મોરબી દુર્ઘટના: ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર રવિવારે (30 ઓક્ટોબર, 2022) એક કેબલ બ્રિજ તૂટી ગયો. આ અકસ્માતમાં 141 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તો, અત્યાર સુધીમાં 175 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં બે પાડોશી મિત્રોના પરિવારના સભ્યોના મોતની એક કરૂણ ઘટના સામે આવી છે.
નાના ખીજડિયા ગામમાં છેલ્લા ત્રણ દાયકાથી આસિફ મકવાણા અને પ્રભુભાઈ ઘોઘા આ બંને પડોશીઓ અને પારિવારિક મિત્રો છે. કરિયાણાની ખરીદી કરવા જવાનું હોય કે વેકેશનમાં ફરવા જવાનું હોય, બંને પરિવારો બધુ સાથે મળીને કરતા હતા. પ્રભુભાઈ ઘોઘાના પુત્ર વિક્રમે જણાવ્યું કે, મારી બહેન પ્રિયંકા (19 વર્ષ) નાના અરશદ (7 વર્ષ) ને ખૂબ પ્રેમ કરતી હતી. જ્યારે તેમનો મૃતદેહ મળ્યો ત્યારે પ્રિયંકાએ અરશદની આંગળી પકડેલી હાલતમાં હતી.

ઉલ્લેખનીય છે કે, મોરબીના વાજેપાર વિસ્તારમાં 35 વર્ષીય આસિફભાઈ મકવાણા અને 55 વર્ષીય પ્રભુભાઈ ઘોઘાને પણ વળતરનો ચેક મળ્યો હતો. મોરબી પુલ દુર્ઘટનામાં મકવાણાના સાત વર્ષના પુત્ર અરશદ અને પ્રભુભાઈની 19 વર્ષી પુત્રી પ્રિયંકા સહિત પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા.

આસિફ મકવાણા અને પ્રભુભાઈ ઘોઘા છેલ્લા 30 વર્ષથી પાડોશી અને પારિવારિક મિત્ર રહ્યા છે. કરિયાણાની ખરીદીથી લઈ દરેક ચીજ વસ્તુ માટે એક સાથે જ જતા હતા. મોરબી ઝુલતા પુલ પર પણ બંનેના પરિવારના સભ્યો એક સાથે ફરવા ગયા હતા. પ્રભુભાઈના પુત્ર વિક્રમે કહ્યું હતું કે “મારી બહેન પ્રિયંકા નાના અરશદને ખુબ જ પ્રેમ કરતી હતી. જ્યારે બંનેની લાશો મળી ત્યારે પ્રિયંકાએ અરશદની આંગળી પકડેલી હતી. મારી માતા પણ તેમની સાથે હતી પરંતુ સૌભાગ્યથી તે બચી ગઈ.
આ પણ વાંચો – મોરબી ઝુલતો પુલ દુર્ઘટના: PM નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળે પહોંચ્યા, Oreva કંપનીનું બોર્ડ ઢંકાઈ ગયું
પુલ દુર્ઘટનામાં 29 વર્ષીય પત્ની શાહબાનો અને 62 વર્ષીય માતા મુમતાજ અને 7 વર્ષિય પુત્ર અરશદને ગુમાવનાર આસિફભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે પુલની દેખરેક નગરપાલિકા કરી રહી હતી ત્યારે પુલ ઉપર માત્ર 50 લોકોને જવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ પ્રવેશ અને બહાર જવા માટે નિયંત્રણ કરવામાં આવતું હતું. જોકે, ખાનગી કંપનીને આ પુલ ઉપર વધારેમાં વધારે લોકો મોકલવાની આઝાદી કોણે આપી હતી? આ ઉપરાંત 100 વર્ષો સુધી પુલ પર લાકડાના પાટિયા હતા ત્યાં સુધી કંઈ થયું નહીં પરંતુ નવા પુલને ખોલવાના પાંચ દિવસમાં જ આટલી મોટી હોનારત થઈ ગઈ હતી. આનો શું મતલબ થાય?