Panchmahal Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાતની પંચમહાલ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના રાજપાલસિંહ જાદવનો કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ સામે 5,09,342 ભવ્ય વિજય થયો છે. રાજપાલસિંહ જાદવને 7,94,579 મત મળ્યા છે. જ્યારે ગુલાબસિંહ ચૌહાણને 2,85,237 મત મળ્યા છે. પંચમહાલની સીટ 2009થી અસ્તિત્વમાં આવી છે. આ પછી બધી વખતે ભાજપે જીત મેળવી છે.
પંચમહાલ લોકસભા સીટ પર 58.85 ટકા મતદાન
પંચમહાલ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. પંચમહાલમાં કુલ 58.85 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો બાલાસિનોરમાં 54.28 ટકા, ગોધરામાં 60.42 ટકા, કાલોલમાં 69.44 ટકા, લુણાવાડામાં 55.63 ટકા, મોરવાહડફમાં 54.71 ટકા, શેહરામાં 63.56 ટકા અને ઠાસરામાં 54.34 ટકા મતદાન નોંધાયું હતું.
આ પણ વાંચો – દાહોદ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : જસવંતસિંહ ભાભોરની હેટ્રિક, 3 લાખથી વધુ મતોથી જીત મેળવી
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડનો કોંગ્રેસના ઉમેદવાર ખાંટ વેચતભાઇ સામે 4,28,541 મતોથી વિજય થયો હતો. રતનસિંહને 67.56 ટકા અને વેચતભાઈને 28.02 ટકા વોટ મળ્યા હતા.
લોકસભા ચૂંટણી પંચમહાલ બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 2009 – પ્રભાતસિંહ ચૌહાણ (ભાજપ)
- 2014 – પ્રભાતસિંહ ચૌહાણ (ભાજપ)
- 2019 – રતનસિંહ રાઠોડ (ભાજપ)
- 2024 – રાજપાલસિંહ જાદવ (ભાજપ)
પંચમહાલ લોકસભા બેઠક 08 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ 2 રાજપાલસિંહ જાદવ ભાજપા 3 જીતેશકુમાર સેવક ધનવાન ભારત પાર્ટી 4 લક્ષ્મણભાઈ બારીયા આમ જનમત પાર્ટી 5 તસ્લીમ મોહમ્મદરાફીક દુર્વેશ અપક્ષ 6 કૌશિકકુમાર પાંડોર અપક્ષ 7 મનોજસિંહ રાઠોડ અપક્ષ 8 હસમુખકુમાર રાઠોડ અપક્ષ