/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/junagadh-family-suicide.jpg)
પોલીસની પ્રતિકાત્મક તસવીર
Farmer mass suicide in junagadh : ગુજરાતના જૂનાગઢ જિલ્લાના સંતાલપુર ગામમાં શુક્રવારે એક ખેડૂતે પોતાના પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આત્મહત્યા કરી હતી. જેના તેનું, તેની પત્ની અને પુત્રનું મોત થયું હતું. જ્યારે પુત્રી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. પોલીસનું કહેવું હતું કે ખેડૂતે આખા પરિવારની સાથે કથિત રીતે કીટનાશક પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીઓ કહ્યું કે ખેડૂત પરિવારે આ ખતરનાક પગલું ભરવા પાછળનું કારણ શોધવાની કામગીરી હાથધરી છે.
ખેડૂતો ફોન કરીને દોસ્તને કહ્યું કે આખા પરિવારે ઝેરી પીધું છે
પોલીસનું કહેવું છે કે જૂનાગઢના વંથલી તાલુકાના સંતાલપુર ગામના 45 વર્ષીય ખેડૂત વિકાસ દુધત્રાએ શુક્રવારે સાંજે પોતાના દોસ્ત પ્રદીપ સાવલિયાને ફોન કર્યો હતો. તેણે કથિત રીતે પોતાના દોસ્તને જણાવ્યું હતું કે તેણે ઝેર ખાઈ લીધું છે. પોલીસ અધિકારીઓ જણાવ્યું કે સાવલિયા સંતાલપુરનો જ રહેવાસી છે. તે વિકાસ દૂધાત્રાના ખેતરમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે એમ્બ્યુલન્સ બોલાવી હતી. વિકાસ અને તેની પત્ની હિના, 13 વર્ષીય પુત્ર મમન અને 25 વર્ષી પુત્રી હેપ્પીને જૂનાગઢ શહેરની હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો.
દંપત્તી અને તેના પુત્ર મમનનું મોત, પુત્રીની હાલત ગંભીર : જૂનાગઢ પોલીસ
પોલીસનું કહેવું છે કે ડોક્ટરે દંપતિ અને તેના પુત્ર મનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે હેપ્પીની હાલત ગંભીર હતી. સારવાર આપવામાં આવી રહી છે. જૂનાગઢમાં કેશોદ ડિવીઝને પોલીસ ઉપાધીક્ષક બી બી ઠક્કરે મીડિયા કર્મીઓને કહ્યું કે પ્રથમ દ્રષ્ટીએ આ સામૂહિક રૂપથી આત્મહત્યા કરાવનો પ્રયાસ છે. અને પોલીસ આ ખતરનાક પગલાનું કારણ જાણવા તપાસમાં લાગી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us