મુંબઈ-ગુજરાતના વોન્ટેડ ગુનેગારની સુરતમાંથી ધરપકડ, 130 ગુનામાં સામેલ, 31 કેસમાં તો વોન્ટેડ

wanted criminal arrested Surat : સુરત પોલીસે (Surat Police) અનેક ગુનાઓમાં સામેલ એવા મોસ્ટ વોન્ટેડ આરોપી જુનૈદ શેખની ધરપકડ કરી છે. આરોપી 130થી વધુ કેસમાં સામેલ છે, તો 31 નવા કેસમાં વોન્ટેડ છે. પોલીસથી બચવા વેશ ધારણ કરતો, અને કારમાં જ સુઈ જતો

Written by Kiran Mehta
Updated : May 02, 2023 13:01 IST
મુંબઈ-ગુજરાતના વોન્ટેડ ગુનેગારની સુરતમાંથી ધરપકડ, 130 ગુનામાં સામેલ, 31 કેસમાં તો વોન્ટેડ
સુરત પોલીસે વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરી

સુરત ક્રાઈમ બ્રાન્ચે એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 130 જેટલા ગુનામાં સામેલ અને 31 કેસમાં વોન્ટેડ એવા મહારાષ્ટ્ર અને ગુજરાતના ગુનેગારની સુરત પોલીસે ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર અને કિંમતી ચીજવસ્તુઓની કથિત ચોરીના ગુનામાં મુંબઈમાંથી એક વોન્ટેડ ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જુનૈદ શેખ તરીકે થઈ છે, જે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાયેલા 130 થી વધુ કેસ સાથે જોડાયેલ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર તાજેતરના વર્ષોમાં તેની સામે નોંધાયેલા 31 નવા કેસમાં તે વોન્ટેડ હતો.

33 વર્ષીય પર ત્રણ વર્ષ પહેલા મુંબઈમાં મેરેથોન ઈવેન્ટ દરમિયાન પાર્ક કરેલી 40 કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવાનો પણ આરોપ છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના સબ ઈન્સ્પેક્ટર કીર્તિપાલ પુવારે બાતમી આધારે રવિવારે અન્ય પોલીસકર્મીઓ સાથે બડેખાન ચકલા વિસ્તારમાંથી તેને શંકાના આધારે અટકાવ્યો હતો. તેની પાસેથી બે કાર, મોબાઈલ ફોન, રોકડ, લેપટોપ, પેન ડ્રાઈવ, એટીએમ કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અને હાર્ડ ડિસ્ક – જેની કિંમત 11.35 લાખ રૂપિયા છે – મળી આવી હતી.

પુવારે કહ્યું, “તેણે બારીનાં કાચ તોડીને મોર્નિંગ વોકર્સની પાર્ક કરેલી કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવાનું શરૂ કર્યું. તેણે કારની પણ ચોરી કરી હતી. 2015 અને 2018 ની વચ્ચે, તે લગભગ 133 ચોરીની ઘટનાઓમાં સામેલ હતો, અને મુંબઈ, પુણે, રાયગઢ અને મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં કેસ નોંધાયેલા હતા.

અમદાવાદમાં પણ કેટલીક ઘટનાઓ નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને 2018 માં તેની વિરુદ્ધ PASA (પ્રિવેન્શન ઑફ એન્ટિ-સોશિયલ એક્ટિવિટીઝ) દાખલ કરવામાં આવી હતી. 2019 માં જેલમાંથી બહાર આવ્યા પછી, તેણે તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી.

એકવાર જ્યારે પોલીસે તેની કાર રોકવાનો પ્રયાસ કર્યો તો, તેણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો. “મુંબઈ પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી પરંતુ તેને પકડી શકી ન હતી. તે ઘણીવાર ચોરી કરેલી કારમાં રાત વિતાવતો હતો. તેણે ક્યારેય પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો નથી. તે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની દરગાહમાં પણ સંતાઈ ગયો હતો. ઓળખી ન શકાય તે માટે તેણે ઘણીવાર તેનો દેખાવ પણ બદલ્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ થવાના ડરથી તે ક્યારેય તેના ઘરે જતો ન હતો.” પૂછપરછમાં, શેખે સવારે જોગર્સનાં પાર્ક કરેલા વાહનોમાંથી કિંમતી સામાનની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચોગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી, કયા જિલ્લામાં ક્યારે થઈ શકે છે વરસાદ? અમદાવાદમાં વાતાવરણમાં પલટો

પોલીસે જણાવ્યું હતું કે તેણે સુરત, અમદાવાદ, વડોદરા અને વલસાડમાં નોંધાયેલા પાંચ કેસમાં તેની સંડોવણીની પણ કબૂલાત કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ