(સોહિની ઘોષ) મોરબી ઝુલતા પુલ હોનારતમાં મોરબીની સેશન કોર્ટે ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલની જામીન અરજી પર ચુકાદો 31 માર્ચ સુધી અનામત રાખ્યો છે. ઉપરાંત આ દૂર્ઘટના ઘટી તે સમયે સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ત્રણ સિક્યોરિટી કર્મચારીઓએ જામીન માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. હાઈકોર્ટે બુધવારે ત્રણેય જામીન અરજીઓ પર નોટિસ જારી કરી હતી અને 13મી એપ્રિલે વધુ સુનાવણી નિર્ધારિત કરી છે.
ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર, 2023ના રોજ મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો ઐતિહાસિક ઝુલતો પુલ તુટવાથી 135 લોકોના મોત થયા હતા. આ કેસની ચાર્જ શીટમાં મુખ્ય આરોપ તરીકે જેનો ઉલ્લેખ કરાયો છે તે ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલે દોઢ મહિના પગલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું
મોરબી પૂલ હોનારતના આરોપ ત્રણ આરોપી સિક્યોરિટી ગાર્ડમાં અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ (25), દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ (33) અને મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ (26) એ એક પછી એક 23 માર્ચ 23 માર્ચે હાઇકોર્ટ સમક્ષ જામીન અરજીઓ કરી હતી.નોંધનીય છે કે, મોરબીની સેશન્સ કોર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં દસમાંથી નવ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
મોરબીની સેશન્સ કોર્ટ સમક્ષ આ મહિને વચગાળાના જામીન માટે અરજી કરનાર જયસુખ પટેલ હવે નિયમીત જામીન માટે અપીલ કરી છે. જયસુખ પટેલના વકીલે મોરબી નગરપાલિકાને યોગ્ય સમયે પુલનું રિનોવેશન કર્યા બાદ ટેકનિકલ એસેસમેન્ટ અંગેનો મુદ્દો ઉઠાવવામાં નિષ્ફળ રહેવા બદલ દોષી ઠેરવી હતી, ખાસ કરીને જ્યારે પુલને “સંપૂર્ણપણે જાહેર જનતાની મુલાકાત” માટે ફરી ખોલવામાં આવ્યો હતો.
જયસુખે મુખ્ય ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ ન્યાયાધીશ પી સી જોશીની કોર્ટમાં તેમના વકીલ મારફતે રજૂઆત કરી કે, “મારા પર એવો આરોપ છે કે, મેં રિનોવેશનના કામગીરી બાદ સંબંધિત ટેકનિકલ ટેસ્ટ કરીને બ્રિજની ટેકનિકલી તપાસ કરી ન હતી. આ સંદર્ભે, એમઓયુને યોગ્ય રીતે વાંચવા પડશે. મારી રજૂઆતમાં એમઓયુને સંપૂર્ણ રીતે વાંચવું પડશે. એમઓયુમાં ક્યાંય એવું લખ્યું નથી કે મારે સર્ટિફિકેટની કામગીરી હાથ ધરવાની હતી….રિપેરિંગની કામગીરી સંપૂર્ણપણે સાર્વજનિક રીતે હાથ ધરવામાં આવી હતી. કોઈપણ સમયે નગરપાલિકા દ્વારા કોઈ લેખિત અથવા મૌખિક સુચના કે માહિતીની આપ-લે કરવામાં આવી નથી, અથવા કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી, જે દર્શાવે છે કે પુલના રિનોવેશનની કામગીરી યોગ્ય રીતે થઇ ન હતી.”
“મારા પર એવો આરોપ છે કે મેં સંબંધિત અધિકારીઓને જાણ કર્યા વિના અને વિવિધ સલામતીનાં પગલાં જેવાં કે – લાઇફગાર્ડ્સ, પૂરતા માનવબળ વગેરેના સંદર્ભમાં યોગ્ય કાળજી અને સાવચેતી લીધા વિના બ્રિજ ખોલ્યો… બ્રિજ 26 ઓક્ટોબર, 2022ના રોજ, સંપૂર્ણપણે જાહેર ઘોષણા સાથે ખોલવામાં આવ્યો હતો. શહેરમાં જાહેરખબરો મુકવામાં આવી હતી કે બ્રિજ 26.10.2022 થી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. તમામને ખબર હતી કે બ્રિજ હવે લોકો માટે ખુલશે. નગરપાલિકાએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો, પત્રવ્યવહાર પણ કર્યો ન હતો.
તેમણે ઉમેર્યું, “આજે તે (પ્રોસિક્યુશન) કહે છે કે ‘તમે આ કર્યું નથી, તમે તે કર્યું નથી’, (નોંધનીય છે કે) બ્રિજ નગરપાલિકાની માલિકીની છે, તે મારી વ્યક્તિગત મિલકત નથી. હું પરોપકારી તરીકે સામેલ થયો. નગરપાલિકાને એવું કહેતા કોણે અટકાવ્યા કે, ટેસ્ટિંગ કરવા પડશે, તેઓ જોવા માંગે છે કે શું રિનોવેશન થયું છે? નગરપાલિકાનું કંઈ ન કરવાનું કાર્ય મારી તરફેણમાં જાય છે કે મારા રિનોવેશનના કામમાં કંઈ ખોટું નથી. પુલની મજબૂતાઈ કેટલી છે તે રેકોર્ડ પર ક્યાંય નથી. હવે તેઓ (પ્રોસિક્યુશન) કહી રહ્યા છે કે ભીડને કારણે પુલ તૂટી પડ્યો. કોઈપણ રેકોર્ડ વગર (પુલની મજબૂતાઈ પર) કોણ કહી શકશે?”
આ કેસમાં સરકારી વકીલ સંજય વોરાએ આરોપી પક્ષની જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, આ અપરાધમાં જયસુખની કેસના અન્ય નવ સહ-આરોપીઓ કરતા મોટી ભૂમિકા છે અને સમાનતાના સિદ્ધાંતના આધારે સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કરીને અન્ય નવ આરોપીઓને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે.