આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટનાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પૂછ્યું છે કે, બ્રિજનો કોન્ટ્રાક્ટ ઘડિયાળ બનાવતી કંપનીને કેમ આપવામાં આવ્યો? તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ અરવિંદ કેજરીવાલના સવાલના જવાબ આપ્યા છે.
કેજરીવાલે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો
અરવિંદ કેજરીવાલે ભાજપને પૂછ્યું કે, શું આ કંપની દ્વારા ભાજપને દાન આપવામાં આવ્યું છે? હું જવાબ જાણવા માંગુ છું. તેમણે કહ્યું કે આગલા દિવસે એક અધિકારીએ કહ્યું હતું કે, બ્રિજનું નવીનીકરણ કરનાર ખાનગી કંપનીએ સરકારની પરવાનગી લીધા વિના તેને ફરીથી ખોલી દીધો હતો.
દિલ્હીના સીએમએ ભાજપને આવા સવાલો કર્યા
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું કે, ‘દેશના લોકોને ભાજપ સરકારથી કેટલાક પ્રશ્નો છે. ઘડિયાળ બનાવનારને બ્રિજનો કોન્ટ્રાક્ટ શા માટે? ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ કેમ અપાયો? FIRમાં કંપની અને માલિકના નામનો ઉલ્લેખ કેમ નથી? શા માટે તેઓને બચાવવામાં આવી રહ્યા છે? શું ભાજપને ક્યારેય આ કંપની પાસેથી ડોનેશન મળ્યું છે? કેટલું?’
લોકોના જવાબો
નરેશ સાગર નામના ટ્વીટર યુઝરે કમેન્ટ કરી છે કે, તમે લોકો મૃત્યુ પર પણ રાજનીતિ ચમકાવવાનું શરૂ કરી દો છો. રેખા ચૌબે નામના યુઝરે સવાલ કર્યો – તમે મોરબી દુર્ઘટના માટે પીએમ અને મુખ્યમંત્રીને જવાબદાર ઠેરવી રહ્યા છો, પરંતુ ક્યારેય દિલ્હીના હિંદુ વિરોધી રમખાણો પર સવાલ ઉઠાવ્યા નથી. વીરેન્દ્ર નામના યુઝરે લખ્યું કે, ‘જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન પર જવાબ આપવાને બદલે તમે ખુદ સવાલ કરવામાં વ્યસ્ત છો.’
આ પણ વાંચો – મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના: સમારકામમાં ઘણી ખામીઓ – પોલીસે કોર્ટમાં જણાવ્યું, મેનેજરે કહ્યું – આ દૈવિય દુર્ઘટના
અશ્વની નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે, જો ભાજપે ભ્રષ્ટાચાર નથી કર્યો તો અરવિંદ કેજરીવાલે કરેલા સવાલોના જવાબ આપવા જોઈએ. રવીન્દ્ર શુક્લા નામના યુઝરે કોમેન્ટ કરી કે, ‘તમે દિલ્હી તો સંભાળી નથી શકતા, ગુજરાત માટે કૂદી રહ્યા છો.’ રાજીવ સિંહ નામના યુઝરે કોમેન્ટ કરી કે તમે સ્ક્રિપ્ટ તૈયાર કર્યા પછી જ બેસી જાઓ છો. મોરબીના પીડિતોને મળવા તમે કેમ ન ગયા?