North India, Gujarat Weather Forecast Today, 19 Jan 2024: દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું યથાવત છે. દેશના વિવિધ રાજ્યોમાં તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. દિલ્હીમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ધુમ્મસનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આગામી બે દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસ રહેશે, જેને જોતા શુક્રવાર અને શનિવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શુક્રવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી રહેવાની શક્યતા છે.
છેલ્લા ચાર દિવસમાં દિલ્હીના લઘુત્તમ તાપમાનમાં લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. સવારે ગાઢ ધુમ્મસને કારણે પાલમ હવામાન કેન્દ્રમાં વિઝિબિલિટી લેવલ ઘટીને 50 મીટર થઈ ગયું હતું. ધુમ્મસના કારણે દિલ્હી આવતી 18 ટ્રેનો મોડી ચાલી રહી છે. IMDએ ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 12:30 થી સવારે 6:30 સુધી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
ગુજરાતમાં ઠંડીમાં આંશિક રાહત
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે ઠંડીમાં આંશિક ઘટાડો થયો હતો. સમગ્ર ગુજરાતમાં 11.2 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. જોકે, 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું ત્યાર બાદ 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર બીજા સ્થાને રહ્યું હતું. જોકે, 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.
ગુરુવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 28.2 13.4 ડીસા 28.9 12.2 ગાંધીનગર 27.4 11.5 વલ્લભ વિદ્યાનગર 28.7 14.8 વડોદરા 28.8 13.2 સુરત 28.6 16.0 વલસાડ 31.8 14.2 દમણ 27.0 14.4 ભુજ 29.5 13.4 નલિયા 28.4 11.2 કંડલા પોર્ટ 28.2 16.0 કંડલા એરપોર્ટ 28.1 14.6 ભાવનગર 28.2 15.0 દ્વારકા 28.4 17.6 ઓખા 27.0 19.6 પોરબંદર 30.3 15.2 રાજકોટ 30.5 13.8 વેરાવળ 29.6 17.4 દીવ 27.9 14.6 સુરેન્દ્રનગર 29.4 15.0 મહુવા 30.4 14.6
આ પણ વાંચોઃ- વડોદરા : તળાવમાં બોટ પલટી, 13 બાળકો અને 2 ટીચર સહિત 15 ના મોત, દુર્ઘટનાની તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપાઈ
ઘણી ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે
ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે અને કેટલીક ફ્લાઈટ્સ IGI એરપોર્ટ પર કેન્સલ થઈ છે. દિલ્હીમાં વધતી ઠંડીથી બચવા બેઘર લોકો નાઈટ શેલ્ટરમાં રહે છે. એક કેરટેકરે કહ્યું, “અહીં બેડની સુવિધા છે. નાસ્તો, લંચ અને ડિનર આપવામાં આવે છે. મેડિકલમાં અમારી પાસે ફર્સ્ટ એઇડ કીટ ઉપલબ્ધ છે. ગરમ પાણીની સુવિધા પણ ઉપલબ્ધ છે.”
કેવું રહેશે યુપીનું હવામાન?
ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ધુમ્મસના કારણે ફ્લાઈટ અને ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી આવા જ હવામાનની આગાહી કરી છે. પશ્ચિમ યુપીના જિલ્લાઓમાં આજે પણ કોલ્ડ ડે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.





