morbi cable bridge collapses: ગુજરાતના મોરબીમાં કેબલ સસ્પેન્શન બ્રિજ ટૂટવાની દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે. નગર પાલિકાએ પુલનું ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું ન્હોતું. પુલની ક્ષમતા કરતા વધારે લોકો પહોંચી જવાના કારણે પુલ તૂટી ગયો હતો. પુલની ક્ષમતા 100 લોકોની હતી પરંતુ 500 લોકો પુલ ઉપર પહોંચી ગયા હતા. જેના કારણે ભારે ભીડનું વજન પુલ સહન કરી રહ્યો નહીં અને ધરાશાયી થયો હતો. મળતી માહિતી પ્રમાણે નગરપાલિકા પાસેથી પણ પુલનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન્હોતું. અત્યારે બચાવ કામગીરી ચાલું છે.
230 મીટર લાંબો આ પુલ દેશની ઐતિહાસિક ધરોહર
બ્રિઝના સમારકામની જવાબદારી ઓરેવા ગ્રૂપ પાસે છે. ગ્રૂપને માર્ચ 2022થી માર્ચ 2037 સુધી 15 વર્ષ માટે મોરબી નગરપાલિકા સાથે કરાર કર્યો છે. બ્રિઝની સુરક્ષા, સફાઇ, ટોલ વસૂલવો, દેખરેખ અને સ્ટાફ મેનેજમેન્ટનું કામ ઓરેવા ગ્રૂપ જ કરે છે. 230 મીટર લાંબો આ ઐતિહાસિક પુલ મોરબી જ નહીં પરંતુ આખા દેશ માટે ઐતિહાસિક ધરોહર છે.
140 વર્ષ પહેલા બ્રિટિશરોએ બનાવ્યો હતો પુલ
140 વર્ષ પહેલા બ્રિટિશ રાજમાં આ પુલ બનાવવામાં આવ્યો હતો. એ સમયે પુલ બનાવવાનો ખર્ચ ત્રણ લાખ થયો હતો. પુલને બનાવવા માટેનો સામાન ઇંગ્લેન્ડથી લાવવામાં આવ્યો હતો. 20 ફેબ્રુઆરી 1879માં પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
તપાસ કમિટીમાં કોણ કોણ હશે
રાજ્ય સરકાર દ્વારા તપાસ કમિટીની રચના કરી દુર્ઘટના માટે કોણ જવાબદાર તેનો રિપોર્ટ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં (1) રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, (2) કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, (3) ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, (4). સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન, (5).સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ સભ્યો કમિટીમાં હશે. આ લોકો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે.
વડાપ્રધાન મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાતના પ્રવાસે છે. તેઓ રાજ્યના ત્રણ દિવસીય પ્રવાસે છે. દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીને બચાવ અભિયાન માટે તત્કાલ ટીમો મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટીમો બચાવ કાર્યમાં લાગી છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારને બે લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.
સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ શું કહ્યું?
સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું કે “પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક લોકો નદીમાં પડી ગયા હતા. બચાવ અભિયાન ચાલું છે. અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.” દુર્ઘટનાને નજરે જોનાર લોકો અનુસાર જ્યારે પુલ તૂટ્યો તાયેર લટકતા પુલ ઉપર અનેક મહિલાઓ અને બાળકો હતા. મંત્રી મેરજાએ એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આ દુર્ઘટનામાં 60થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. 17 લોકો આ સમયે હોસ્પિટલમાં દાખલ છે. આ દુર્ઘટના સાંજે 6.40 વાગ્યે થઈ હતી. બચાવ કાર્ય ચાલું છે. મૃતકોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.”