મહેસાણા દૂધ સાગર ડેરી સાગરદાણ કૌભાંડ : મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીને સાત વર્ષ સખત કેદની સજા ફટકારી, તમામ 19 આરોપી દોષિત

Mehsana Dudh Sagar Dairy Sagardan Scam : વિપુલ ચૌધરી (Vipul Chaudhary) સહિત 15 આરોપીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહેસાણા કોર્ટે મહેસાણા દૂધ સાગર ડેરી સાગરદાણ કૌભાંડ મામલે ચૂકાદો સંભળાવ્યો.

Mehsana Dudh Sagar Dairy Sagardan Scam : વિપુલ ચૌધરી (Vipul Chaudhary) સહિત 15 આરોપીને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહેસાણા કોર્ટે મહેસાણા દૂધ સાગર ડેરી સાગરદાણ કૌભાંડ મામલે ચૂકાદો સંભળાવ્યો.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Mehsana Dudh Sagar Dairy | Sagardan Scam | Vipul Chaudhary | Mehsana Court

મહેસાણા કોર્ટે દૂધ સાગર ડેરી સાગરદાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીને દોષી જાહેર કર્યા

Mehsana Dudh sagar Dairy Scandal : ઉત્તર ગુજરાત મહેસાણાના મોટા ગજાના નેતા વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટે દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડ મામલે સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસના અન્ય તમામ 19 આરોપીઓને દોષી જાહેર કર્યા છે.

Advertisment

તમને જણાવી દઈએ કે, વિપુલ ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ નિયામક મંડળના સભ્ય અને પીર્વ એમડી હતા તે સમયે મહારાષ્ટ્ર મોકલવામાં આવી રહેલા સાગરદાણમાં કૌભાંડ આચરવાનો આરોપ હતો. આ કેસમાં વિપુલ ચૌધરી સહિત 22 લોકો સામે કેસ નોંધાયો હતો, જેમાંથી ત્રણ આરોપીના પહેલા જ મૃત્યું થઈ ચુક્યા છે, જ્યારે 19 આરોપીને કોર્ટે દોષી જાહેર કર્યા છે. જેમાંથી વિપુલ ચૌધરી સહિત 15ને 7 વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવી છે, તો ચારને શંકાનો લાભ મળતા 50 હજારના જામીન પર છોડવામાં આવ્યા છે.

શું હતો આરોપ

મહારાષ્ટ્રમાં દુષ્કાળ સમયે 2013માં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મહારાષ્ટ્રમાં સાગરદાણ પશુઆહાર મોકલ્યો હતો. તથા મહેસાણા દૂધ સાગર ડેરીમાં કરોડો રૂપિયાનું પ્રોત્સાહન બોનસ ચૂકવીને તેની 80 ટકા રકમ પરત મેળવી લાભ માટે જ્વેલરી તથા કોઈ અન્ય એક ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવું તથા મહારાષ્ટ્રમાં વિનામુલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકશાન પહોંચાડ્યું હતું. આ મામલે વિપુલ ચૌધરી સહિત 21 લોકો સામે સૌગરદાણ કૌભાંડ, પ્રત્સાહન બોનસ ઉચાપત, હોદ્દા વગર ડેરીની બેઠકમાં હાજરી વગેરે ગુના હેઠળ સીઆઈડી દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. સીઆઈડીએ મહેસાણા કોર્ટમાં 22 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેમાં 23 સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - નિવૃત્ત IAS અધિકારી એસકે લાંગાના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર, પરિવારના નામે અઢળક સંપત્તિ મળી

Advertisment

કોણ છે વિપુલ ચૌધરી?

વિપુલ ચૌધરીનું ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓમાં તેમનું નામ સામેલ હતું. શંકરસિંહ વાઘેલાની સરકારમાં પૂર્વ ગૃહમંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જીત્યા બાદ ચર્ચામાં આવ્યા હતા, અને શંકરસિંહ વાઘેલાના કહેવા પર ભાજપમાં જોડાયા અને 1995માં ધારાસભ્યની ચૂંટણી જીત મેળવી હતી. ત્યારબાદ સરકારમાં મંત્રી પદ પણ મેળવ્યું હતું. વિપુલ ચૌધરીની ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજમાં સારી પકડ હતી. તમને જણાવી દઈએ કે, ચૌધરી સમાજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાધનપુર, ખેરાલુ, મહેસાણા, વિસનગર, વિજાપુર બેઠક પર નિર્ણાયક ભૂમિકા ભજવતો સમાજ છે. આ બેઠકો પર ચૌધરી સમાજના 7 લાખથી વધુ મતદારો છે.

મહેસાણા ગુજરાતી ન્યૂઝ