PM મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ, 1.27 લાખથી વધુ રજીસ્ટ્રેશન

Mega blood donation drive in the Gujarat state : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો.

Written by Ankit Patel
September 16, 2025 11:51 IST
PM મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ, 1.27 લાખથી વધુ રજીસ્ટ્રેશન
ગુજરાતમાં મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવ- photo- Gujarat information

PM modi birthday blood donation drive : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આજે રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા જુના સચિવાલય ખાતે આયોજીત નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ ક્ષણે કર્મચારી મહામંડળ દ્વારા નમો કે નામ રક્તદાન માટે બનાવવામાં આવેલી એપનું પણ નિરીક્ષણ કરીને તેની સરાહના કરી હતી.

રાજ્યમાં 378 થી વધુ જગ્યાએ આ ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન થનાર છે. જેના માટે નમો કે નામ રક્તદાન એપ મારફતે કર્મચારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ રજીસ્ટ્રેશન વખતે તેમના નજીકના બ્લડ ડોનેશન સેન્ટરને સીલેક્ટ કરીને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા જશે.

રાજ્યમાં 1.28 લાખથી વધુ કર્મચારીઓએ નમો કે નામ રક્તદાન ડ્રાઇવ અંતર્ગત બ્લડ ડોનેશન કરાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થયેલ ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે વડાપ્રધાનના જન્મદિને મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ દ્વારા મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરીને જરૂરીયાતમંદોને મદદરૂપ થવાના આશયથી આ સમગ્ર કેમ્પનું આયોજન કરાયું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ