વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં મુકેશ અંબાણી : 'મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે, 7 કરોડ ગુજરાતીઓના સપના થશે સાકાર'

Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં મુકેશ અંબાણી (Mukesh Ambani) એ કહ્યું - હું અને મારી કંપની ગુજરાતી, રિલાયન્સ ગુજરાતીઓના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં.

Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં મુકેશ અંબાણી (Mukesh Ambani) એ કહ્યું - હું અને મારી કંપની ગુજરાતી, રિલાયન્સ ગુજરાતીઓના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Vibrant Gujarat Global Summit 2024, Mukesh Ambani

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં મુકેશ અંબાણી

Vibrant Gujarat Global Summit 2024 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં મુકેશ અંબાણી : રિલાયન્સ આગામી 10 વર્ષ સુધી ગુજરાતના ગ્રીન એનર્જી સેક્ટરમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. રિલાયન્સ 2030 સુધીમાં ગુજરાતના લગભગ અડધા ગ્રીન એનર્જી વપરાશનું ઉત્પાદન કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં આ જાહેરાત કરી હતી.

Advertisment

ગ્રીન ડેવલપમેન્ટમાં ગુજરાત વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવે તેની ખાતરી કરવા માટે, રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. અંબાણીએ જણાવ્યું હતું કે, “આનાથી મોટી સંખ્યામાં ગ્રીન જોબ્સનું સર્જન થશે અને ગ્રીન પ્રોડક્ટ્સ અને મટિરિયલ્સનું ઉત્પાદન શક્ય બનશે, જે ગુજરાતને ગ્રીન પ્રોડક્ટ્સમાં અગ્રણી નિકાસકાર બનાવશે.

રિલાયન્સ 7 કરોડ ગુજરાતીઓના સપના સાકાર કરશે

પોતાના ભાષણમાં મુકેશ અંબાણીએ કહ્યું, 'બાળપણમાં મારા પિતા ધીરુભાઈ અંબાણી મને જે કહેતા હતા તે હું ક્યારેય ભૂલીશ નહીં. તેઓ કહેતા હતા કે ગુજરાત તમારી માતૃભૂમિ છે અને ગુજરાત હંમેશા તમારું કાર્યસ્થળ રહે. તેમણે કહ્યું કે આજે હું ફરી એકવાર કહેવા માંગુ છું કે રિલાયન્સ એક ગુજરાતી કંપની હતી, છે અને રહેશે.

આ પણ વાંચો - Vibrant Gujarat Global Summit 2024 | વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 : ગૌતમ અદાણી ગુજરાતમાં ક્યાં, કેટલુ અને કયા સેક્ટરમાં કરશે રોકાણ?

Advertisment

ગુજરાતને પોતાની માતૃભૂમિ અને કાર્યસ્થળ ગણાવતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં રિલાયન્સે દેશમાં લગભગ 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં જ થયું છે. રિલાયન્સ 7 કરોડ ગુજરાતીઓના સપનાને સાકાર કરવામાં કોઈ કસર છોડશે નહીં.

વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાતી ન્યૂઝ ગુજરાત મુકેશ અંબાણી PM Narendra Modi