મોરબી : કાર અચાનક સળગી ઉઠતા બિઝનેસમેનનું મોત, કારમાંથી 5 લાખ રૂપિયા રોકડા, પિસ્તોલ, 8 મોબાઇલ મળ્યા

Morbi News : મોરબીના લીપાપર નજીક અગમ્ય કારણોસર એક કારમાં આગ લાગી. કારના દરવાજા લોક થઇ જતા બિઝનેસમેન અજય ગોપાણીનું મોત

Written by Ashish Goyal
October 01, 2024 19:46 IST
મોરબી : કાર અચાનક સળગી ઉઠતા બિઝનેસમેનનું મોત, કારમાંથી 5 લાખ રૂપિયા રોકડા, પિસ્તોલ, 8 મોબાઇલ મળ્યા
Morbi News : મોરબી પાસે એક કાર સળગી જવાની ઘટના સામે આવી છે (તસવીર - સોશિયલ મીડિયા)

Morbi News : મોરબી પાસે એક કાર સળગી જવાની ઘટના સામે આવી છે. મોરબીના લીપાપર નજીક અગમ્ય કારણોસર એક કારમાં આગ લાગી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ આગના કારણે કારના દરવાજા લોક થઇ જતા ચાલક ભડથું થઇ ગયો હતો. કારમાં સવાર બિઝનેસમેન અજય ગોપાણીનું મોત નીપજ્યું છે.

પ્રાથમિક અહેવાલો પ્રમાણે મોરબીમાં રહેતા અજય ગોપાણી પોતાની કાર લઇને મોરબીના લીલાપર કેનાલ રોડ પર પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન કોઇ અગમ્ય કારણોસર કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ કારના દરવાજા લોક થઇ ગયા હતા. જેના કારણે કારચાલકનું સળગી જતા મોત થયું હતું.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – અમદાવાદ : ઠગ ટોળકી 2100 ગ્રામ સોનું લઇને ફરાર, 500ની નોટો પર હતી અનુપમ ખેરની તસવીર

રિપોર્ટ પ્રમાણે ગાડીમાંથી એક થેલો મળ્યો છે જેમાંથી પાંચ લાખ રૂપિયા રોકડા, એક પિસ્તોલ, આઠ મોબાઈલ અને એક ઘડિયાળ મળી આવી છે. જે તમામ મુદ્દામાલ મૃતક યુવાનના કૌટુંબિક ભાઈને સ્થળ ઉપર જ પોલીસની હાજરીમાં આપવામાં આવ્યા હતા. કારમાં આગ કયા કારણોસર લાગી હતી તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ