Morbi Bridge Collapse: ગુજરાતમાં મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 લોકોના મોતના મામલે હાઇકોર્ટે મોરબી નગરપાલિકાને સખત ફટકાર લગાવી છે. આ દરમિયાન કોર્ટે ગુજરાત સરકાર અને મોરબી નગર પાલિકાને ઘણા આકરા સવાલ પૂછ્યા હતા. હાઇકોર્ટે નગરપાલિકાના વલણની ટિકા કરતા કહ્યું કે અધિકારી નોટિસ આપ્યા પછી કોર્ટમાં હાજર થઇ રહ્યા નથી.
કોર્ટે પૂછ્યું કે 15 જૂન 2016ના રોજ કોન્ટ્રાક્ટનો કાર્યકાળ સમાપ્ત થયા પછી પણ રાજ્ય સરકાર કે મોરબી નગર પાલિકાએ કોઇ ટેન્ડર કેમ જાહેર કર્યું નહીં? બાર એન્ડ બેન્ચના મતે મુખ્ય ન્યાયધીશ અરવિંદે કુમારે સુનાવણી દરમિયાન પૂછ્યું કે ટેન્ડર વગર કોઇ વ્યક્તિને રાજ્યએ આટલી મોટી જવાબદારી કેવી રીતે આપી દીધી? રાજ્યએ હજુ સુધી નગરપાલિકાના અધિકારો પર પોતાનો આદેશ કેમ ના થોપ્યો?
આ પણ વાંચો – ભાજપના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ મળી
જ્યારે મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે જાણવા માંગ્યું કે મોરબી નગર પાલિકા તરફથી કોણ હાજર થયું તો એજીએ કોર્ટને કહ્યું કે નગર પાલિકાને હજુ સુધી કોર્ટથી કોઇ નોટિસ મળી નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે રજિસ્ટ્રીએ નોટિસ જાહેર કરી હતી તે (મોરબી નગર પાલિકા) હવે હોશિયાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યના અધિકારીઓ પાસે જવાબ માંગતા કોર્ટે તેમને એક નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
નગર પાલિકાએ પોતાને નિર્દોષ ગણાવતા ઓરેવા કંપનીને બતાવી હતી જવાબદાર
નગર પાલિકાએ આ મામલે પોતાને દોષમુક્ત કરવાની માંગણી કરતા દાવો કર્યો કે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ ઓરેવા સમૂહની પ્રમુખ કંપની છે અને તે જ પુલની સુરક્ષા, સંચાલન અને દેખભાળ માટે પૂરી રીતે જવાબદાર છે. તેમનો એ પણ તર્ક છે કે ખાનગી ફર્મે ઉદ્ઘાટન વિશે નગર પાલિકાને જાણ કરી ન હતી તેથી તે સુરક્ષા ઓડિટ કરાવી શકી ન હતી.
ઉલ્લેખનીય છે કે મોરબી નદી પર બનેલો સસ્પેન્સન બ્રિજ 30 ઓક્ટોબરે તૂટી પડ્યો હતો. જેમાં 55 બાળકો સહિત 135 લોકોના મોત થયા હતા.