/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/NEET-Exam-Scam-Panchmahal.jpg)
પંચમહાલમાં NEET પરીક્ષા કૌભાંડ મામલે એકની ધરપકડ (ફાઈલ ફોટો)
અદિતી રાજા | NEET Exam Scam : પંચમહાલ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ઉત્સુક છે પરંતુ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પાસ કરવા માટે વિશ્વાસ ધરાવતા ન હતા તેઓએ વિદેશની મેડિકલ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે "મોટા નંબરો સાથે NEET પાસ કરવામાં" મદદનો દાવો કરતા એજન્ટોનો સંપર્ક કર્યો. આ મામલે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના NEET કેન્દ્રોમાંની એક, પરવાડી ગામની જય જલારામ શાળામાં "NEET પરીક્ષામાં ચોરી"નો એક કથિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગોધરા તાલુકા પોલીસે શુક્રવારે વડોદરા સ્થિત ઇમિગ્રેશન એજન્સી રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય નામના ત્રણ આરોપીઓમાંથી એકની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને સાથી આરીફ વોરા ફરાર છે.
ઓછામાં ઓછા 26 વિદ્યાર્થીઓને NEET પરીક્ષા પાસ કરવામાં મદદ કરવાના કથિત ગુનાહિત કાવતરા માટે ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર મુજબ, 5 મેના રોજ શિક્ષણ વિભાગની નિરીક્ષણ ટુકડી દ્વારા જય જલારામ શાળામાં NEET કેન્દ્ર પર દરોડા દરમિયાન ગેરરીતિ શોધવાનો પ્રયાસ થયો હતો.
પંચમહાલ જિલ્લાના એસપી હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, રોયની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે ભટ્ટ સાથે પરિચિત હતો, કારણ કે તેઓ વડોદરા શહેરમાં રહે છે, જ્યાં રોય તેની ઇમિગ્રેશન એજન્સી ચલાવે છે. ભટ્ટ, જય જલારામ સ્કૂલના ભૂગોળના શિક્ષક અને 5 મેના રોજ પરીક્ષા દરમિયાન NEET કેન્દ્રના અધિક્ષક, શાળા દ્વારા વોરાના સંપર્કમાં આવ્યા હતા.
તેણે ઉમેર્યુ કે, “2016-17માં, વોરા જય જલારામ સ્કૂલ સાથે કરાટે પ્રશિક્ષક તરીકે સંકળાયેલા હતા, ત્યારે જ તેમની મિત્રતા ભટ્ટ સાથે થઈ હતી. આ રેકેટ માટે તેમણે નેટવર્ક કેવી રીતે બનાવ્યું તે અમે હજુ સુધી શોધી શક્યા નથી, આ બધાની ધરપકડ કરવામાં આવતા બધુ સ્પષ્ટ થશે.
“અત્યાર સુધી, રોયે સ્વીકાર્યું છે કે, આ વિચાર તેમના મગજમાં આવ્યો ત્યારે મેડિકલનો અભ્યાસ કરવા માટે તલપાપડ વિદ્યાર્થીઓએ રશિયા અને મધ્ય એશિયા જેવા વિદેશી દેશોમાં અભ્યાસ કરવાના વિકલ્પો માટે તેમનો સંપર્ક કર્યો કારણ કે, તેઓ ભારતમાં મેડિકલ કોલેજોમાં અભ્યાસ માટે NEET માં જરૂરી સ્કોર હાંસલ કરવા માટે વિશ્વાસ ધરાવતા ન હતા. રોય દાવો કરે છે કે, તેમણે વિદ્યાર્થીઓને NEET પાસ કરવામાં અને ભારતમાં જ પ્રવેશ સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે આ વિચાર પ્રસ્તાવિત કર્યો હતો.'
સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પૂછપરછ દરમિયાન રોયે કહ્યું છે કે, આરોપીઓએ NEET માટે ગેરરીતિ આચરવાનો આ "પ્રથમ પ્રયાસ" કર્યો હતો, પોલીસને શંકા છે કે, આમાં હજુ વધુ માહિતી છુપાયેલી છે. "અમે તમામ પાસાની તપાસ કરી રહ્યા છીએ… અમે માનતા નથી કે, આ તેમના દ્વારા પ્રથમ વખત હતુ. તપાસ ચાલુ છે અને અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો – દાહોદ લોકસભા બેઠક : સંતરામપુરના પરથમપુરમાં બૂથ હાઈજેક કરી બોગસ વોટિંગ પ્રયાસ, વીડિયો વાયરલ
આ દરમિયાન, સોલંકીએ ભટ્ટ અને વોરાને શોધી કાઢવા અને તપાસમાં મદદ કરવા માટે ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ અધિકારીઓની વિશેષ ટીમ બનાવી છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અધિકારીઓનો સમાવેશ થાય છે. “મને તપાસ અધિકારીને મદદ કરવા માટે એક વિશેષ ટીમ બનાવવાની જરૂરિયાત અનુભવાઈ. અમે તપાસના કાગળો તૈયાર કરવામાં સારા એવા અધિકારીઓને પસંદ કર્યા છે અને ઇલેક્ટ્રોનિક પુરાવા એકત્ર કરવામાં મદદ કરવા માટે SOG અધિકારીઓને પણ જોડ્યા છે, કારણ કે આરોપીએ મોબાઇલ ફોન સંદેશાઓ દ્વારા વાતચીત કરી હતી.”
પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદના આધારે બુધવારે મધરાતના થોડા સમય પહેલા આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us