મહેસાણાના મોઢેરા વિસ્તારમાં ખમણની દુકાનમાં કામ કરતા કારીગરને તેની સાથે કામ કરતા અન્ય કારીગરે ઊંઘમાં જ ગેસની બોટલના 19 ઘા મારી 2029માં મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે મહેસામા જિલ્લા કોર્ટમાં કેસ ચાલતો હતો, કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 5000નો દંડ ફટકાર્યો છે.
ગેસની બોટના 19 ઘા મારી ઊંઘમાં જ કારીગરને મોતને ઘાટ ઉતાર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 9-2-2019ના રોજ હત્યાનો મામલો સામે આવ્યો હતો. ફરિયાદ અનુસાર, મોઢેરા વિસ્તારમાં આવેલી આસ્વાદ ખમણી નામની દુકાનમાં કામ કરતા કારીગર રાજુ સુરેન્દ્ર (મૂળ – ઉત્તર પ્રદેશ)ની દુકાનમાં જ લાશ લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે દુકાન માલિક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં અન્ય કારીગર વિજયજી ચંદુજી ઠાકોરે ગેસની બોટલથી 19 મારી પરચુરણ કામ સંભાળતો કારીગર રાજુ સેરેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો, અને ભાગી ગયો છે. આ હત્યા મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જે આધારે કેસ મહેસાણા એડિશનલ ડિસ્ટ્રીક કોર્ટમાં કેસ ચાલતો હતો, જે સંદર્ભ જજ ઝેડ. વી. ત્રિવેદીએ સરકારી વકિલ પરેશભાઈ કે દવે સહિતની દલીલો, પુરાવાના આધારે આરોપી વિજય ચંદુજી ઠાકોર (મૂળ – મીઠી ધારીપાલ, ચાણસ્મા)ને આજીવન કેદની સજા સંભળાવી 5000નો દંડ ફટકાર્યો છે.
શું હતો કેસ?
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મોઢેરા વિસ્તારમાં આવેલી આસ્વાદ દુકાનના માલિક મિનલકુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારી દુકાનમાં ત્રણ કારીગર કામ કરે છે, વિજય ચંદુજી ઠાકોર (3 વર્ષથી), મહેશજી કનુજી ઠાકોર (દોઢ વર્ષથી), અને રાજુ સુરેશચંદ્ર. તા. 19-2-2019ના રોજ હું ઓર્ડર હોવાથી વહેલી સવારે ચાર વાગે દુકાન પહોંચ્યો હતો, કારીગર વિજય અને રાજુ સુરેશચંદ્ર દુકાનની ઉપર જ ઊંઘતા હતા. પરંતુ તે દિવસે સવારે ઘણી બુમો પાડી પરંતુ કોઈ ઉઠ્યું નહીં અને દુકાન ખોલી ન શક્યો, જેથી અન્ય કારીગર મહેશજીને ફોન કર્યો અને તાળુ તોડવા માટે ઘરેથી હથોડી લઈ આવવા કહ્યું, તાળુ તોડી અંદર પહોંચ્યા ત્યારબાદ મહેશ ઉપર કુદરતી હાજતે જતા તેણે જોયું કે, રાજુ સુરેશચંદ્ર ગોદળામાં લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો, તે ગબરાઈ નીચે દોડી આવ્યો અને તેણે મને જણાવ્યું, ત્યારબાદ પોલીસને ફોન કર્યો અને સીસીટીવી ચેક કરતા વિજય ચંદુજીએ રાત્રે જ રાજુ સુરેશચંદ્રને ઊંઘમાં જ ગેસની બોટલથી 19 ઘા મારી મોતને ઘાટ ઉતાર્યે અને પછી દુકાનમાંથી રાત્ર જ ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો – મહેસાણા : પઠાણ ફિલ્મ પર પોસ્ટ મામલે દલિત વિદ્યાર્થી પર હુમલો, 5 વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો
સીસીટીવી ફૂટેજ પણં સામે આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, સરકારી વકિલ પરેશભાઈ કે દવેએ કોર્ટમાં દલિલ કરી હતી કે, આપણ ઈતિહાસમાં પણ કોઈ યુદ્ધ હોય અને તેમાં સામે કોઈ સૈનિક હથિયાર વગર હોય તો તેના પર વાર કરવો ખોટું માનવામાં આવે છે. તો વિજય ચંદુજી ઠાકોરે તો એક ઊંઘી રહેલા નિહત્તા વ્યક્તિ પર ગેસની બોટલથી ક્રૂરતા પૂર્વક વાર કરી તેની હત્યા કરી છે, જે ખુબ ગંભીર બાબત કહેવાય. આ મામલે કોર્ટે સીસીટીવી ફૂટેજના એફએસએલ રિપોર્ટ સહિત પોલીસ રિપોર્ટને આધારે કલમ 302 હેઠળ આજીવન કેદની સજા અને ક્રિ.પો.કો.કો. 235 (20 મુજબ 5000 રૂપિયા દંડ અને જો દંડની રકમ ન ભરવામાં આવે તો વધુ 6 માસની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.