ભરૂચઃ વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે ગુજરાતમાં વડાપ્રધાન મોદીનો બીજો દિવસ છે. તેમણે ભરૂચના આમોદથી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું. જેમાં જંબુસરમાં અંદાજે રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ, રૂ. 127.58 કરોડના ખર્ચે રાજયમાં આકાર પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્કનું ભૂમિપૂજન, રૂ. 100 કરોડના ખર્ચે અકલેશ્વર એરપોર્ટ ફેઝ –1 જેવા વિકાસકામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જાહેર જનતાને સંબોધી હતી.
ભરૂચમાં પીએમ મોદીએ મુલાયમ સિંહને યાદ કરી આપી શ્રદ્ધાંજલિ
ભરૂચ જિલ્લામાં વિકાસ કામોના લોકાર્પણ સમયે જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાયમ સિંહ યાદવને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘હું અહીં આવી રહ્યો હતો ત્યારે મને એક દુઃખદ સમાચાર મળ્યા કે મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમનું અવસાન દેશ માટે મોટી ખોટ છે. મુલાયમ સિંહ સાથે મારો ખૂબ જ ખાસ સંબંધ છે. જ્યારે અમે મુખ્ય પ્રધાન તરીકે મળતા હતા – તેઓ અને હું અમે સંબંધની લાગણી અનુભવતા હતા.
2014 માં જ્યારે ભાજપે મને વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે આશિર્વાદ આપ્યા હતા ત્યારે વિપક્ષના લોકો જેમની સાથે મારો સંબંધ હતો. જોકે અમારા વૈચારિક મતભેદો હતા. મેં તેમને આશિર્વાદ લેવા માટે બોલાવ્યા હતા. મને યાદ છે કે મુલાયમ સિંહજીએ મને આશીર્વાદના બે શબ્દો કહ્યા હતા. તે મારી અમાનત છે. 2013 માં તેમણે મને આશિર્વાદ આપ્યા હતા. 2019માં છેલ્લી સરકારના છેલ્લા સંસદ સત્રમાં મુલાયમ સિંહ ગૃહમાં ઊભા થઈને કંઈક એવું બોલ્યા જે મારા જીવનનો સૌથી મોટો આશિર્વાદ છે. કોઈપણ રસ કે રાજકીય રમત વિના તેમણે કહ્યું હતું કે, ‘મોદીજી બધાને સાથે લઈ જાય છે અને મને વિશ્વાસ છે કે તેઓ 2019 જીતીને ફરીથી વડાપ્રધાન બનશે.’
તેમનું હૃદય એટલું મોટું હશે કે જ્યાં સુધી તેઓ જીવતા રહ્યા ત્યાં સુધી તેમણે મને આશિર્વાદ આપતા રહ્યા હતા. આજે મા નર્મદાના કિનારે અને ગુજરાતની ધરતી પરથી હું તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેમના પરિવાર અને સમર્થકોને આ નુકસાનનો સામનો કરવાની શક્તિ આપે.
ભરૂચના આમોદમાં કર્યા કરોડો રૂપિયા પ્રોજેકટના લોકાર્પણ ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે તેમણે મોઢેરા અને મહેસાણા જિલ્લામાં 3 હજારથી વધુ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, હવે આજે તેમણે ભરૂચના આમોદથી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું. જેમાં જંબુસરમાં અંદાજે રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ, રૂ. 127.58 કરોડના ખર્ચે રાજયમાં આકાર પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્કનું ભૂમિપૂજન, રૂ. 100 કરોડના ખર્ચે અકલેશ્વર એરપોર્ટ ફેઝ –1 જેવા વિકાસકામોનો સમાવેશ થાય છે.