Morari Bapu Ram Katha UK : યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનક જાણીતા કથાકાર મોરારી બાપુની કથામાં હાજરી આપવા પહંચ્યા હતા. 15 ઓગસ્ટના રોજ, બ્રિટિશ પીએમ ઋષિ સુનક કેમ્બ્રિજ યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલી રહેલી મોરારી બાપુ ની કથામાં હાજરી આપવા પહોંચ્યા હતા. અહીં તેમણે બાપુના આશીર્વાદ લીધા અને લોકોને સંબોધ્યા. સુનકે પોતાના સંબોધનમાં કંઈક એવું કહ્યું કે, હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કથામાં જોડાયા બાદ ઋષિ સુનકે શું કહ્યું
ઋષિ સુનકે ‘જય સિયારામ’ બોલીને સંબોધનની શરૂઆત કરી. ઋષિ સુનકે કહ્યું કે, “હું આજે અહીં વડાપ્રધાન તરીકે નહીં, પરંતુ એક હિન્દુ તરીકે છું.” આ પછી તેમણે કહ્યું કે, ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારી બાપુની રામ કથામાં હાજર રહેવું, સન્માન અને આનંદની વાત છે. તેમણે એમ પણ કહ્યું કે, શ્રદ્ધા તેમના માટે અંગત બાબત છે, તેમના માટે ભગવાન રામ જીવનના પડકારોનો સામનો કરવા માટે એક પ્રેરણાદાયી વ્યક્તિ બની રહેશે.
સોશિયલ મીડિયા પર આવી પ્રતિક્રિયાઓ આવી રહી છે
ઋષિ સુનકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. @KapilMishra_IND યુઝરે લખ્યું, ‘PM ઋષિ સુનકે ગર્વથી કહ્યું હતું, “જય સિયા રામ” 76 વર્ષ પહેલાં બ્રિટિશરોએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે, આવો દિવસ આવશે.’ @ShubhamShuklaMP યુઝરે લખ્યું, ‘PM in Morari Bapu’s Ram story Telling full stage that હું અહીં હિંદુ તરીકે આવ્યો છું. વિચારો, ક્યારેય અંગ્રેજોએ વિચાર્યું હશે કે, આ દિવસો પણ આવશે?
@Anshuman_BJP1 યુઝરે લખ્યું, ‘મુરારી બાપુ બ્રિટનમાં રામ કથા કરી રહ્યા છે અને યુકેના પીએમ ઋષિ સુનક કથા સાંભળવા આવ્યા હતા. મંચ પરથી ગર્વથી બોલ્યા “જય સિયા રામ. ચોક્કસ આ સદી ભારતની છે, ભારત માતાના પુત્રો સમગ્ર વિશ્વમાં ભારતીયતાનો ધ્વજ લહેરાવી રહ્યા છે.’ બીજાએ લખ્યું, ‘યુકેના પીએમ ઋષિ સુનક મુરારી બાપુ કથામાં મુખ્ય અતિથિ હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘જય સિયા રામ’થી કરી અને કહ્યું કે, તેઓ અહીં પીએમ તરીકે નહીં, પરંતુ એક હિન્દુ તરીકે આવ્યા છે, ઘણા લોકોને આ વીડિયો ગમશે નહીં.
આ પણ વાંચો – Hardlook | માથા પર છત : રાજકારણ, લાભાર્થીઓને ધમકીઓ, ગુજરાતના જાહેર આવાસ પર પ્રશ્નો
બ્રિટિશ પીએમ ઋષિ સુનકે શાલ ઓઢાડીને મોરારી બાપુના આશીર્વાદ લીધા હતા, તો મોરારી બાપુએ શિવલિંગ અર્પણ કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન, તેમણે આગળ કહ્યું – જ્યારે હું ચાન્સેલર હતો, ત્યારે દિવાળી પર 11 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર દીવા પ્રગટાવવાની મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. મને હિંદુ હોવાનો ગર્વ છે અને બ્રિટિશ હોવાનો પણ ગર્વ છે.





