Navratri 2023 : ગુજરાતમાં નવરાત્રી 2023 નો ઉત્સવ ધામ ધૂમથી ચાલી રહ્યો છે. આજે ત્રીજુ નોરતુ છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડાઓને નવરાત્રીનો તહેવાર લોકો શાંતીથી ઉજવી શકે, અને મા અંબેની ગરબા રમી આરાધના કરી શકે તે માટે કોઈ રોક-ટોક વગર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. આ સિવાય નવરાત્રીથી દિવાળી સુધી પાથરણા કે લારી પર ધંધો કરતા નાના વેપારીઓને પણ પરેશાન નહી કરવા સૂચના આપી છે.
નવરાત્રીમાં ખેલૈયાઓ મોડે સુધી ગરબા રમી શકશે
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, નવરાત્રી મા અંબાની આરાધનાનો તહેવાર છે. બધા સાથે મળી શાંતીથી ભક્તિ કરી શકે છે. લોકો વધુને વધુ સમય સુધી ગરબા રમી શકે તે માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે. ગૃહમંત્રીએ પોલીસ વડાઓને મૌખીક સૂચના આપી છે કે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ખેલૈયાઓને ખલેલ ન પહોંચે તે રીતે વધુમાં વધુ સમય ગરબા રમી શકે તે માટે સૂચના આપવાાં આવી છે.
તહેવારમાં નાના વેપારીઓ પણ શાંતીથી ધંધો કરી શકશે
આ સિવાય ગૃહમંત્રીએ નાના વેપારીઓ પ્રત્યે પણ સંવેદના દર્શાવી તેમને પણ નવરાત્રી કે દિવાળીના તહેવાર સુધી શાંતી પૂર્ણ ધંધો કરવા દેવા સૂચના આપી છે. આ તહેવાર કમાવવા માટેનો સારો સમય માનવામાં આવે છે, જે નડતરરૂપ ન હોય તેવા પાથરણા તથા લારી પર ધંધો કરત હોય તેમને હટાવવા નહી, અને કાયદો વ્યવસ્થા તથા લો એન્ડ ઓર્ડર સચવાયતે રીતે વ્યવસ્થા ગોઠવવા સૂચના આફી છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, નવરાત્રીમાં લોકો સારી રીતે ભક્તિ કરી શકે તે માટે પોલીસને સૂચના આપવામાં આવી છે કે, લોકો ગરબા સમયસર કર શકે અને ખેલૈયાઓ વધારેમાં વધારે ગરબા રમી શકે, અને તેમને ખલેલ ન પહોંચે તેની સૂચના આપવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈને ખલેલ ન પહોંચે તે રીતે વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય નવરાત્રી અને દિવાળી દરમિયાન પાથરણાવાળા અને લારી પર ધંધો કરતા નાના વેપારીઓને પણ સારી રીતે ધંધો કરી શકે છે તે માટે પણ સૂચના આપવામાં આવી છે.
નવરાત્રીમાં રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો પણ ચાલુ રહેશે
તમને જણાવી દઈએ કે, નવરાત્રીના તહેવારમાં અમદાવાદમાં નાગરીકો મેટ્રોમાં રાત્રે પણ મુસાફરી કરી શકશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ પ્રેસનોટ જાહેર કરી જણાવ્યું છે કે, નવરાત્રી દરમિયાન લોકો ગરબા રમવા માટે દુર અન્ય વિસ્તારમાં જતા હોય છે જેને ધ્યાનમાં રાખી રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રાખવાનોનિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, હાલમાં મેટ્રો ટ્રેન સેવા સવારે 6.20 કલાકથી રાત્રિના 10 કલાક દરમિયાન કાર્યરત છે. પરંતુ તા 17 થી 23 – 10 -2023 સુધી ર્તારીના 2 વાગ્યા સુધી મેટ્રો સેવા ચાલુ રહેશે.

ગરબા રમવા માટે 12 વાગ્યા સુધીની હતી મર્યાદા
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી અમદાવાદ સહિત શહેરોમાં પોલીસ કમિશ્નરના જહેરનામા અનુસાર, રાત્રે 12 વાગ્યા બાદ ઢોલ-નગારા કે લાઉડ સ્પીકર સાથે ગરબા રમવા પર મનાઈ હતી. ગરબા રમવા માટે 12 વાગ્યાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. 12 વાગ્યા બાદ પોલીસ અનેક સ્થળે ગરબા બંધ કરાવતી હતી. પરંતુ ગૃહમંત્રી દ્વારા ગરબા રમતા ખેલૈયાઓ માટે સારા સમચાર આપ્યા છે, અને પોલીસની રોક ટોક વગર મોડે સુધી ગરબા રમવાનો હવે આનંદ લઈ શકાશે.
આ પણ વાંચો – Navratri 2023 : વડોદરા, અમદાવાદથી કાઠિયાવાડ, અહીં થાય છે ગુજરાતના અનોખા ગરબા, જે જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા
ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રીમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને, તથા મહિલાઓની સુરક્ષાને લઈ સી ટીમની ગોઠવણ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતુ કે, શી ટીમની ટુકડીઓ સાદા વેશમાં ખેલૈયાઓની વચ્ચે જ રહેશે, જેમાં મહિલાઓ સાથે કોઈ ઉત્પીડન ન થાય તેની તકેદારી રાખશે. જો કોઈ રોમિયો હાથમાં આવશે, તો સબક શિખવાડવમાં આવશે.





