/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/junagadh-attack.jpg)
જૂનાગઢમાં પોલીસ પર હુમલો (Photo-ANI)
police team under attack in junagadh : ગુજરાતના જૂનાગઢમાં શુક્રવારે મોડી રાત્રે મોટી બબાવ થઈ હતી. અહીં ઉપદ્રવિઓએ પોલીસની ટીમ ઉપર પથ્થર મારો કર્યો હતો જેમાં ડીએસપી સહિત ચાર પોલીસ કર્માચરીઓ ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છેકે એક દરગાહનું ગેરકાયદે બાંધકામ થયું હોવાના પગલે નોટીસ ફટકારવામાં આવી હતી. 5 દિવસની અંદર કાયદાકીય રીતે યોગ્ય હોવાના પુરાવા રજૂ કરવા કહેવાયું હતું. જોકે, અસામાજિત તત્વોએ શુક્રવારે રાત્રે પોલીસની ટીમ ઉપર પથ્થર મારો કરી ઉપદ્રવ મચાવ્યો હતો.
પથ્થર મારામાં ડીસીપી ઘાયલ
મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે જો પાંચ દિવસની અંદર દહગાહનું બાંધકામ કાયદેસર છે તેના પુરાવા નહીં રજૂ કરવામાં આવે તો દરગાહને તોડી પાડવામાં આવશે. આ અંગે લોકો ભડકી ગયા હતા અને સેંકડોની સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. ત્યારબાદ પોલસે ભીડને હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. આવા સમયે ઉપદ્રવી બેકાબૂ થયા હતા અને પોલીસની ટીમ ઉપર હુમલો કર્યો હતો. ઉપદ્રવિયોએ પથ્થરબાજી કરી અને પોલીસ પર ભારે પથ્થર વરસાવ્યા હતા. જેમાં ડીસીપી સહિત ચાર પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
ભીડને કાબુમાં લેવા પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ
ઉપદ્રવીઓએ મજેવાડી ગેટ પોલીસ ચોકી પાસે પોલીસકર્મીઓ ઉપર હુમલો કર્યો હતો. સાથે જ બાઈકને પણ આગ ચાંપી દીધી હતી. પોલીસે ભીડને હટાવવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હવે પોલીસ સીસીટીવી માધ્યમથી અને વાયરલ વીડિયોના માધ્યમથી ઉપદ્રવીયોની ઓળખ કરી રહી છે. તેમણે પોલીસની ટીમ પર પથ્થરબાજી કરી હતી.
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z— ANI (@ANI) June 17, 2023
500-600 લોકો થયા હતા એકઠાં
એસપી જૂનાગઢ રવિ તેજા વાસમસેટ્ટીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મજેવાડી ગેટ પાસે એક મસ્જીદને જૂનાગઢ નગર નિગમ દ્વારા 5 દિવસની અંદર દસ્તાવેજો રજૂ કરવા નોટિસ આપી હતી. જો દસ્તાવેજો રજૂ ન કરી શકે તો દહગાહને તોડી પાડવામાં આવશે. આ વાતની જાણ તાં જ અહીં રહેતા આશરે 500-600 લોકો જમા થયા હતા. પોલીસ તેમને રસ્તો જામ નકરવા મેટ સમજાવ્યા હતા.
બિપરજોય વાવાઝોડાને લગતા વિવિધ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો
રાત્રે આશરે 10.15 વાગ્યે પથ્થર મારો કર્યો હતો અને લોકો પોલીસ પર હમલો કરવા લાગ્યા હતા. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. 174 લોકોને રાઉન્ડપ કરવામાં આવ્યા છે. એસપીએ કહ્યું કે પ્રથમ દ્રષ્ટીએ પથ્થર મારાથી એક નાગરિકનું મોત થયું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સંપૂર્ણ પણે સ્પષ્ટ થશે. આગળ તપાસ ચાલી રહી છે.
હુમલાખોરોને પકડી પોલીસે ભણાવ્યો પાઠ
શુક્રવારે મોડી રાત્રે પોલીસ ઉપર પથ્થરમારો કરવાથી ડીસીપી સહિત ચાર પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જોકે, પોલીસ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને કેટલાક યુવકોને પકડ્યા હતા. અને જાહેરમાં જ દંડા વડે માર મારીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us