ તેમના કાર્યકાળ દરમિયાન હતું

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો, સસ્તા દરે વેચાતી જેનરિક દવાઓ ફાર્મસી સ્ટોર શરૂ કરવામાં આવ્યા હતા.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ સત્તા પર પાછા ફર્યા પછી, માંડવિયાએ રસાયણ અને ખાતરના જુનિયર મંત્રી તરીકે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગોના સ્વતંત્ર હવાલો સાથે MoS તરીકે તેમનો બર્થ જાળવી રાખ્યો હતો.

આ પણ વાંચોCovid-19 in India: ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, કોરોનાને રોકવા કેન્દ્રનો નિર્ણય

તેઓ પાટીદાર સમુદાયના લેઉવા પટેલ પેટાજાતિ જૂથ સાથે સંકળાયેલા છે, જે સૌરાષ્ટ્રના ઘણા મતવિસ્તારો પર પ્રભુત્વ ધરાવે છે, માંડવીયાનો ભાજપમાં ઉદય પૂર્વ રાજ્ય પક્ષના વડા રાજેન્દ્રસિંહ રાણા અને પૂર્વ ગૃહ પ્રધાન મહેન્દ્ર ત્રિવેદી જેવા દિગ્ગજો સાથે થયો હતો, જેઓ ભાવનગરના છે. જિલ્લો, મુખ્ય પ્રવાહના સંગઠનમાંથી બહાર નીકળી રહ્યો છે.

(ભાષાંતર – કિરણ મહેતા)

Web Title: Mansukh mandaviya political journey history start yatras bjp worker to central health minister covid time

Best of Express