Morbi Bridge Collapse : છેલ્લા 20 વર્ષમાં વિશ્વના સૌથી ખતરનાક પુલ અકસ્માતો

Morbi Bridge Collapse : મોરબી પુલ અકસ્માતમાં 132 લોકોએ જીવ ગુમાવ્યો, તો જોઈએ વિશ્વના છેલ્લા 20 વર્ષના સૌથી ખતરનાક બ્રિજ અકસ્માત (world dangerous bridge collapse), જેમાં અનેક લોકોએ પ્રાણ ગવાયા.

Written by Kiran Mehta
Updated : October 31, 2022 15:05 IST
Morbi Bridge Collapse : છેલ્લા 20 વર્ષમાં વિશ્વના સૌથી ખતરનાક પુલ અકસ્માતો
વિશ્વના મોટા બ્રિજ અકસ્માતો

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ ધરાશાયી થવાને કારણે મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત થયા છે જ્યારે બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઘટના પર નજર રાખી રહ્યા છે અને તેઓ રાહત અને બચાવ કાર્યની માહિતી લઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

  • વાંચો છેલ્લા 20 વર્ષના સૌથી ખતરનાક પુલ અકસ્માતો વિશે-

30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબી બ્રિજ અકસ્માત

આ પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ પુલ ચાર દિવસ પહેલા જ શરૂ કરવામાં આવ્યો હતો.

મેક્સિકો સિટીમાં 2021માં 26 લોકોના મોત થયા હતા

મે 2021 માં, મેક્સિકો સિટી સબવે સિસ્ટમના ટ્રેક પરનો એક એલિવેટેડ ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે પેસેન્જર ટ્રેન ક્રેશ થઈ હતી. આ અકસ્માતમાં 26 લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા.

જેનોઆમાં 2018માં 43 લોકોના મોત થયા હતા

2018 માં, ઇટાલિયન શહેર જેનોઆમાં એક પુલ તૂટી પડતાં 43 લોકોનાં મોત થયાં હતાં. મોરાન્ડી બ્રિજ ફ્રાન્સ અને ઇટાલીને જોડતા મુખ્ય હાઇવેનો ભાગ હતો. તે ઓગસ્ટ 2018 માં મુશળધાર વરસાદમાં તૂટી પડ્યો હતો, જેના કારણે ડઝનેક વાહનો અને મુસાફરો ખીણમાં પડ્યા હતા.

કોલકાતામાં 2016માં 26 લોકોના મોત થયા હતા

માર્ચ 2016માં, કોલકાતામાં વ્યસ્ત રોડ પર ફ્લાયઓવર તૂટી પડતાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. બચાવકર્તાઓએ લગભગ 100 લોકોને બહાર કાઢ્યા જેઓ કોંક્રિટ અને મેટલના મોટા સ્લેબ નીચે દટાવાથી ઘાયલ થયા હતા.

2011 માં ભારતમાં આફતો

ઑક્ટોબર 2011 માં, દાર્જિલિંગથી લગભગ 30 કિમી દૂર, ઉત્તરપૂર્વ ભારતમાં એક ભીડવાળો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં, અરુણાચલ પ્રદેશમાં નદી પરનો ફૂટબ્રિજ તૂટી પડતાં લગભગ 30 લોકોનાં મોત થયાં હતાં.

2007માં નેપાળ અને ચીનમાં બનેલી ઘટના

ઓગસ્ટ 2007માં, ચીનના મધ્ય હુનાન પ્રાંતમાં નદી પરનો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 64 કામદારો માર્યા ગયા હતા. નેપાળમાં, ડિસેમ્બરમાં પશ્ચિમમાં શ્રદ્ધાળુઓથી ભરેલો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા અને 25 ગુમ થયા હતા.

2003માં ભારત અને બોલિવિયા

ભારતમાં, ઓગસ્ટ 2003માં મુંબઈ નજીક નદીમાં પુલ તૂટી પડતાં 19 બાળકો સહિત 20 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં એક સ્કૂલ બસ અને અન્ય ચાર વાહનો નદીમાં પડી ગયા હતા.

ડિસેમ્બરમાં, બોલિવિયામાં ઓછામાં ઓછા 29 લોકોનાં મોત થયાં હતાં જ્યારે એક પુલ પૂરથી ધોવાઈ ગયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ