scorecardresearch

‘મેડિકલ ક્લેમ માટે દર્દીને 24 કલાક હોસ્પિટલમાં રહેવું જરૂરી નથી’, કન્ઝ્યુમર કોર્ટનો મોટો આદેશ

Medical Claim : ગુજરાત (Gujarat) ના વડોદરા (Vadodara) માં એક ગ્રાહકને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઈમ (Mediclaim) ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, ગ્રાહક ફોરમે (consumer court) આદેશ આપ્યો, મેડિકલ ક્લેમ માટે દર્દીને 24 કલાક હોસ્પિટલમાં રહેવું જરૂરી નથી, દર્દીએ હોસ્પિટલમાં કેટલો સમય રહેવું તે ડોક્ટર નક્કી કરે કંપની નહીં.

‘મેડિકલ ક્લેમ માટે દર્દીને 24 કલાક હોસ્પિટલમાં રહેવું જરૂરી નથી’, કન્ઝ્યુમર કોર્ટનો મોટો આદેશ
ફોરમે કહ્યું કે, વીમા કંપની એ નક્કી કરી શકતી નથી કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે કે નહીં (ફોટો – પ્રતિકાત્મક)

Medical Claim: વડોદરાની કન્ઝ્યુમર ફોરમ કોર્ટે મેડિકલ ઈન્સ્યોરન્સ ક્લેઈમને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે, દાવા માટે કોઈ પણ વ્યક્તિને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે, હવે સમય બદલાઈ ગયો છે. નવી ટેક્નોલોજીમાં દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી હોતી. વડોદરાના ગ્રાહક ફોરમે એક આદેશમાં વીમા કંપનીને વીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો છે.

શું છે સમગ્ર મામલો

વડોદરાના ગોત્રી રોડ પર રહેતા રમેશચંદ્ર જોષીની અરજી પર ગ્રાહક ફોરમે આ નિર્ણય આપ્યો છે. રમેશ જોશીએ 2017માં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અરજીમાં જણાવાયું હતું કે, કંપનીએ તેનો વીમા દાવો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. જોશીની પત્ની 2016માં ડર્માટોમાયોસાઇટિસથી પીડિત હતી અને તેને અમદાવાદની લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ બીજા દિવસે તેને રજા આપવામાં આવી હતી.

જોશીએ આ માટે વીમા કંપની પાસેથી રૂ. 44,468નો દાવો કર્યો હતો. વીમા કંપનીએ તેમનો દાવો ફગાવી દીધો હતો અને દલીલ કરી હતી કે, પોલિસીના નિયમ મુજબ તેમને 24 કલાક સુધી દાખલ રાખવામાં આવ્યા ન હતા. જોશીએ ગ્રાહક ફોરમમાં તમામ કાગળો રજૂ કર્યા અને કહ્યું કે, તેમની પત્નીને 24 નવેમ્બર, 2016ના રોજ સાંજે 5.38 વાગ્યે દાખલ કરવામાં આવી હતી અને 25 નવેમ્બર, 2016ના રોજ સાંજે 6.30 વાગ્યે રજા આપવામાં આવી હતી જે 24 કલાકથી વધુ સમય હતો. જોકે, કંપનીએ તેને ક્લેઈમ ચૂકવ્યો ન હતો.

ફોરમે શું કહ્યું

ગ્રાહક ફોરમે કહ્યું કે, જો એવું માની લેવામાં આવે કે, દર્દીને 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તો પણ તેનમનો દાવો ચૂકવવો જોઈએ. આધુનિક સમયમાં, સારવારની નવી તકનીકોના આગમન સાથે, ડૉક્ટર તે મુજબ સારવાર કરે છે. તે ઓછો સમય લે છે. અગાઉ દર્દીઓને લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું. હવે ઘણી વખત દર્દીઓને દાખલ કર્યા વગર સારવાર આપવામાં આવી રહી છે. ફોરમે કહ્યું કે, વીમા કંપની એ આધાર પર દાવો નકારી શકે નહીં કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા.

આ પણ વાંચોજીપીસીબીએ વાપીના એક પ્લાન્ટને બંધ કરવાનો આપ્યો આદેશ, 25 લાખનો પર્યાવરણીય દંડ પણ ફટકાર્યો

ફોરમે કહ્યું કે, વીમા કંપની એ નક્કી કરી શકતી નથી કે, દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે કે નહીં. નવી ટેક્નોલોજી, દવાઓ અને દર્દીની સ્થિતિના આધારે માત્ર ડૉક્ટર જ નિર્ણય લઈ શકે છે. ફોરમે વીમા કંપનીને દાવો નકાર્યાની તારીખથી 9% વ્યાજ સાથે જોશીને રૂ. 44,468 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વીમા કંપનીને માનસિક વેદના માટે રૂ. 3,000 અને જોશીને મુકદ્દમાના ખર્ચ માટે રૂ. 2,000 ચૂકવવાનો પણ આદેશ પણ આપવામાં આવ્યો હતો.

Web Title: Medical claim does not require patient to stay in hospital for 24 hours vadodara consumer court big order

Best of Express