scorecardresearch

‘મોદી હટાઓ’ પોસ્ટર મામલો: રાજકોટ પોલીસે AAPના 2 કાર્યકરો સહિત 4ને ઉઠાયા, પાટીએ પક્ષપાતનો કર્યો આક્ષેપ

AAP workers arrest rajkot : રાજકોટ પોલીસે (Rajkot Police) આપ (AAP) ના બે કાર્યકરો સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ‘મોદી હટાઓ, દેશ બચાવો’ લખેલા બેનરો લગાવવાના આરોપમાં કરવામાં આવી કાર્યવાહી.

aap modi hatavo poster rajkot
આપે રાજકોટમાં મોદી હટાવો પોસ્ટર ચોંટાડ્યા – પોલીસે ચારની દરપકડ કરી (ફોટો – પ્રતિકાત્મક)

AAP Gujarat : રાજકોટ શહેર પોલીસે શુક્રવારે સવારે શહેરના માર્ગો પર ‘મોદી હટાઓ, દેશ બચાવો’ લખેલા બેનરો લગાવવાના આરોપમાં આમ આદમી પાર્ટી (AAP)ના બે કાર્યકરો સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

AAPએ જોકે પોલીસ પર પક્ષપાતનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલને બદનામ કરતા અનામી હોર્ડિંગ્સ શહેરભરમાં લગાવવામાં આવ્યા ત્યારે તેમણે પાર્ટીની ફરિયાદ સ્વીકારી ન હતી.

ગુરુવારે મોડી રાત્રે શહેરના 150 રિંગરોડ, રેસકોર્સ રિંગ રોડ અને ઓમ નગર ચોક પર સફેદ અક્ષરોમાં ‘મોદી હટાઓ, દેશ બચાવો’ લખેલા ગુજરાતીમાં લાલ બેનરો લગાવવામાં આવ્યા હતા. AAPના રાજકોટ યુનિટે દાવો કર્યો હતો કે, તેમના કાર્યકરોએ પોસ્ટરો લગાવ્યા હતા.

કલાકો પછી, પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડે રેસકોર્સ રિંગ રોડ પર બે બેનરો જોયા અને સર્વેલન્સ સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ પરમારે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પરમારની ફરિયાદના આધારે શુક્રવારે રાત્રે 2 વાગ્યે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.

એફઆઈઆર આઈપીસી કલમ 120B (ગુનાહિત કાવતરું), 427 (રૂ. 50 કે તેથી વધુનું નુકસાન પહોંચાડવાનું તોફાન) હેઠળ નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ, 1867ની કલમ 12નો પણ સમાવેશ થાય છે, જે પ્રિન્ટર અને પ્રિન્ટીંગના નામ વગર, કોઈ કાગળ અથવા પુસ્તક પ્રકાશિત કરવા બદલ સજાની જોગવાઈ કરે છે અને જાહેર સંપત્તિને નુકસાન અટકાવવાના કાયદાની કલમ 12 પણ સામેલ છે. કલમ 3 જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા માટે તોફાન કરવા માટે.

એફઆઈઆરમાં આરોપી તરીકે ચિરાગ ગીરી ગોસ્વામી, કમલેશ ચૌહાણ, પ્રણય ગઢવી અને હિતેશ મેઘજી નડિયાપરાના નામ આપવામાં આવ્યા છે. આ પોસ્ટરો લગાવનારા લોકો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર-ઈન્ચાર્જ એમજી વસાવાએ શુક્રવારે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ચારેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તેની ફરિયાદમાં, કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે, “બેનરો” રાહદારી લોકોને “ગુમરાહ” કરી શકે છે. “જ્યારે અમે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે અમે રેસકોર્સ રિંગ રોડ પર એક બેનર જોયું. બિગ બાઈટ આઈસ્ક્રીમ પાર્લરની સામે એક સાઈન પર ‘મોદી હટાઓ, દેશ બચાવો’ લખેલું હતુ. રસ્તાને… અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવ્યું હતુ, અમે આ બેનરો ચોંટાડનારા વિશે જાણવા ગુપ્ત પૂછપરછ કરી હતી.”

AAPએ જણાવ્યું હતું કે, ગોસ્વામી અને નડિયાપરા પાર્ટીના રાજકોટ શહેર એકમના કાર્યકરો હતા. “બાકીના બે મજૂરો છે, જેમને અમે કામે રાખ્યા હતા. અમે મજૂરોને પાંચ પોસ્ટર લગાવવાનું કામ આપ્યું હતું. પરંતુ તે માત્ર ત્રણ જ લગાવી શક્યા. પાર્ટીએ કહ્યું, “તેઓએ તે પોસ્ટરો લગાવીને કોઈ ગુનો કર્યો નથી. તેઓએ તે પોસ્ટરો ચોંટાડ્યાપણ ન હતા પરંતુ તેમને રેલિંગ પર દોરડાથી બાંધી દીધા હતા અને આ રીતે કોઈપણ જાહેર સંપત્તિને નુકસાન થયું નથી. જ્યાં સુધી પોસ્ટરોની સામગ્રીનો સંબંધ છે, લોકશાહી દેશમાં આ પ્રકારનો વિરોધ વાજબી છે. આ કોઈ ગુનો નથી.

સવારે 10.30 વાગ્યે, બારસિયાના નેતૃત્વમાં, AAP કાર્યકર્તાઓ અને સમર્થકો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા અને ચારેયને મુક્ત કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે, “અમારી માંગ છે કે, પોલીસ તેમને જામીન પર મુક્ત કરે, અન્યથા અમારે ધરણા પર બેસવું પડશે.”

બેરસિયાએ કહ્યું કે, તેમની પાર્ટીને લાગે છે કે દેશને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા જરૂરી છે. બારસિયાએ જણાવ્યું હતું કે, “તે લોકશાહીને નષ્ટ કરી રહ્યા છે, લોકશાહીની હત્યા કરી રહ્યા છે અને તેથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદેથી હટાવવા હિતાવહ છે. તો, દેશની સંપત્તિ લૂંટીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી અને લલિત મોદી જેવા ભાગેડુઓને ન્યાયના કઠેડામાં લાવવાનું મહત્વનું છે.”

જ્યારે ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પૂછવામાં આવ્યું કે, પાર્ટીએ પોસ્ટરોમાં પ્રિન્ટરો અને પ્રિન્ટિંગ પ્રેસની વિગતો કેમ આપી નથી, ત્યારે AAPના રાજકોટ શહેર એકમના સચિવ સંજય સિંહ રાઠોડે કહ્યું: “અમને આશંકા હતી કે, પોલીસ આ વેપારીઓને તેમની કોઈ ભૂલ વિના હેરાન કરશે.” તેથી, અમારા રાજ્ય નેતૃત્વના નિર્દેશ મુજબ, અમે પોસ્ટરમાં પ્રિન્ટર અથવા પ્રિન્ટિંગ પ્રેસની વિગતો મૂકી નથી.

આ પણ વાંચોગુજરાત : AAPએ રેશ્મા પટેલને તેની મહિલા પાંખના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા

બેરસિયાએ પોલીસ પર પક્ષપાતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. “ઓક્ટોબરમાં, અમારા નેતા અરવિંદ કેજરીવાલને બદનામ કરતા લાખો હોર્ડિંગ બોર્ડ પ્રિન્ટરો અથવા પ્રિન્ટિંગ પ્રેસની વિગતો વિના સમગ્ર ગુજરાતમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અમે વિરોધ કર્યો ત્યારે તે હોર્ડિંગ્સની સુરક્ષા માટે રાજકોટમાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. ત્યારે પોલીસે અમારી ફરિયાદ સ્વીકારી ન હતી. પરંતુ જ્યારે AAPએ શહેરના રસ્તાઓ પર રેલિંગ પર ત્રણ પોસ્ટર બાંધ્યા, ત્યારે તે જ પોલીસ પોસ્ટરોને દૂર કરવા દોડી ગઈ અને પછીથી અમારા કાર્યકરો પર કેસ કર્યો.

Web Title: Modi hatao poster case rajkot police arrest 4 2 aap workers

Best of Express