મોરબી કરૂણાંતિકા: પત્ની સાથે ત્રણે બાળક ડૂબી ગયા, પરિવાર વિખેરાયો, એક સાથે ચારેયની અર્થી ઉઠતાં ગામ હિબકે ચઢ્યું

morbi cable bridge collapses Tragedy: મોરબી પુલ દુર્ઘટનામાં એક પરિવારની કરૂણ કહાની સામે આવી છે. ફરવા માટે ગયેલો પરિવાર એક જ ક્ષણમાં વેર વિખેર (same family Died), પત્ની અને ત્રણ બાળકોના મોતની વિસ્તારમાં ગમગીની.

Written by Kiran Mehta
Updated : October 31, 2022 13:55 IST
મોરબી કરૂણાંતિકા: પત્ની સાથે ત્રણે બાળક ડૂબી ગયા, પરિવાર વિખેરાયો, એક સાથે ચારેયની અર્થી ઉઠતાં ગામ હિબકે ચઢ્યું
ઝુલતો પુલ મોતનો પુલ બનતાં અનેક પરિવાર તૂટી ગયા..... જાણો મોરબી કરૂણાંતિકાની વધુ વિગતો

મોરબી પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 132 લોકોના મોત સામે આવી ચુક્યા છે, હજુ બચાવ કામગીરી ચાલુ છે. ત્યારે એક જ પરિવારના ચાર સભ્યોના મોતની કરૂણાંતિકાએ લોકોના દિલ હચમચાવી નાખ્યા છે.

મોરબીમાં દલવાડી સર્કલ નજીક આવેલા કપુરવાડી વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યો રવિવારની રજા અને વેકેશનનો આનંદ માણવા માટે મચ્છુ નદી પર બનેલા ઝુલતા પુલ પર ગયા હતા, પરંતુ ક્યાં ખબર હતી કે આ પરિવાર સાથેની છેલ્લી મજા છે. પુરો પરિવાર પુલ પર હતો અને પુલ ધડામ લઈ તૂટી પડ્યોઅને પુરો પરિવાર નદીમાં પુલ સાથે પડ્યો. અને પુરો પરિવાર વેર વિખેર થઈ ગયો, પતિ-પત્ની અને ત્રણ બાળકો બધા નદીમાં પડ્યા.

મોતના મુખમાંથી બચેલા રૂપેશભાઈ ડાભીએ જણાવ્યું કે, તેઓ પરિવાર સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા, ત્યારે અચાનક પુલ ધરાશાયી થયો અને તેઓ તેમના ત્રણ બાળકો અને પત્ની સાથે નદીમાં પડ્યા, જોકે, તેઓએ નીચે પડ્યા બાદ પત્ની અને બાળકોને શોધ્યા પરંતુ મળ્યા નહીં, અને આખરે હિંમત હારી તરીને બહાર આવી જતા બચી ગયા.

આ પણ વાંચોઃ- બીજેપી સાંસદ મોહન કુંડારિયા ના 12 સગા-સંબંધીઓના મોત: સંબંધીએ 4 દીકરી, 3 જમાઈ, 5 બાળકો ગુમાવ્યા

આ દુર્ઘટનામાં પત્ની હંસાબેન ડાભી, તુષાર (8 વર્ષ), શ્યામ (5 વર્ષ) અને માયા (2 વર્ષ)ના મોત થયા છે. આ રીતે પુરો પરિવાર આ દુર્ઘટનામાં વેરવિખેર થઈ ગયો. પતિ રૂપેશભાઈ હજુ પણ શોકમાં ગરકાવ છે. આજે સવારે પરિવારના ચારે સભ્યોની એક સાથે અર્થી ઉઠતા પુરા વિસ્તારમાં લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. આતો એક પરિવારની વાત થઈ આવા અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા, કોઈએ બાળક તો કોઈએ સુહાગ ગુમાવ્યો તો કોઈએ પત્ની, તો કોઈએ માતા-પિતા ગુમાવ્યા.

આ પણ વાંચોઃ- “સાત માસની સગર્ભાને મરતા જોઈ હું કંપી ઉઠ્યો”: મોરબી પુલની દુર્ઘટના નજરે જોનાર ચાવાળાએ વ્યક્ત કરી દર્દનાક કહાની

ઉલ્લેખનીય છે કે, બીજેપી સાંસદ મોહન કુંડારીયાના પણ 12 સગા સંબંધીના મોતના સમાચાર સામે આવ્યા છે. જેમાં સાંસદની બહેનના સાળા એટલે કે મારા સાળાના ભાઈએ 4 દીકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ગુમાવ્યા છે. આ ખુબ દુખદ છે. તેમણે કહ્યું કે, દોષિતોને બક્ષવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ