Pahalgam Terror Attack News: દક્ષિણ કાશ્મીરમાં પહેલાગમ ઘાટીમાં મંગળવારે પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં અત્યારે સુધીમાં 26 કરતા વધારે લોકોના મોત નીપજ્યા છે. આ હુમલામાં ગુજરાતીઓ પણ મોતને ભેટ્યા છે.જેમાં જન્મ દિવસ ઉજવવા કાશ્મીર ગયેલા સુરતના યુવકનું પણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ભાવનગરના પિતા પુત્રનું પણ મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
કાશ્મીરમાં પોતાનો 44મો જન્મદિવસ ઉજવવા ગયો ને મોત ભેટ્યું
કાશ્મીરમાં પોતાનો 44મો જન્મદિવસ ઉજવવાના એક દિવસ પહેલા સુરતના શૈલેષ કળથિયા પહેલગામમાં આતંકવાદીઓની ગોળીઓનો શિકાર બન્યા હતા, જેના કારણે તેમનો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ કળથિયાના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
શૈલેષ મુંબઈમાં પોસ્ટેડ હતો
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, એક અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકમાં કામ કરતા શૈલેષ તેની પત્ની શીતલ, પુત્રી નીતિ અને પુત્ર નક્ષ સાથે રજાઓ ગાળવા કાશ્મીર ગયા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી મુંબઈમાં બેંકની કાંદિવલી શાખાના વીમા વિભાગમાં પોસ્ટેડ હતા. મુંબઈ ટ્રાન્સફર થતા પહેલા શૈલેષ રાજસ્થાનના જોધપુરમાં પોસ્ટેડ હતો.
સૂત્રોએ પુષ્ટિ કરી છે કે શૈલેષ 23 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ગુજરાતના અન્ય ત્રણ પ્રવાસીઓ, ભાવનગરના રહેવાસી 61 વર્ષીય વિનુભાઈ ડાભી, મણિકા પટેલ અને રિનુ પાંડે પણ હુમલામાં ઘાયલ થયા હતા. રિનુએ જણાવ્યું હતું કે તેમની હાલત સ્થિર છે.
આ પણ વાંચોઃ- પહેલગામ હુમલામાં પતિની હત્યા કર્યા બાદ આતંકીઓએ પત્નીને કહ્યું – ‘તુમ્હેં નહીં મારેંગે, જાઓ મોદી કો બતા દો…’
કતારગામ વિસ્તારના ચીકુવાડી વિસ્તારમાં આવેલી હરિકુંજ સોસાયટીમાં રહેતો કાળખીયા મૂળ અમરેલી જિલ્લાના દ્રુફણીયા ગામનો રહેવાસી હતો અને સુરતમાં સ્થાયી થયો હતો. તેમના પિતરાઈ ભાઈ મોટા વરાછામાં રહે છે. તેના મૃતદેહને પરત લાવવા પરિવારના સભ્યો કાશ્મીર રવાના થઈ ગયા છે.
આ પણ વાંચોઃ- Pahalgam Attack : 26 મોતનો જવાબદાર સજ્જાદ ગુલ, પહલગામ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડની કહાની
ભાવનગરના ગુમ પિતા પુત્રના મોતની પુષ્ટી
મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા પુત્ર ગુમ થયા હતા. જોકે, આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે.





