Morbi Bridge Collapse | મોરબી બ્રિજ ધરાશાયી : એક એવી મોટી દુર્ઘટના જે હજુ પણ અનેક પરિવારને સતાવી રહી

Morbi bridge collapse : મોરબી બ્રિજ દુર્ઘટનામાં સાત બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવતા અનાથ થયા હતા, હજુ પણ અનેક પરિવાર તેમના સ્વજનો ગુમાવતા આ દુખ અને મુશ્કેલીઓમાંથી બહાર નથી આવી રહ્યા, આખી જિંદગીનુ દુખ અને પરેશાની તેમને સતાવી રહી.

Written by Kiran Mehta
October 30, 2023 19:17 IST
Morbi Bridge Collapse | મોરબી બ્રિજ ધરાશાયી : એક એવી મોટી દુર્ઘટના જે હજુ પણ અનેક પરિવારને સતાવી રહી
મોરબી બ્રિજ દુર્ઘટના - પીડિત પરિવાર

Morbi Bridge Collapse : અમદાવાદમાં ચાવડાના ઘરમાં જુના અખબારો ચોંટેલા છે. સાત વર્ષની હર્ષિ ચાવડા તેના દાદી બાલુબેનને યાદ કરતા, અરીસા સામે ઊભી રહી “પોતાની ભ્રમર સાથે મેકઅપ કરવાનો” ડોળ કરે છે.

બાલુબેન કહે છે કે, “તેણે કદાચ આ એટલા માટે કર્યું કારણ કે, તેણે તેની માતાને બ્યુટી પાર્લરમાં આવું જ કરતી જોઈ હતી. પણ અમે તેને રોકી દીધી,”

ગયા વર્ષે દિવાળીની રજાઓ હતી અને હર્ષિ તેના માતા-પિતા સાથે પોતાની કાકી, પિતા અશોકભાઈની બહેનને મળવા મોરબીમાં હતા. ગુજરાતી નવા વર્ષની ઉજવણી કર્યા પછી, પરિવાર 30 ઓક્ટોબરના રોજ ઝુલતા બ્રિજ તરીકે ઓળખાતા પેડેસ્ટ્રિયન કેબલ બ્રિજ પર ગયા હતા.

થોડીવાર પછી હર્ષિએ પોતાને એક કેબલ પકડીને ઉભી જોઈ. તેના માતાપિતા બંને ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા. તે હવે અમદાવાદમાં તેના દાદા દાદી – જેસિંગભાઈ (65) અને બાલુબેન (60) સાથે રહે છે. તેણીના પિતા અશોકભાઇ અમદાવાદમાં તબીબી પ્રતિનિધિ હતા અને માતા ભાવનાબેન બ્યુટી પાર્લરમાં કામ કરતા હતા અને વધારાની આવક માટે કપડાં સિલાઇ કરતા હતા. તે દિવસે મૃત્યુ પામેલા 135 લોકોમાંથી 55 બાળકો હતા. જેમાંથી સાત બાળકો અનાથ થયા.

હર્શી તેના માતાપિતા અથવા ઘટના વિશે ત્યાં સુધી વાત નથી કરતી, જ્યાં સુધી તેને દાદા દાદીના કહેવા સિવાય પુછવામાં ન આવે. હર્ષિનો ધોરણ 1 માં પ્રવેશ મેળવ્યો, તેના દાદા દાદી તેની દરેક ચાલ વિશે ચિંતિત રહે છે. જેસિંગભાઈ કહે છે કે, “તે હવે અમારી જવાબદારી છે અને અમે ખૂબ ડરી ગયા છીએ. અમને ડર છે કે, અમે પૂરતું નથી કરી રહ્યા અથવા કંઈક ખોટું કરી રહ્યા છીએ. અમને ખબર નથી કે, અમારા અવસાન પછી તેનું શું થશે. અમને ખબર નથી કે, અમે તેની સંભાળ કેવી રીતે રાખીશું. અશોક અને ભાવના બંને અમારા માટે કમાવનાર હતા. તેને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને અમે તેને અભ્યાસમાં મદદ પણ કરી શકતા નથી.” અશોકના માતા-પિતા પાસે તેમના પુત્રને ગુમાવવાનું દુઃખ સહન કરવા માટે થોડો સમય હતો.

અશોકનો 33 વર્ષીય ભાઈ અનિલ, જે તેની ભત્રીજીને પ્રેમ કરે છે, તે એક મજૂરી કામ કરે છે. તેણે તાજેતરમાં તેના માટે રોલર સ્કેટની એક જોડી ખરીદી હતી. “હું સારી રીતે સ્કેટ કરતો હતો. મારો ભાઈ (અશોક) કરાટેમાં ગ્રીન બેલ્ટ હતો. તેણી કહેતી હતી કે તેને સ્કેટ જોઈએ છે. પરંતુ હવે તેના દાદા-દાદીને ડર છે કે, તે પડીને પોતાને ઈજા પહોંચાડી શકે છે. હું હજુ સુધી તેને સ્કેટિંગ કરવા માટે લઈ જઈ શક્યો નથી પણ આશા છે કે, દિવાળીની રજાઓમાં હું આ વખતે કોશિસ કરીશ. દર સપ્તાહના અંતે, તેણી કહે છે કે, તેણી કોઈ સંબંધીના ઘરે જવા માંગે છે, અને દર વખતે અમને ડર લાગે છે કે, કંઈક ખોટું ન થઈ જાય,” અનિલ કહે છે, હર્ષિ ઉત્સાહપૂર્વક ચિત્રો બનાવે છે, તે Instagram રીલમાંથી આકારોની લગભગ સંપૂર્ણ નકલ કરે છે.

Morbi bridge collapse
મોરબી બ્રિજ દુર્ઘટના – પીડિત પરિવાર

અનિલ ભવિષ્યની ચિંતા પણ કરે છે અને અપરાધભાવથી પણ પીડાય છે. અવિવાહિત હોવાને કારણે તેના લગ્નની સંભાવનાઓ ઓછી છે. અનિલ કહે છે, કોઈ પણ યુવતી “એક બાળક અને વૃદ્ધ માતા-પિતાની જવાબદારી ઈચ્છતું નથી.” હર્ષિ, જેના નખ લાલ અને ગુલાબી રંગના છે, કહે છે કે, તે આ વર્ષે ગરબા જોવા નહોતી ગઈ, નહીંતર તેને ક્યારેય આ તક છોડતી નહી. તે કહે છે કે, “મને હવે ભીડ ગમતી નથી.”

મોરબીમાં 11 વર્ષની ગોપી પરમારે તેનો 18 વર્ષનો ભાઈ રવિ ગુમાવ્યો હતો. તેમના પિતા રમણિકભાઈ, એક કડિયાકામના વ્યવસાયી હતા, જેમનું 2021 માં કોવિડથી મૃત્યુ પામ્યા હતા.

સિરામિક યુનિટમાં કામ કરતો રવિ અને સુરતથી આવેલા તેનો પિતરાઈ ભાઈ તે દિવસે બ્રિજ પર ગયા હતા. જ્યારે પિતરાઈ ભાઈ બચી ગયો હતો, અને રવિ પાછળથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

બંને છોકરાઓએ રવિની માતા ગીતાબેન (44)ને કહ્યું ન હતું કે, તેઓ પુલ પર જઈ રહ્યા છે. ગીતાબેન કહે છે કે, “જ્યારે તેઓ બ્રિજ પર હતા, ત્યારે રવિએ ગોપીને ચીડવવા માટે તેને વીડિયો કૉલ કર્યો, અને તેઓ તેણીને સાથે ન લઈ ગયા, આનાથી તે પરેશાન થઈ ગઈ, તેણીને શાંત કરવા માટે, રવિએ કહ્યું કે, તે ઘરે પરત ફરતી વખતે પાણીપુરી, એક ખૂબ જ પ્રિય સ્ટ્રીટ ફૂડ લેતો આવશે, પરંતુ રવિ પાછો જ ન આવ્યો”

Morbi bridge collapse
મોરબી બ્રિજ દુર્ઘટના – પીડિત પરિવાર

મોરબીમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ગીતાબેનને પુત્રીની સંભાળ લેવા માટે નોકરી છોડવી પડી. “મારી હોસ્પિટલનો સમય સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધીનો હતો, પરંતુ ગોપીની સ્કૂલ બપોરે 12 થી સાંજના 6 વાગ્યા સુધીની છે અને તેણે સવારે 9 વાગ્યે ટ્યુશન માટે જવાનું હોય છે. ગીતાબેન કહે છે, “હવે હું તેને એકલો છોડી શકતી નથી કારણ કે તે મારી પાસે એકમાત્ર છે.

હવે તે ઘરેલુ સહાયક તરીકે કામ કરે છે. જોકે, ગોપીને કેટલીક ફરિયાદો છે. તે નારાજ છે કે, તેની માતા તેને પાવાગઢ કે અન્ય સ્થળોએ રાતભર શાળાના પ્રવાસ માટે જવા દેતી નથી. તેણી કહે છે કે, તેણી રક્ષાબંધન પર રવિને મિસ કરતી હતી.

ગોપી અને હર્ષિના પરિવારોની જેમ, ઘણા લોકો હજુ પણ દુર્ઘટના પછી તેમના તૂટેલા સ્વ સાથે સમાધાન કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

Morbi bridge collapse
મોરબી બ્રિજ દુર્ઘટના – પીડિત પરિવાર

મોરબી બ્રિજ ધરાશાયી દુર્ઘટના અને પછીનો પૂરો ઘટનાક્રમ

ઑક્ટોબર 30, 2022 : ઝુલતો બ્રિજનો અપસ્ટ્રીમ સ્ટીલ કેબલ, મચ્છુ નદી પર ઐતિહાસિક કેબલ-સ્ટેન્ડ બ્રિજ, જ્યારે લગભગ 400 લોકો પુલ પર હતા ત્યારે તૂટી ગયો. ઝુલતો પુલ નદીમાં પડી જવાથી 135 લોકોના મોત થયા હતા અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.

ઑક્ટોબર 31, 2022 : પોલીસે ‘બ્રિજની જાળવણી અને સંચાલન માટે જવાબદાર એજન્સીઓ’ વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધ્યો અને ઓરેવા ગ્રૂપના અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (AMPL)ના બે મેનેજર સહિત નવ લોકોની ધરપકડ કરી. પોલીસ તપાસની સાથે તપાસ હાથ ધરવા માટે રાજ્ય સરકાર અમલદારો, ઇજનેરો, શિક્ષણવિદો અને પોલીસ અધિકારીઓનો સમાવેશ કરતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવે છે.

1 નવેમ્બર, 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી. તપાસ હજુ ચાલુ છે.

2 નવેમ્બર, 2022: પોલીસે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની પૂછપરછ કરી. મોરબી નાગરિક સંસ્થાએ 135 પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભાનું આયોજન કર્યું હતું.

3 નવેમ્બર, 2022: તપાસ અને બચાવ કામગીરી સમાપ્ત.

નવેમ્બર 4, 2022: સંદીપસિંહ ઝાલાને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને મોરબી નગરપાલિકામાંથી બહાર કરી દેવામાં આવ્યા.

નવેમ્બર 24, 2022: પુલ તૂટી પડવા અંગે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) ની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે મોરબી નગરપાલિકાની ખામીને અવલોકન કરી અને રાજ્ય સરકારને તેને નગરપાલિકાને બરખાસ્ત કરવા જણાવ્યું. પરંતુ શા માટે તે ધ્યાનમાં લેવામાં આવતું નથી.

ડિસેમ્બર 8, 2022: કાંતિલાલ અમૃતિયા, જેમણે બ્રિજ તૂટી પડયા પછી મચ્છુ નદીમાં તેમના “બચાવ કાર્ય” આસપાસ તેમના ચૂંટણી પ્રચારનો આધાર રાખ્યો હતો, તેઓ ભાજપની ટિકિટ પર મોરબી વિધાનસભા બેઠક જીત્યા હતા.

ડિસેમ્બર 11, 2022: SIT એ તેનો પ્રાથમિક તપાસ અહેવાલ સરકારને સુપરત કર્યો, જેમાં પુલના સમારકામ, સંચાલન અને જાળવણીમાં ઘણી ક્ષતિઓ પર પ્રકાશ પાડ્યો, અને રેખાંકિત કર્યું કે, અપસ્ટ્રીમ કેબલમાંના 49 માંથી 22 વાયરોમાં કાટ લાગેલો હતો.

જાન્યુઆરી 13: મોરબીની એક અદાલતે ઓરેવા ગ્રૂપના AMPLના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું, કારણ કે તેમણે તપાસમાં જોડાવા માટેના પોલીસ સમન્સનો જવાબ ન આપ્યો.

જાન્યુઆરી 18: રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે, ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનાને પગલે તેનું જનરલ બોર્ડ કેમ સ્થગિત ન કરવું જોઈએ.

25 જાન્યુઆરી: ઓરેવા ગ્રૂપે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું કે, તે પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોને વળતર આપવા તૈયાર છે.

27 જાન્યુઆરી: મોરબી પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જયસુખ પટેલનું નામ લઈને ચાર્જશીટ દાખલ કરી. દરમિયાન પટેલ હજુ પણ ફરાર છે.

જાન્યુઆરી 31: જયસુખ પટેલે મોરબીની સ્થાનિક કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો.

10 માર્ચ: પોલીસે જયસુખ પટેલ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી.

11 એપ્રિલ: રાજ્ય સરકારે બ્રિજ ધરાશાયી થવાના પગલે ભાજપ શાસિત મોરબી નગરપાલિકાના જનરલ બોર્ડને “અયોગ્યતા” માટે બરખાસ્ત કરી નાખ્યું.

4 મે: હાઈકોર્ટે ત્રણ સુરક્ષા ગાર્ડને જામીન આપ્યા જેઓ અકસ્માત સમયે ઝુલતા પુલ પર તૈનાત હતા.

જૂન 9: હાઈકોર્ટે ઝુલતા બ્રિજ સાઇટ પર ટિકિટ બારીઓનું સંચાલન કરતા બે ક્લાર્કને પણ જામીન આપ્યા.

ઑક્ટોબર 9: SIT, તેના અંતિમ અહેવાલમાં, ઝુલતો પુલ તૂટી પડવા માટે ઓરેવા ગ્રૂપ અને મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીને જવાબદાર ઠેરવ્યા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ