પુલ જોવા માટે લોકોને રૂ.50માં બ્લેકમાં ટિકિટ વેચાઈ, મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલા 10 મોટા પ્રશ્નો

morbi cable bridge collapses: 26 ઓક્ટોબરે ગુજરાતી નવા વર્ષના અવરસ પર સાત મહિના બાદ આ પુલને ફરીથી ચાલું કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ પુલ સાથે જોડાયેલા 10 મોટા મહત્વના પ્રશ્નો.

Written by Ankit Patel
October 31, 2022 14:55 IST
પુલ જોવા માટે લોકોને રૂ.50માં બ્લેકમાં ટિકિટ વેચાઈ, મોરબી પુલ દુર્ઘટના સાથે જોડાયેલા 10 મોટા પ્રશ્નો
મોરબી પુલ અકસ્માતનો સીસીટીવી વીડિયો

ગુજરાતના મોરબીમાં થયેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132 લોકોના મોત થયા છે. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલું છે. મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના સાથેના મહત્વના અને મોટા પ્રશ્નો પણ ઊભા કરે છે. આ પુલ રાજા-મહારાજાઓ સમયનો છે. 26 ઓક્ટોબરે ગુજરાતી નવા વર્ષના અવરસ પર સાત મહિના બાદ આ પુલને ફરીથી ચાલું કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ પુલ સાથે જોડાયેલા 10 મોટા મહત્વના પ્રશ્નો.

  1. પુલ દુર્ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકોને 50 રૂપિયામાં બ્લેકમાં ટિકિટ વેચવામાં આવી છે. શું પુલ મેનેજમેન્ટ ત્યાં પહેલાથી જ ટિકિટ બ્લેક કરતું હતું. કોઈપણ સુરક્ષા ઓડિટ વગર જ પુલને ખોલી દેવામાં આવ્યો હતો?
  2. મોરબી પુલ દુર્ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે જ્યારે 100થી 120 લોકોની ક્ષમતાવાળો પુલ હતો તો તેના ઉપર 400થી વધારે લોકો કેવી રીતે પહોંચ્યા? શું મેનેજમેન્ટને આની જાણકારી ન્હોતી.
  3. મોરબી પુલની દેખરેખ રાખરનાર એજન્સી સામે 304,308 અને 114 અંતર્ગત ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો હતો. આજથી જ તપાસ શરૂ થઈ ગઈ છે. પરંતુ અત્યાર સુધી કોઈપણ જવાબદારની ધરપકડ કેમ કરવામાં આવી નથી?
  4. મોરબી નગર પાલિકાના અધિકારીએ જણાવ્યું કે પુલની સુરક્ષા ઓડિટ થઈ ન્હોતી અથવા ફિટનેસ સર્ટિફિકેટ લીધું ન્હોતું. પરંતુ શું પુલ ખોલતા સમયે નગરપાલિકા પ્રશાસનને આની જાણકારી ન્હોતી
  5. આ પુલ નગરપાલિકાની સંપત્તિ છે તો શું નગરપાલિકાને બ્લેકમાં ટિકિટ વેચાઈ એની જાણકારી ન્હોતી?
  6. જો પુલ ઉપર નિર્ધારિત સંખ્યાથી વધારે લોકો પહોંચ્યા હતા તો તેઓને કેમ ન રોકવામાં આવ્યા? તેમને ત્યાંથી કેમ હટાવવામાં આવ્યા નહીં? શું ત્યાં પ્રશાસનનો કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન્હોતો?
  7. પુલ ઘટનાના ચાર-પાંચ દિવસ પહેલા જ ખોલવામાં આવ્યો તો શું નગરપિલાકાએ ફિટનેશ સર્ટિફિકેટ વગર પુલ ખોલવા પર કંપનીને કોઈ નોટિસ મોકલી?
  8. પુલ ઉપર એકવારમાં માત્ર 20થી 25 લોકોને જવાની મંજૂરી છે. તો કેવી રીતે ક્ષમતા કરતા 16 ગણા વધારે લોકો પહોંચ્યા?
  9. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફિટનેશ સર્ટિફિકેટ વગર જ પુલને ખોલવામાં આવ્યો?
  10. શું પુલની દેખરેખ રાખનાર કંપનીનું બધું ધ્યાન ટિકિટ બ્લેક કરવા અને વધારે નફો કમાવવા ઉપર હતું?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ