Monsoon 2023 : ભારતમાં ચોમાસાનું કેરળ કાંઠે આગમન, વરસાદી વાદળ ગુજરાત ક્યારે પહોંચશે? મોનસૂનની જાહેરાત કેવી રીતે થાય છે?

monsoon 2023 : ભારતમાં ચોમાસા (India) નું આગમન થઈ ગયું છે, કેરળ (Kerala) દરિયા કાંઠે ચોમાસાનો વરસાદ થયો છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની અસરથી અઠવાડીયું ચોમાસું નબળુ રહી શકે છે, પછી ગતી પકડશે, ગુજરાતમાં ચોમાસાનો વરસાદની થોડી વધારે રાહ જોવી પડશે.

Written by Kiran Mehta
Updated : June 12, 2023 11:32 IST
Monsoon 2023 : ભારતમાં ચોમાસાનું કેરળ કાંઠે આગમન, વરસાદી વાદળ ગુજરાત ક્યારે પહોંચશે? મોનસૂનની જાહેરાત કેવી રીતે થાય છે?
ચોમાસું 2023 (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)

Monsoon 2023 : ભારતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. કેરળના દરિયા કાંઠે ચોમાસાના વરસાદે આગમન કરી દીધુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે ભારતમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરી હતી, પરંતુ મજબુત ચોમાસાના વરસાદ માટે ઓછામાં ઓછા આગામી સપ્તાહ સુધી રાહ જોવી પડશે. તો ગુજરાતમાં પણ ચોમાસાના વરસાદની શરૂઆત માટે પણ થોડી વધારે રાહ જોવી પડી શકે છે.

20 વર્ષમાં 8 જૂન પછી ચોમાસાની શરૂઆત ક્યારેય થઈ નથી

IMDએ જણાવ્યું કે, કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક વરસાદ થયો છે. તો દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, અને નીચલા સ્તરોમાં પશ્ચિમી પવનોની તાકાત વધી છે અને તે લગભગ 19 સમુદ્દી માઈલ છે. આ ચોમાસાની શરૂઆત માટેની શરતોને સંતોષે છે. છેલ્લા 20 વર્ષમાં ચોમાસાની શરૂઆત 8 જૂન પછી ક્યારેય થઈ નથી.

ચોમાસાની શરૂઆત કેવી રીતે નક્કી થાય છે?

કેરળના દરિયાકાંઠે 14 પસંદ કરેલા હવામાન મથકોમાંથી ઓછામાં ઓછા 60 ટકા, એટલે કે તેમાંથી ઓછામાં ઓછા નવમાં, સતત બે દિવસ સુધી ઓછામાં ઓછો 2.5 મીમી વરસાદ પડે ત્યારે કેરળમાં ચોમાસાની શરૂઆત જાહેર કરવામાં આવે છે. શરૂઆત એ ચાર મહિનાના ચોમાસાના ઋતુની ઔપચારિક શરૂઆત દર્શાવે છે, જેમાં ભારતના વાર્ષિક વરસાદના લગભગ 75 ટકા વરસાદ લાવે છે. પવનની ગતિ અને દબાણ સાથે સંબંધિત કેટલાક અન્ય માપદંડો પણ છે, જેને પણ એકસાથે સંતોષવા જરૂરી હોય છે.

પરંતુ આ શરૂઆત હાલમાં ‘સોફ્ટ લેન્ડિંગ’ સાથે થવાની સંભાવના છે અને અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોયના વિકાસને કારણે ચોમાસું ઓછામાં ઓછા બીજા અઠવાડિયા સુધી નબળું રહેવાની ધારણા છે. સામાન્ય રીતે, ચોમાસું 10 જૂન સુધીમાં મોટાભાગના દક્ષિણ ભારત અને ઓછામાં ઓછા અડધા મહારાષ્ટ્રને આવરી લે છે. હાલમાં, ચોમાસાની ઉત્તરીય મર્યાદા દક્ષિણમાં મધ્ય શ્રીલંકા સુધી ચાલુ રહે છે.

ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે?

અમદાવાદ હવામાન વિભાગ અધિકારી મનોરમા મોહંતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસુ પહોંચતા વધારે સમય લાગી શકે છે. અત્યારે સચોટ અનુમાન લગાવવું શક્ય નથી.

તમને જણાવી દઈએ કે, સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેઠા બાદ 15 દિવસમાં ચોમાસુ મુંબઈ પહોંચે છે, અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત થઈ પુરા ગુજરાતમાં પ્રવેશે છે. પરંતુ આ વર્ષે અરબી સમુદ્રમાં ચક્રવાત બિપરજોયની અસરને કારળે નબળી શરૂઆત અને કેરળમાં અંદાજીત સમય કરતા ચાર-પાંચ દિવસ મોડુ પહોંચતા ગુજરાતમાં જૂન મહિનાના અંતિમ સપ્તાહમા અથવા જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ શકે છે.

ગુજરાત સહિત ભારતના પશ્ચિમી દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદની સંભાવના

ચક્રવાત બિપરજોય, જે 13 જૂન સુધીમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં વિકસિત થવાની ધારણા છે, તે હાલમાં અરબી સમુદ્રમાં ગોવાના દક્ષિણપશ્ચિમમાં લગભગ 850 કિમી દૂર સ્થિત છે અને ધીમી ગતિએ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતના પરિણામે, આગામી થોડા દિવસોમાં કેરળથી ગુજરાત સુધી દેશના સમગ્ર પશ્ચિમ કિનારે વરસાદની અપેક્ષા છે.

ચક્રવાત ચોમાસની મજબૂત સિસ્ટમને અટકાવી રહ્યું

પરંતુ ચક્રવાત ચોમાસાની સિસ્ટમને મજબૂત થતા અટકાવે અને ભારતીય મુખ્ય ભૂમિમાં તેના પ્રવેશમાં વધુ વિલંબ કરે તેવી પણ શક્યતા છે. આવતા અઠવાડિયે ચક્રવાત શમી ન જાય ત્યાં સુધી ચોમાસું સામાન્ય ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા નથી.

મે અને જૂન અને ઓક્ટોબર અને નવેમ્બર અરબી સમુદ્રમાં ચક્રવાતની રચના માટે સૌથી અનુકૂળ મહિના છે. એવા પુરાવા છે જે સૂચવે છે કે, ચોમાસાની નબળી સિસ્ટમ આ ભાગમાં ચક્રવાતની રચનામાં મદદ કરે છે.

આ પણ વાંચોવેધર રીપોર્ટ: અરબી સમુદ્રમાં ચક્રવાત તોફાની બનશે, ગુજરાતમાં કેવી રહેશે અસર? માછીમારોને દરિયામાં ન જવા સલાહ

જ્યારે મોડા આગમનનો અર્થ એ નથી કે વરસાદની દ્રષ્ટિએ ચોમાસું ખરાબ છે, પરંતુ તે પાકની વાવણી માટે વિન્ડોને ગંભીર રીતે ઘટાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ