આદિવાસી નેતા અને ભરૂચ મતવિસ્તારમાંથી છ વખતના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શુક્રવારે ટ્વીટ કર્યું હતું. જેમાં તેને લખ્યું હતું કે, ‘ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમની પુત્રી માટે ટિકિટ માંગી હતી, પરંતુ પાર્ટીએ ઇનકાર કરતા કહ્યું હતુ કે તેઓ તેમની દીકરીને ટિકીટ નહીં આપે. જેને લઇને મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ પક્ષના સાંસદો અને ધારાસભ્ય્યના સંબંધિઓને ટિકીટ ન આપવાના નિર્યણનું સન્માન કરું છું’.
નિખાલસતાથી પોતાના મનની વાત લોકો સમક્ષ રજૂ કરવા માટે જાણીતા મનસુખ વસાવાએ તેના નિવેદનમાં મહત્વની વાત કરી છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેને આ ટ્વીટ વિવાદો ન સર્જાય તે માટે કર્યું છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે મનસુખ વસાવા સાથે ખાસ વાતચીત કરી હતી. જે અંતર્ગત તેણે કરેલા ટ્વીટ સંબંધિત સવાલ કરાયો હતો કે તમે આગામી વિધાનસભા ચૂંટણીમાં સગા-સંબંધિઓને ટિકીટ ન આપવાના ભાજપના નિર્ણયને આવકાર્યું છે. જેની પાછળ શું તથ્ય છે?
મનસુખ વાસાવાએ આ સવાલનો જવાબ આપતા કહ્યું હતુ કે, ‘હા આગામી વિધાનસભા ચૂંટણીમાં મારી દીકરી પ્રીતિને ટિકીટ આપવાની ના પાડી દીધી છે. ત્યારે હું કોઇ પણ વિવાદને પ્રાંરભથી ખત્તમ કરી દેવા ઇચ્છતો હતો. કારણ કે ફેબ્રુઆરીમાં 2021માં લોકસભા ચૂંટણી સમયે પણ ટિકીટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. મનસુખ વસાવાએ વધુમાં કહ્યું હતુ કે, ભાજપમાં મારી દીકરી ઘણા વર્ષોથી સક્રિય સભ્ય છે. એવામાં તેના માટે રાજકારણમાં અપેક્ષાઓ હોવી સ્વભાવિક છે’.
આ સાથે મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે, ‘જ્યારે વર્ષ 2021માં મારી દીકરીને ટિકીટ ન આપી હતી તો મેં તેને આશ્લાસન આપ્યું હતુ કે પાર્ટી દ્વારા લેવાયેલો આ નિર્ણય એકદમ સાચો હતો. કારણ કે લાંબા સમયથી પાર્ટી પ્રત્યે ફરજ બજાવી રહેલા કાર્યકર્તાઓેને ટિકીટ મળે તે વધારે મહત્વનું હતું. પરંતુ પ્રીતિના સમર્થકો ઇચ્છતા હતા કે તે ફરી આ વખતે ટિકીટ માંગે, પણ પાર્ટીએ ઇન્કાર કરી દીધો. જોકે પાર્ટીના આ નિર્ણયને આવકાર્યો છે’.

અમે પાર્ટીના વફાદાર કાર્યકર્તા છીએ, ‘અમે એ સુનિશ્વિત કરવાનો પ્રયાસ કરતા હોય છીએ કે પાર્ટી દ્વારા મેદાને ઉતરેલા કોઇ પણ ઉમેદવાર હોય તે જીતે. મનસુખ વસાવાએ તેના ટ્વીટ અંગે જણાવ્યું હતું આ ટ્વીટ અમે નારાજ છીએ એવી કોઇ પણ પ્રકારની અફવાઓ અને વિવાદોને ટાળવા માટે હતું. વસાવાએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતુ કે પાર્ટી ટુંક સમયમાં પ્રીતિને અવસર આપશે તેમજ પાર્ટી એ લોકોની ઉપેક્ષા નથી કરતી જે ઇમાનદારીથી કામ કરે છે. તેમજ પ્રીતિને હજુ લાંબી સફર પાર કરવાની છે અને એનો પણ જરૂર આવશે’.
આ ઇન્ટરવ્યૂમાં મનસુખ વસાવાને બીજો પ્રશ્ન કરાયો હતો કે, આદિવાસી ક્ષેત્રોમાં ભાજપ માટે ભગવો લહેરાવવા માટે કઠિન મેદાન રહ્યુ છે. ત્યારે જે જનજાતિ ક્ષેત્રો તમારા હેઠળ છે ત્યાં શું છે અભિયાનનો ફોક્સ?
મનસુખ વસાવાએ આ સવાલનો જવાબ આપતા કહ્યું હતુ કે, ‘મને લાગે છે કે અમે આદિવાસી પ્રદેશમાં જમીન સ્તર પર સંગઠનને મજબૂત બનાવવામાં ખૂબ જ સફળ હાંસિલ કરી છે. આ વિસ્તારમાં પાર્ટીના પેજ પ્રમુખ અભિયાનએ સારુ કામ કર્યુ છે. પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તારના મતદાતાઓ સાથે સંપર્ક કરી સરકારી યોજના અંગે જાગૃતતા ફેલાવી રહ્યા છે. આ સાથે જે ક્ષેત્રમાં કોઇ ખામી સામે આવે છે તો તે સમસ્યાનો તુરંતજ ઉકેલ કરે છે. જેમકે ‘નલ સે જલ યોજના’ આદિવાસી બેલ્ટના પ્રમુખ ભાગોમાં શરૂ કરાઇ છે. જેને પગલે લોકોની પાણીની સમસ્યાનો નિકાલ આવ્યો છે’.
આ ઉપરાંત રોડ ક્નેક્ટિવિટીનો મુદ્દો પણ ધ્યાને લેવાયો છે. તેમજ જપ્ત કરાયેલી જમીન તેના માલિકોને સોંપી દેવાઇ છે અને સિંચાઇની સુવિઘા પણ કરાઇ છે. જેથી આદિવાસીઓ ખુબ ખુશ છે.
મનસુખ વાસાવાનેવ ત્રીજા પ્રશ્ન પૂછ્યો હતો કે, આ વખતે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી (AAP)પણ મેદાને ઉતર્યો છે, શું તમને લાગે છે કે AAP દ્વારા જાહેર કરાયેલી ‘ગેરંટી’ જોતાં આદિવાસી બેઠકો જીતવી ભાજપ માટે વધુ મુશ્કેલ હશે?
મનસુખ વસાવાએ જવાબમાં કહ્યુ હતુ કે, ‘મને વિશ્વાસ છે કે આપ કોંગ્રેસના વોટને જરૂરથી તોડશે, પણ ભાજપના નહીં તોડી શકે. આપ ભાજપના મતદાતાઓેને પોતાની જાળમાં નહી ફસાવી શકે. કારણ કે જે લોકો પાર્ટીનું સમર્થન કરે છે તે રાષ્ટ્રવાદની વિચારાધારા સાથે જોડાયેલા છે. જોકે અમે કોઇને હલકામાં લેતા નથી. એટલે અમે AAPની મફત લાભોની ગેરંટીનો મુકાબલો કરી રહ્યા છીએ, પછી ભલે તે માત્ર એક દેખાવ માટે હોય’.
આદિવાસીઓ જાણે છે કે છેલ્લા 20 વર્ષમાં તેમનું જીવનશૈલી બદલાઈ છે અને ભાજપની આગેવાની હેઠળની સરકાર હેઠળ શરૂ કરાયેલી યોજનાઓ – જેમાંની મોટાભાગની નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકેની છે – તેમને ફાયદો થયો છે. તેઓ આ વખતે ભાજપ સાથે છે.
મનસુખ વસાવાએ વધુમાં કહ્યુ હતુ કે, ‘આદિવાસીઓ એ વાતથી અવગત છે કે નરેન્દ્ર મોદીના 20 વર્ષના શાસન હેઠળ તેમનું જીવન પહેલાં કરતા બદલાયુ છે. સાથે જ બીજેપીના નેતૃત્વવાળી સરકાર અંતર્ગત અમલમાં આવેલી યોજનાઓમાંથી જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે તેમને વધુ લાભો મળ્યા છે. ત્યારે આ વખતે આદિવાસીઓ બીજેપી સાથે છે’.
મનસુખ વાસાવાને ચોથો પ્રશ્ન કરાયો હતો કે, નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકો ડેડિયાપાડા અને નાંદોદ ભાજપ માટે પડકારરૂપ છે. એવી પરિસ્થતિમાં AAPએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના પ્રભાવશાળી ભૂતપૂર્વ નેતાઓને મેદાનમાં ઉતારવાથી આ મતવિસ્તારોમાં ભાજપ માટે મુશ્કેલ સમય છે?
આ પણ વાંચો: PAAS સંગઠન સમેટાઈ ગયું! પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ રાજકારણમાં જોડાઈ ગયા
આ સવાલનો જવાબ આપતા મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે, ‘એ વાત સ્પષ્ટ છે કે દેડિયાપાડા અને નંદોદ સીટ જીતવા ભાજપ માટે હંમેશા ચુનૌતી રહી છે. જેને લઇને ડેડિયાપાડામાં AAP ઉમેદવાર ચૈતર વસાવા હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા વર્તમાન ધારાસભ્ય અને BTP પ્રમુખ મહેશ વસાવાના ભૂતપૂર્વ નજીકના સાથી છે. વસાવાએ આ વાતચીતમાં વધુમાં કહ્યુ હતુ તે નંદોદમાં આપના પ્રફુલ વસાવાની એટલી અસર જોવા મળતી નથી. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સામે મુખ્યત્વે કેવડિયા ગામમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે’.
મહત્વનું છે કે, નંદોદ કોંગ્રેસનો ગઢ છે. જ્યાં અમે એ સુનિશ્વિત કરવા માટે જમીન સ્તર પર કામ કરી રહ્યા છીએ કે અમારા મતાદાતાઓ કોંગ્રેસથી પ્રભાવિત ન થાય તેમ મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ.
બીટીપીની વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં તેનો જાદુ ખતમ થઇ ગયો છે. ગયા વર્ષે વિધાનસભા ઇલેક્શન દરમિયાન ભરૂચ અને નર્મદામાં પાર્ટીની પકડ મજબૂત હતી. કારણ તે તેણે કોંગ્રેસ સાછે ગઠબંધન કરી જિલ્લા પંચાયત ચૂંટણી જીતી હતી. પરંતુ ફે્બ્રુઆરી મહિનામાં ભાજપે તે બંને જિલ્લા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જીતી ભગવો લહેરાવ્યો છે.
હકીકતમાં, અમને વિશ્વાસ છે કે અમે આ વખતે ઝઘડિયા વિધાનસભા મતવિસ્તાર પણ જીતીશું, જે 1990થી BTPના છોટુભાઈ વસાવા સાથે છે. સરપંચથી લઈને તાલુકા પંચાયત સ્તર સુધી, આ વખતે ભાજપ ત્યાં સત્તામાં છે. તેનાથી ફરક પડશે.
મનસુખ વસાવાને અંતિમ અને છઠ્ઠો પ્રશ્ન પૂછાયો હતો કે, 2018માં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના નિર્માણ બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી યોજાશે. ત્યારે શું નર્મદા ક્ષેત્ર જીતવો ભાજપ માટે પ્રતિષ્ઠાની વાત છે?
આ સવાલનો જવાબ આપતા મનસુખ વસાવાએ જણાવ્યુ હતુ કે, ‘નર્મદા પર ગર્વ છે, તે માત્ર પ્રેરણા રૂપ નથી. આદિવાસીઓ એ વાતથી વાકેફ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તે જિલ્લામાં એવો વિકાસ કર્યો છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. તેનાથી હજારો આદિવાસીઓ માટે રોજગારીનું સર્જન થયું છે. જોકે અમે એ વાતનો ઇનકાર કરતા નથી કે એવા કેટલાક આદિવાસીઓ છે જેઓ નારાજ છે અને ભાજપનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓએ પ્રોજેક્ટને કારણે તેમની જમીન ગુમાવી છે અને કોંગ્રેસ અને BTP જેવા વિરોધીઓ દ્વારા તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. પરંતુ મોટા ભાગના આદિવાસીઓ જાણે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રોજેક્ટ અને તેમના પાછળના યાર્ડમાં સમૃદ્ધ પ્રવાસન ઉદ્યોગનો અર્થ શું છે’.