Gujarat Crime: સગીરા પર બળાત્કાર-હત્યા કેસમાં આજીવન કેદ: પેરોલ પર છૂટ્યો, પરત જ ન ફર્યો, લગ્ન કર્યા-બાપ બન્યો, હવે 14 વર્ષે ઝડપાયો

Gujarat Crime News : બળાત્કાર અને હત્યાના કેસમાં ફરાર ગુનેગારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ઉત્તર પ્રદેશના ઔરૈયાના આલમગીર ગામના વતની સુંદરસિંહ ભુરેસિંહ રાજપૂતની વડોદરા ક્રાઈમ બ્રાન્ચની પેરોલ અને ફર્લો સ્કવોડે ધરપકડ કરી.

Gujarat Crime News : બળાત્કાર અને હત્યાના કેસમાં ફરાર ગુનેગારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ઉત્તર પ્રદેશના ઔરૈયાના આલમગીર ગામના વતની સુંદરસિંહ ભુરેસિંહ રાજપૂતની વડોદરા ક્રાઈમ બ્રાન્ચની પેરોલ અને ફર્લો સ્કવોડે ધરપકડ કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Police | rape and Murder | Vadodara

રેપ અને મર્ડર કેસનો દોષી 14 વર્ષથી ફરાર હતો, જે ઝડપાયો (ફોટો - પ્રતિકાત્મક)

Gujarat Crime News: ગુજરાત પોલીસની વડોદરા ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (DCB) એ ગુરૂવારે એક ગુનેગારને જેલમાંથી નાસી છૂટ્યાના ચૌદ વર્ષ બાદ ધરપકડ કરી છે. 2004માં સેલવાસમાં સગીર બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના કેસમાં ફરાર ગુનેગારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

Advertisment

ધરપકડ કરાયેલો કેદી ઉત્તર પ્રદેશના ઔરૈયાના આલમગીર ગામનો રહેવાસી છે.

ઉત્તર પ્રદેશના ઔરૈયાના આલમગીર ગામના વતની સુંદરસિંહ ભુરેસિંહ રાજપૂતની વડોદરા ક્રાઈમ બ્રાન્ચની પેરોલ અને ફર્લો સ્કવોડે ધરપકડ કરી હતી. ડીસીબીના નિવેદન અનુસાર, આજીવન કેદનો કેદી રાજપૂત ડિસેમ્બર 2008માં 35 દિવસની પેરોલ પર જેલમાંથી છૂટ્યા બાદ ભાગી ગયો હતો. ત્યારથી પોલીસ ટીમ તેની શોધી રહી હતી.

ફરાર થયા બાદ તેણે ઘણા એલગ-અલગ શહેરોમાં મજૂરી કરી, લગ્ન કર્યા અને પિતા પણ બન્યો

ડીસીબીએ જણાવ્યું હતું કે, “દોષિત ગુનેગાર 4 ડિસેમ્બર, 2008 ના રોજ છૂટા થયા બાદ ફરાર થઈ ગયો હતો અને 9 જાન્યુઆરી, 2009 ના રોજ તેને જેલમાં રીપોર્ટ કરવાનો હતો. જો કે, તેણે તેના વતનના ગામમાં જ રજા ગાળી હતી, પરંતુ ત્યારબાદ જેલમાં રિપોર્ટ કરવાને બદલે નવી દિલ્હી, હિમાચલ પ્રદેશ, અમદાવાદ અને મહેસાણા જેવા શહેરોમાં ભાગતો રહ્યો હતો અને બાંધકામ સાઇટ પર લોખંડના સળિયા કાપવામાં સામેલ મજૂર તરીકે કામ કર્યું હતું. તેની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, તેણે ફરાર દરમિયાન લગ્ન કર્યા હતા અને તેને એક પુત્ર પણ છે.

Advertisment

જાન્યુઆરી 2009માં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

ડીસીબીએ જણાવ્યું હતું કે, વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા ફરાર કેદી રાજપૂત વિરુદ્ધ જાન્યુઆરી 2009માં રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેની રજા પછી પરત ન આવવા બદલ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારપછી ડીસીબીએ ફરાર રાજપૂતને શોધવા માટે લોકો અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. “અમને ઈનપુટ મળ્યા હતા કે, રાજપૂત મહેસાણામાં કડી ખાતે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરે છે. આ પછી અમે મહેસાણામાં ઘણી બાંધકામ સાઇટ્સ શોધી કાઢી અને રાજપૂતને શોધી કાઢ્યો.

આ પણ વાંચો - અમદાવાદ: ઈસ્કોન બ્રિજ અકસ્માત – આરોપી તથ્ય પટેલ કોણ છે? પિતા પ્રજ્ઞેશ પટેલ સામે પણ ગેંગરેપનો આરોપ

14 વર્ષથી ફરાર કેદીને ક્રાઈમ બ્રાંચે વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કર્યો

વડોદરા પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સબ ઈન્સ્પેક્ટર (SI) જે.કે.વસાવાની આગેવાની હેઠળની ટીમે ફરાર કેદી રાજપૂતને શોધી કાઢ્યો હતો, અને ધરપકડ બાદ રાજપૂતને હવે વડોદરા સેન્ટ્રલ જેલમાં સોંપવામાં આવ્યો છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ