scorecardresearch

નરોડા ગામ રમખાણ કેસ: નિર્દોષ છૂટેલા લોકો વિરુદ્ધ અપીલ કરવા SIT સરકારની મંજૂરીની રાહ જોઈ રહી

Naroda Gam riot case : નરોડા ગામ પાટીયા કેસ મામલે 67 લોકોને નિર્દોષ જાહેર કરવાના વિરોધમાં એસઆઈટી (SIT) અપીલ કરવા તૈયાર છે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કહ્યું, ગુજરાત સરકાર (Gujarat Goverment) ફરિયાદી તરીકે આગળ વધે, જો રાજ્ય ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના ચુકાદા સામે અપીલ કરવાનો ઈન્કાર કરશે, તો એસઆઈટી સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં જશે અને “એક અહેવાલ સબમિટ કરશે અને એસઆઈટીને બંધ કરવાની માંગ કરશે

Naroda Gam riot case
નરોડા ગામ હત્યાકાંડ કેસ

સોહિની ઘોષ : નરોડા ગામ રમખાણ કેસ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કહ્યું છે કે, તે નરોડા ગામ કેસમાં તમામ 67 લોકોને નિર્દોષ જાહેર કરવા સામે અપીલ કરશે, જો કે ગુજરાત સરકાર ફરિયાદી તરીકે આગળ વધે.

20 એપ્રિલના રોજ, જજ શુભદા બક્ષીની અધ્યક્ષતામાં અમદાવાદની વિશેષ અદાલતે 2002ના રમખાણોના કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. નિર્દોષ જાહેર કરાયેલા લોકોમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી અને VHP નેતા જયદીપ પટેલનો પણ સમાવેશ થાય છે.

વિગતવાર ઓર્ડર હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

SIT દ્વારા તપાસ કરવામાં આવનાર મોટા રમખાણોના કેસોમાં આ છેલ્લો કેસ હતો – સુપ્રીમ કોર્ટે 2018 માં કેસોનું નિરીક્ષણ કરવાનું બંધ કરી દીધું હતું.

એસઆઈટીના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, જો રાજ્ય ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ કરવાનો ઈન્કાર કરશે, તો એસઆઈટી સુપ્રીમ કોર્ટમાં જશે અને “એક અહેવાલ સબમિટ કરશે અને એસઆઈટીને બંધ કરવાની માંગ કરશે”, જેની રચના સુપ્રીમના નિર્દેશો પર કરવામાં આવી હતી.

નરોડા ગામ રમખાણોમાંથી બચી ગયેલા લોકોએ, જેમાં મુસ્લિમ સમુદાયના 11 લોકો માર્યા ગયા હતા, તેઓએ નિર્દોષ છૂટેલા આરોપીઓ સામે અપીલ કરવાનો તેમનો ઇરાદો વ્યક્ત કર્યો છે. બજરંગીને નરોડા પાટિયા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેની સજા ગુજરાત હાઈકોર્ટે 2018માં યથાવત રાખી હતી, જ્યારે કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

એસઆઈટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિર્દોષ જાહેર કરવા મામલે વિરોધ અપીલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેઓ આગળ વધવા માટે ચુકાદાની નકલની રાહ જોઈ રહ્યા છે. “અમારી પાસે એક મજબૂત કેસ હતો અને અમને વિશ્વાસ છે કે, અમે જે પુરાવા આપ્યા છે તે ઘણાને દોષિત ઠેરવવા માટે પૂરતા હશે. આ (મુક્તિ) અપેક્ષિત ન હતી, તેમ છતાં અમે સ્વીકાર્યું છે કે, કેટલાકને શંકાના લાભના આધારે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, નરોડા ગામ કેસ નરોડા પાટિયા હત્યાકાંડ કેસનો એક ભાગ છે – બંને ઘટનાઓ એક જ દિવસે બની હતી – અને ઓછામાં ઓછા અડધો ડઝન આરોપીઓ વિરુદ્ધ બંને કેસોમાં ચાર્જશીટ કરવામાં આવી હતી, જેમાં પ્રોસિક્યુશનને “સ્વીપિંગ નિર્દોષ મુક્તિ” આપવામાં આવી હતી. તમામ આરોપીઓ નિર્દોષ છૂટશે તેવી અપેક્ષા ન હતી.

સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ એસઆઈટીએ નવમાંથી આઠ કેસની તપાસ કરી હતી, રાજ્ય સરકાર અને એસઆઈટીએ નિર્દોષ છૂટેલા સામે અપીલ કરી હતી અને નરોડા પાટિયા, સરદારપુરા, ઓડે (બે કેસ), દીપડા દરવાજા અને ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં સજા વધારવાની માંગ કરી હતી. ના તેમણે ગુલબર્ગ હત્યાકાંડ અને પ્રાંતિજમાં ત્રણ બ્રિટિશ નાગરિકોની હત્યામાં તેમને નિર્દોષ જાહેર કરવા સામે અપીલ કરી હતી.

ગુલબર્ગ કેસમાં, જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 69 લોકો માર્યા ગયા હતા, ટ્રાયલ કોર્ટે 36 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. નિર્દોષ છૂટેલા બે બચી ગયેલા – રૂપા મોદી અને સાયરા સંધી દ્વારા કસને પડકારવામાં આવ્યો હતો અને તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. રાજ્ય અને SIT આ અપીલમાં પ્રતિવાદી પક્ષો છે. SIT કે રાજ્ય સરકારે આરોપીઓને નિર્દોષ જાહેર કરવા વિરુદ્ધ અપીલ કરી ન હતી.

ડિક્લેઈમર : આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: Naroda gam riots case sit awaits gujarat government nod to appeal against acquittals

Best of Express