Morbi Bridge Collapse: 30 ઓક્ટોબર 2022નો દિવસ મોરબી શહેર માટે કાળી ટીલી સમાન બની ગયો હતો. મોરબી નદી ઉપર આવેલો ઝુલતો પૂલ તૂટી પડતાં 135 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 175થી વધારે લોકોને બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં તપાસનો ચાલું થઈ ગયો હતો. અને તપાસનો રેલો મોરબી નગર પાલિકા સુધી પહોંચ્યો હતો.
પોલીસે મોરબી નગર પાલિકાના મુખ્ય અધિકારી સંદીપ સિંહ ઝાલા સાથે પૂછપરછ કરી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે ઓરેવા ગ્રૂપ દ્વારા લગાવવામાં આવેલા ખાનગી કોન્ટ્રાક્ટરોએ આનું સમારકામ અને નવીનીકરણ દરમિયાન પુલની સંરચનાત્મક સ્થિરતાનું કોઈ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરાયું ન્હોતું. મોરબીના ઉપાધીક્ષક પી.એ.ઝાલાએ સીઓ ઝાલાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સંદીપ સિંહ ઝાલા સાથે ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પુલના કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા દસ્તાવેજોની પુષ્ટી કરવા માટે પણ કહ્યું હતું.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે આ મામલે સંદીપ સિંહ ઝાલાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો ન્હોતો. તપાસ સાથે જોડાયેલા સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે પુલને ચાલુ કરવા માટે ઓરેવા દ્વારા લગાવવામાં આવેલી કંપની દેવ પ્રકાશ ફેબ્રિકેશન લિમિટેડે કોઈ કામ કર્યું નથી. પી.એ. ઝાલાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ફર્મે પુલની સંરચનાત્મક સ્થિરતાનું કોઈ પરીક્ષણ અથવા વૈજ્ઞાનિક મૂલ્યાંકન કર્યું નથી.
ઓરેવાના બે મેનેજરો પોલીસ કસ્ટડીમાં
મોરબી નગર પાલિકાએ માર્ચ 2022માં ઓરેવા ગ્રૂપની એક કંપની અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે 15 વર્ષ માટે કરાર કર્યો હતો. ત્યારબાદ પુલની મરામત કરવા માટે સાત મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો. દેવ પ્રકાશ ફેબ્રિકેશન લિમિટેડના માલિક પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાર અને દેવાંગભાઈ પ્રકાશભાઈ પરમાર સહિત બે મેનેજર 44 વર્ષીય દીપક નવિંદચંદ્ર પારેખ અને 41 વર્ષીય દિનેશ મહાસુખરાય દવેને સાત નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા છે.